Latest News

Tuesday, 10 February 2015

Gujarat

IPL 8: મુંબઇ ઈન્ડિયન્સનો 'સુપર' વિજય : 15 કરોડ રૂપિયા વિજેતાને, 10 કરોડ ધોનીની ટીમને



કોલકાતા: ઇડન ગાર્ડન્સ ખાતે પોતાના અનોખા બંધનને જાળવી રાખીને મુંબઇ ઇન્ડિયન્સે ફાઇનલમાં ચેન્નાઇ સુપર કિંગ્સને 41 રનથી હરાવીને આઇપીએલ-8 ટ્વેન્ટી20 ક્રિકેટ લીગને બીજી વખત જીતી લીધી હતી. મુંબઇ અગાઉ 2013માં ઇડન ગાર્ડન્સમાં જ ચેમ્પિયન બની હતી.મુંબઇના પાંચ વિકેટે 202 રનના જવાબમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર ચેન્નાઇની ટીમ આઠ વિકેટે 161 રન બનાવી શકી હતી. હરભજને ડ્વેન સ્મિથ (57) તથા સુરેશ રૈનાની (28) પ્રાઇઝ વિકેટ ઝડપીને મેચ મુંબઇની તરફેણમાં કરી નાખી હતી. ઝડપી બોલર મેક્લેનહાને 25 રનમાં ત્રણ વિકેટ તથા મલિંગાએ 25 રનમાં બે વિકેટ ઝડપી હતી.
 
 કપરા લક્ષ્યાંક સામે મેદાને પડેલી ચેન્નાઇની ટીમ માટે ઓપનર સ્મિથે 48 બોલમાં 57 રન બનાવ્યા હતા. ઘોની 18 રન બનાવી શક્યો હતો. મોહિત શર્માએ અંત ભાગમાં સાત બોલમાં અણનમ 21 રન બનાવ્યા હતા પરંતુ તે ટીમને વિજય અપાવી શક્યો નહોતો. આમ ચેન્નાઇ છ ફાઇનલમાં ચોથી વખત હાર્યું છે. અગાઉ સુકાની રોહિત શર્મા (50) અને ઓપનર લેન્ડલ સિમન્સે (69)તોફાની બેટિંગ કરી  12મી ઓવરમાં 120 રને પહોંચાડી દીધો હતો. મધ્યમ હરોળમાં પોલાર્ડે 18 બોલમાં 36 તથા રાયડુએ 24 બોલમાં 36 રનનું યોગદાન આપ્યું હતું. બ્રેવોએ 36 રનમાં બે વિકેટ લીધી હતી.
 
ઓરેન્જ કેપ

562 રન વોર્નરે 14 મેચમાં બનાવ્યા.
લીગમાં સૌથી વધુ 15 કરોડ રૂપિયા વિજેતાને મળ્યા
 
પર્પલ કેપ

26 વિકેટ બ્રાવોએ 17 મેચમાં લીધી.
સૌથી વધુ 10 કરોડ રૂપિયા રનર્સઅપને
 
-  ટાઇટલ જંગમાં મુંબઈ ઇન્ડિયન્સે સૌથી મોટો ટારગેટ ( 203 ) આપ્યો. પહેલી વખત ફાઇનલમાં 200 રન બન્યા
-  મુંબઈએ શરૂઆતમાં સતત ચાર મેચમાં પરાજય મેળવ્યા બાદ ટાઇટલ કબજે કર્યુ
-  આઈપીએલમાં બે ટાઇટલ જીતાડનાર રોહિત શર્મા ત્રીજો કેપ્ટન બન્યો. એમ.એસ.ધોની  અને ગૌતમ ગંભીર પહેલા અને બીજા ક્રમે છે.
 
રિપ્લે ઓફ 2013
મુંબઈએ 2013માં રમાયેલી ફાઈનલમાં ચેન્નઈને કોલકાતામાં જ હરાવ્યું હતું. ત્યારે 23 રનથી મુંબઈ જીત્યું હતું .
 
સીમન્સ-રોહિત શર્મા વચ્ચે 119 રનની પાર્ટનરશીપ
 
મુંબઇ ઇન્ડિયન્સની પ્રથમ વિકેટ સસ્તામાં પડી હતી. પાર્થિવ પટેલ 0 રન બનાવી રન આઉટ થયો હતો ત્યારબાદ રોહિત શર્મા અને સીમન્સે બીજી વિકેટ માટે 119 રનની પાર્ટનરશીપ નોધાવી હતી. રોહિત શર્મા 50 રન બનાવી આઉટ થયો હતો ત્યારબાદ સીમન્સ પણ 68 રન બનાવી આઉટ થયો હતો.ડ્વેન બ્રાવો 9 રન બનાવી આઉટ થયો હતો.


ડાકોર : ફાગવેલ માનતા માટે જતા હતા અને ટ્રકે ટક્કર મારતાં ટ્રેક્ટર ફંગોળાયું, ચારનાં મોત



વડોદરા: શહેર નજીકના સિંધરોટ ખાતેના રાજુપુરા ગામના લોકો બાધા કરવા માટે ડાકોર પાસે આવેલા ફાગવેલ ગામના ભાથીજી મહારાજના મંદિરે જઈ રહ્યા હતા, જ્યાં કપડવંજ અને ડાકોરની વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં રાજુપુરા ગામના ચાર લોકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે. જેમાં 10 જેટલા લોકો આ અકસ્માતમાં ઘાયલ પણ થયા છે. ઘટનાને પગલે કપડવંજ-ડાકોર રોડ અકસ્માત પામનારા લોકોના પરિવારોની ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો હતો. વડોદરાની એસએસજી હોસ્પિટલના પ્રાંગણમાં પણ મૃતકના પરિજનોના આક્રંદને પગલે વાતાવરણ ગમગીન બન્યુ હતું. અકસ્માતમાં કોઈએ પોતાનો ભાઈ તો કોઈએ પુત્ર અને કોઈએ જમાઈ તો કોઈએ પોતાનો પતિ ગુમાવ્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરા તાલુકાના સિંધરોટ નજીકના રાજુપુરા ગામના 39 જેટલા લોકો આજે વહેલી સવારે 3 વાગ્યાની આસપાસ  ફાગવેલ ખાતે ભાથીજી મહારાજના દર્શને બાધા કરવા માટે ટ્રેક્ટરમાં જઈ રહ્યા હતા. તે સમયે પાછળથી પુરઝડપે આવી રહેલી ટ્રકે ટ્રેક્ટરને જોરદાર ટક્કર મારી હતી. ટ્રકની ઝડપ અને ટક્કર એવી હતી કે, ટ્રેક્ટર આખું જઇને ગટરમાં પડ્યું હતું. આ અકસ્માતમાં ટ્રેક્ટરમાં બેઠેલા ચાર લોકોના મોત નિપજ્યા હતા તથા અન્ય 10 લોકો ઘાયલ થયા હતા.

બાંગ્લાદેશ સામે વન-ડેમાં ધોની અને ટેસ્ટમાં કોહલી કેપ્ટન, હરભજનની ફરી ટેસ્ટ ટીમમાં એન્ટ્રી


મુંબઈ:  ઓફ સ્પિનર હરભજનસિંહે બેવર્ષથી વધુના સમય બાદ બુધવારે ભારતીય ટેસ્ટ ટીમમાં વાપસી કરી છે જ્યારે વિરાટ કોહલીને બાંગ્લાદેશના પ્રવાસમાં ટેસ્ટ અને મહેન્દ્રસિંહ ધોનીને વન-ડે ટીમનું નેતૃત્વ સોંપાયું છે. સંદીપ પાટીલના નેતૃત્વ હેઠળની રાષ્ટ્રીય પસંદગી સમિતિએ ટોચના ખેલાડીઓને આરામ આપવાની અટકળોને ફગાવી દેતા અત્રે યોજાયેલી બેઠકમાં ટેસ્ટ અને વન-ડે બન્ને માટે મજબૂત ટીમો મોકલવાનો નિર્ણય કર્યો છે. તેથી ધોની અને કોહલી સહિત કોઈ પણ ખેલાડીને આરામ અપાયો નથી. ધોનીએ જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન ટેસ્ટ ટીમમાંથી નિવૃત્તી લઈ લીધી હતી અને પસંદગીકારોએ તેના સ્થાને ટીમનું નેતૃત્વ કરવા માટે ફરી એક વખત કોહલી પર ભરોસો મૂક્યો છે. ધોની જોકે વન-ડે ટીમનો સુકાની રહેશે જ.
 હરભજન ટેસ્ટ ટીમમાં સામેલ એક માત્ર ચોંકાવનારૂં નામ છે. તેણે તેની છેલ્લી ટેસ્ટ મેચ માર્ચ 2013માં ઓસ્ટ્રેલિયા સામે હૈદરાબાદમાં રમી હતી. તેને બાંગ્લાદેશ સામે રમાનારી એક માત્ર ટેસ્ટ માટે ટીમમાં પસંદ કરાયો છે. આ ઓફ સ્પિનરને રવીન્દ્ર જાડેજાના સ્થાને ટીમમાં સ્થાન મળ્યું છે જે ને સતત કંગાળ દેખાવના લીધે ટીમમાંથી બહાર હાંકી કઢાયો છે. પાટીલે બેઠક બાદ પત્રકારોને જણાવ્યું હતું કે હરભજનના નામ પર પહેલા પણ ચર્ચા થઈ. પસંદગી સમિતિએ બાંગ્લાદેશની બેટિંગ ખાસ કરીને તેમની ટીમમાં સામેલ ડાબોડી બેટસમેનોને જોતા હરભજનની પસંદગી કરી છે. આ બાબતે અમે સુકાની વિરાટ કોહલી સાથે પણ ચર્ચા કરી હતી.
 ઈજાગ્રસ્ત મોહ્મ્મદ શમીને બાદ કરતા વન-ડે માટે એ જ ટીમને પસંદ કરાઈ છે જેણે વર્લ્ડકપમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. શમીના સ્થાને ધવલ કુલકર્ણીને 15 સભ્યોની ટીમમાં સમાવાયો છે. બાંગ્લાદેશના પ્રવાસમાં ભારત એક માત્ર ટેસ્ટ મેચ 10 થી 14 જૂન દરમિયાન ફતુલ્લાહમાં રમશે. એ પછી ત્રણ મેચોની વન-ડે શ્રેણી હશે. જેની ત્રણે મેચ 18 જૂન, 21 જૂન અને24 જૂને મીરપૂરમાં રમાશે.
ટેસ્ટ ટીમમાં રવીન્દ્ર જાડેજાની જગ્યાએ હરભજનસિંહનો બે વર્ષે ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. હરભજનસિંહે અંતિમ ટેસ્ટ હૈદરાબાદમાં ઓસ્ટ્રેલિયા સામે રમી હતી. જ્યારે વન ડેમાં ઇજાગ્રસ્ત મોહમ્મદ શમીની જગ્યાએ ધવલ કુલકર્ણીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
હરભજનને વિરાટ કોહલી લઇને આવ્યો, ધોની નહી
હરભજનને માત્ર ટેસ્ટ ટીમમાં તક આપવાના સવાલ પર બીસીસીઆઇ સચિવ અનુરાગ ઠાકુરે જણાવ્યુ કે તેમનું નામ ટેસ્ટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી લઇને આવ્યો હતો માટે તેને ટેસ્ટ ટીમમાં જગ્યા આપવામાં આવી હતી. વન ડે ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ તેને લઇને કોઇ સુઝાવ આપ્યો નહતો, માટે વન ડેમાં શામેલ કરવાને લઇને તેની પર ચર્ચા કરવામાં આવી નહતી.
યુવરાજને ટીમમાં લાવવા પર ચર્ચા ન થઇ
યુવરાજને ટીમમાં શામેલ ન કરવાના સવાલ પર અનુરાગ ઠાકુરે જણાવ્યુ કે તેમના નામ પર ચર્ચા થઇ નહતી. કોઇએ તેના નામનો સુઝાવ આપ્યો નહતો. ઝહીર ખાન અને વિરેન્દ્ર સહેવાગ પર પણ કોઇ ચર્ચા થઇ નહતી.
બાંગ્લાદેશ પ્રવાસ માટે ભારતીય ટીમ:
ટેસ્ટ ટીમ: વિરાટ કોહલી (કેપ્ટન), મુરલી વિજય, શિખર ધવન, લોકેશ રાહુલ, ચેતેશ્વર પૂજારા,અજિંક્ય રહાણે, રોહિત શર્મા, રિદ્ધિમાન સહા, આર. અશ્વિન, હરભજનસિંહ, કરણ શર્મા, ભૂવનેશ્વરકુમાર, ઉમેશ યાદવ, વરૂણ એરોન, ઇશાંત શર્મા
વન ડે ટીમ: મહેન્દ્રસિંહ ધોની (કેપ્ટન), રોહિત શર્મા, અજિંક્ય રહાણે, શિખર ધવન, વિરાટ કોહલી, સુરેશ રૈના,  અંબાતી રાયડુ, આર. અશ્વિન, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, ભૂવનેશ્વરકુમાર, ઉમેશ યાદવ, મોહિત શર્મા, સ્ટુઅર્ટ બિન્ની, ધવલ કુલકર્ણી

'રાવણ જેવો ધોની એક દિવસ કંગાળ થઈને ભીખ માંગવા મજબૂર બનશે' : યુવરાજસિંહના પિતાનો બેફામ વાર


નવી દિલ્હી : ક્રિકેટર યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહે  ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની ઉપર પ્રહાર કરવાનું ચાલું રાખતા વધુ એક વખત આડે હાથે લીધો છે. યોગરાજ સિંહે  એક ચેનલના ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘‘ધોની એક દિવસ કંગાળ થઈ જશે અને ભીખ માંગવા મજબૂર બની જશે. ધોની કશુ જ નથી, તે ફક્ત મીડિયાના કારણે ક્રિકેટનો ભગવાન બની ગયો છે. મીડિયાએ તેને અહીં સુધી પહોંચાડી દીધો છે તે આ અહીં સુધી પહોંચવાનો હકદાર નથી. એક સમયે ધોની સામાન્ય હતો પણ આજે મીડિયાકર્મીઓ સામે બેસી તેમનું અપમાન કરે છે. જે મીડિયાએ તેને મોટો કર્યો છે તેનું જ આજે અપમાન કરી રહ્યો છે. જો હું પત્રકાર હોત તો ધોનીને એક થપ્પડ લગાવી દીધી હોત.’’
ઉલ્લેખનિય છે કે વર્લ્ડકપમાં યુવરાજ ને સ્થાન ન મળવા બદલ યોગરાજ ધોનીને જવાબદાર માને છે અને તે સમયેથી તે ધોની ઉપર આકરા પ્રહારો કરે છે.
2011ની વર્લ્ડકપની ફાઇનલમાં યુવીની આગળ રમવા ચાલ્યો ગયો
યોગરાજે જણાવ્યું હતું કે, ‘‘ 2011 વર્લ્ડકપની ફાઇનલમાં બેટિંગ માટે યુવરાજ જવાનો હતો પણ ધોની તેને રોકીને પોતે બેટિંગમાં ગયો હતો અને હિરો બની ગયો હતો. તેને આ વખતે ચોથા ક્રમે કેમ બેટિંગ કરી ? તે પોતાને મહાન સમજે છે તો આ વખતે પણ છઠ્ઠા સ્થાનના બદલે ચોથા ક્રમે બેટિંગ કરવા જવું જોઈએ.  

સુરેશ રૈના અને પ્રિયંકાના 'શાહી' લગ્ન: રાજકારણીઓ અને ક્રિકેટ જગતની હસ્તીઓ ઉમટી


નવી દિલ્હી : ભારતીય ક્રિકેટર સુરેશ રૈના આજે રાત્રે તેમની નાનપણની મિત્ર પ્રિયંકા સાથે લગ્ન કરશે. આ પહેલા તેઓ ચૈન્નઈમાં આઈપીએલ ટીમ સાથે ટ્રેનિગ કેમ્પમાં જોડાયાં હતા. શુક્રવારે સાંજે છ વાગ્યાની આસપાસ ચૈન્નઈથી દિલ્હી એરપોર્ટ પર પહોચ્યાં હતા. અહીંથી તેઓ હોટલ લીલી જવા રવાના થયા હતા.
સાંજે આઠ વાગ્યાની આસપાસ રૈનાની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સના ક્રિકેટર બ્રાવો, મોહિત શર્મા ઉપરાંત ટીમનાં કોચ સ્ટીફન ફ્લેમિંગ હોટલ લીલા પહોચ્યાં હતા. આ સિવાય યુપીના સીએમ અખિલેશ યાદવ, આઈસીસી ચેરમેન એન શ્રીનિવાસન અને જર્નાલિસ્ટ પ્રણવ રોય પણ ત્યાં ઉપસ્થિત હતા.  
આઈપીએલ પછી હનીમૂન પર જશે રૈના
રૈનાની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ 9 એપ્રિલે તેમની પહેલી મેચ રમશે. તેથી રૈનાએ હાલ હનીમૂનનો પ્રોગ્રામ સ્થગિત રાખ્યો છે. ટુર્નામેન્ટ પુરી થયા બાદ તે મિલાન જવાની યોજના બનાવી રહ્યાં છે.

વર્ષ 2008માં માત્ર પાંચ મિનિટ માટે થઈ હતી રૈના-પ્રિયંકાની પ્રથમ મુલાકાત

રૈનાએ એક ઈન્ટર્વ્યુમાં જણાવ્યું હતું કે, રૈના અને પ્રિયંકા બન્ને બાળપણનાં મિત્રો હતાં, છતાંપણ બન્ને એકબીજાનાં સંપર્કમાં ખૂબ ઓછા રહ્યા હતા. રૈનાના જણાવ્યા મુજબ " હું પ્રિયંકાને લાંબા સમયથી ઓળખુ છું. પરંતુ ઘણા સમયથી અમારી વચ્ચે કોઈ સંપર્ક થઈ શક્યો ન હતો." વધુમાં તેણે જણાવ્યું કે, "વર્ષ-2008માં પ્રિયંકા સાથે દિલ્હી એરપોર્ટ ઉપર મળ્યા હતા. પ્રિયંકા તે સમયે નેધરલેન્ડ જઈ રહી હતી જ્યારે હું આઈપીએલ માટે બેંગાલુરૂ જઈ રહ્યો હતો. એરપોર્ટ ઉપર અમે માત્ર પાંચ મિનિટ માટે જ મળ્યાં હતાં. તે પહેલાં હું તેને માત્ર બાળપણમાં જ મળ્યો હતો."

આ એરેન્જ મેરેજ છે : રૈના

રૈનાએ જણાવ્યું કે, "ગાઝીયાબાદમાં પ્રિયંકાના પિતા મારા સ્પોર્ટસ્ ટીચર હતા જ્યારે મારા માતા અને પ્રિયંકાનાં માતા બન્ને એકબીજાને સારી રીતે ઓળખે છે." રૈનાનું કહેવું છે કે, તે આ લગ્નને એરેન્જ મેરેજ કહેવું વધુ પસંદ કરશે, કેમકે બન્ને પરિવારો લાંબા સમયથી એક-બીજાને સારી પેઠે જાણે છે. જ્યારે પ્રિયંકાને મારી માતાએ પોતાની વહુ તરીકે પસંદ કરી ત્યારે હું ઓસ્ટ્રેલિયામાં હતો એમ તણે ઉમેર્યું હતું. વધુમાં રૈનાએ જણાવ્યું કે, "હું પાંચ મહિનાથી ઓસ્ટ્રેલિયામાં જ હતો. લગ્નની બધી તૈયારી મારી માતાએ કરી છે. જોકે આ બાબતથી હું અજાણ હતો. વધુ કશું જ જાણતો નહોતો. પરંતુ મારી માતાએ મને ફોન કરીને મારા લગ્ન અંગેની વાત કરી મારી બાળણની જ મિત્ર પ્રિયંકા સાથે લગ્ન નક્કિ થયા હોવાનું જણાવ્યા પછી જ મેં પ્રિયંકા સાથે ફોન ઉપર વાત કરી હતી."

'પ્રિયંકા સાથે વધુ સમય ગાળી શક્યો નથી'

મેં મારા મમ્મીને કહ્યું કે, તમે જે કાંઈ કરશો તે સારૂં જ કરશો, પરંતું હું એક વખત એને મળીને વાત કરવા માંગુ છું. છોકરી સાથે સમય ફાળવવો ખૂબ જરૂરી હોય છે. કારણ કે, ક્રિકેટરની જીંદગી ખૂબ વ્યસ્ત હોય છે.' રૈનાના મતે અત્યારે પ્રિયંકા સાથે થોડો સમય વિતાવવાનો મોકો મળવો જોઇએ. વિશ્વકપ પછી હું માત્ર અડધો કલાક જ પ્રિયંકાને મળ્યો છું.

પ્રિયંકાને ક્રિકેટ કરતાં ફૂટબોલ વધૂ પસંદ છે

પ્રિયંકાને ક્રિકેટનો શોખ ખરો? એવા સવાલનાં જવાબમાં રૈનાએ જણાવ્ચું કે, તેને ક્રિકેટ કરતાં ફૂટબોલ વધૂ પસંદ છે. પ્રિયંકા ફૂટબોલ ખેલાડી મેસ્સી અને વેન પેરસીની ચાહક છે. તે મને પ્રેમ કરે છે એટલા માટે નહીં કે હું ક્રિકેટર છું. એમ રૈનાએ ઉમેર્યું હતું.

દિલ્હીમાં લગ્ન પહેલાં યોજાઈ સુરેશ રૈનાની Bachelors party, મિત્રોએ શેર કરી તસવીરો


નવી દિલ્હીઃ આજે દિલ્હીમાં ક્રિકેટર સુરેશ રૈના તેની બાળપણની મિત્ર પ્રિયંકા સાથે લગ્ન કરશે. લગ્ન પહેલા દિલ્હીમાં જ બેચલર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું. આ પાર્ટીમાં સુરેશ રૈનાના નજીકના લોકો અને મિત્રો હાજર રહ્યા હતા. રૈનાના મિત્રોએ સોશ્યલ મીડિયા પર પાર્ટીની તસવીરો શેર કરી છે. બોલીવુડના જાણીતા ગાયક બોહેમિયા પણ આ પાર્ટીમાં હાજર રહ્યા હતા. પાર્ટી દિલ્હીના જનપથ સ્થિત લુટિયન્સ કોકટેલ હાઉસમાં યોજાઈ હતી. 

પાર્ટીમાં ગાયક બોહેમિયા અને અખિલ સચદેવા દ્વારા એક નાનું પરફોર્મન્સ પણ આપવામાં આવ્યું હતું. ગાજિયાબાદમાં સગાઇ બાદ રૈના દિલ્હી માટે રવાના થઈ ગયા હતા. જ્યાં મોડી રાત્રે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું. 

રૈનાના લગ્ન આજે દિલ્હીના ચાણક્યપુરી સ્થિત હોટલ ધ લીલા પેલેસમાં થશે. રૈના દિલ્હીમાં લગ્નની ખરીદી પણ કરી રહ્યા છે. લગ્ન માટે 300થી વધુ વીઆઇપીને આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીઅને ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન અખિલેશ યાદવ, ભારતીય ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સમેત સમગ્ર ટીમને આમંત્રણ આપવામાં આવ્યું છે. સાથે જ સચિન તેંડુલકર, સુનીલ ગાવાસ્કર, નવજોત સિંહ સિદ્ધૂ, કપિલ દેવ, રવિ શાસ્ત્રી, સૌરભ ગાંગુલી જેવા ટીમ ઇન્ડિયાના પૂર્વ સ્ટારને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. 

જમ્મુ-કાશ્મીરમાં પૂરઃ કેન્દ્ર સરકારે મોકલી ટીમ, આઠ લોકોનાં મોત, જેલમે ભયજનક સપાટી વટાવી


શ્રીનગર: જમ્મુ -કાશ્મીરમાં ગત વર્ષે સપ્ટેમ્બરમાં આવેલા ભયાનક પૂરની અસરમાંથી બહાર નહોતું આવ્યુ કે ત્યાં ફરી વરસાદના કારણે પૂર આવ્યું છે. ઘાટીની ઘણા વિસ્તારોમાં ભૂસ્ખલન પણ થયું છે. છેલ્લા કેટલાક દિવસથી અહીં વરસાદના કારણે જેલમ નદી ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. શ્રીનગરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાયું છે. સોમવારે વરસાદ ઓછો થયો છતાં તમામ વિસ્તારોમાં વીજ પૂરવઠો પુનઃસ્થાપિત નથી થઈ શક્યો. પોલીસના જણાવ્યા પ્રમાણે, બડગામ જિલ્લાના લેડિન ગામમાં ત્રણ મકાનો ડૂબી ગયા છે. જેમાં આઠ લોકો માર્યાં ગયાં હોવાનાં તથા 13 લોકો તણાયા હોવાના અહેવાલ છે. 
આઠ લોકોનાં મોત, 13 લાપતા 

દરમિયાન પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, બડગામ જિલ્લાના ચદૂરા વિસ્તારમાં ત્રણ મકાનો ડૂબી ગયા છે. જેમાં આઠ લોકોના મોત થયા છે, જ્યારે 13 લોકો તણાઈ ગયા છે. એનડીઆરએફની ચાર ટૂકડીઓને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. એક પ્લેન ભરીને સામાન અને બે ટુકડીઓ પંજાબના ભટિંડાથી રવાના થઈ છે. 
રાજ્ય સરકારે કમર કસી

રાજ્યની વિધાનસભામાં નાયબ મુખ્યપ્રધાન નિર્મલસિંહે કહ્યું હતું કે, સ્થિતિ પર સરકારની ચાંપતી નજર છે. કાંઠાના વિસ્તારોમાં રેતીની બોરીઓ મુકીને પાણીના પ્રવાહને અટકાવવા પ્રયાસ થઈ રહ્યો છે. રાજ્યના શિક્ષણ પ્રધાન નઈમ અખ્તરના કહેવા પ્રમાણે, "રાજ્ય સરકારે જેલમ નદીમાં પાણીના સ્તરના વધારાને પૂર જાહેર કર્યું છે. સંગમ અને રામ મુન્શી બાગમાં જળસ્તર જોખમના નિશાનથી ઉપર વહી રહ્યું છે. ગત વર્ષના પૂરમાંથી અમે શીખ્યા છીએ. પૂર પર નિયંત્રણ તથા મેનેજમેન્ટ માટેની વ્યવસ્થાને સક્રિય કરી દેવામાં આવી છે. હોડીઓને તૈયાર રાખવામાં આવી છે. કાંઠાળ વિસ્તારમાં રહેતા લોકોને સાવચેત રહેવા કહેવાયું છે. જરૂર પડ્યે તેમને ઊંચાણવાળા વિસ્તારોમાં ખસી જવા, કહેવાયું છે.
રાજ્યના મુખ્યપ્રધાન મુફ્તી સઈદે જાત મુલાકાત લઈને સ્થિતિની સમીક્ષા કરી હતી. સઈદે આશા વ્યક્ત કરી હતી કે સોમવારે વરસાદ નહીં પડે અને સ્થિતિ સુધરશે. 
કેન્દ્ર સરકારે ટુકડી મોકલી

દરમિયાન જમ્મુ અને કાશ્મીરની સ્થિતિનું મુલ્યાંકન કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યકક્ષાના લઘુમતી બાબતોના પ્રધાન મુખ્તાર અબ્બાસ નક્વીના નેતૃત્વમાં એક કેન્દ્રીય ટુકડીને મોકલી છે. મોદી ખુદ આ સ્થિતિનું મોનિટરિંગ કરી રહ્યાં છે. આ ટુકડી તેનો અહેવાલ કેન્દ્ર સરકારને સોંપશે. 
NDRFએ ટૂકડી મોકલી

દરમિયાન આધુનિક સાધનોનથી સજ્જ એનડીઆરએફ (નેશનલ ડિઝાસ્ટર રિલિફ ફોર્સના)ની બે ટૂકડીઓને કાશ્મીર માટે રવાના કરવામાં આવી છે. ડાયરેક્ટર જનરલ ઓપી સિંહના કહેવા પ્રમાણે, છેલ્લા કેટલાક સમયથી વરસાદ બંધ છે. જે સારી બાબત છે. લોકોએ ડરવાની જરૂર નથી. 
એલર્ટ જાહેર, સ્કૂલ કોલેજની પરીક્ષાઓ રદ્દ

એક સરકારી પ્રવક્તાએ જણાવ્યું છે કે ઘાટીમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સીએમ મુફ્તી મહોમ્મદ સઈદ રવિવારે રાત્રે શ્રીનગર પહોંચી ગયા છે. સોમવાર તથા મંગળવારે થનારી સ્કૂલ કોલેજની પરીક્ષાઓ રદ્દ કરવામાં આવી છે. આગામી 48 કલાક સુધી જોખમ રહેશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે. 
મોસમ વિભાગે વ્યક્ત કર્યો ભૂસ્ખલનનો ભય 

મોસમ વિભાગે જાણકારી આપી છે કે પૂરના કારણે તો બહુ ખતરો નથી પણ ભૂસ્ખલનને ધ્યાનમાં રાખતા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સીએમ સઈદે સેનાને મદદની અપીલ કરી છે. સેનાએ ગત વર્ષે પણ પૂરના રાહત કાર્યોમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. શ્રીનગર અને પુલવામામાં નદીકિનારે વસતા લોકોને સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવ્યા છે. શોપિયા અને કુલગામમાં પણ ભારે વરસાદને કારણે અમુક પુલ વહી ગયા છે. શનિવારથી વરસાદ ચાલુ છે આથી અમુક નદીઓનું જળસ્તર ભયજનક સપાટીને વટાવી ગયું છે. અધિકારીઓએ જણાવ્યું કે એનડીઆરએફના 200 જવાનો શ્રીનગર પહોંચી જશે જેથી લોકોને મદદ કરી શકાય. ઘાટીના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે. અને ઘણા મકાનો ક્ષતિગ્રસ્ત થયા છે.
ભૂસ્ખલનના કારણે શ્રીનગર-જમ્મુના રાષ્ટ્રીય રાજમાર્ગને બંધ કરવામાં આવ્યો છે.   
પ્રતિક્રિયાઓ
*વડાપ્રધાને અમને સૂચના આપી છે કે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવી અને થયેલા નુકશાનનું નિરીક્ષણ કરવું.વડાપ્રધાને આ સ્થિતિ પર ચિંતા પ્રગટ કરી છે અને તેઓ જાતે સ્થિતિ પર નજર રાખી રહ્યાં છે. કેન્દ્ર સરકાર શક્ય તમામ સહાય કરશે. – મુખ્તાર અબ્બાસ નક્વી, પ્રધાન, કેન્દ્ર સરકાર
*ગત સપ્ટેમ્બરમાં થયેલા અનુભવનો ઉપયોગ વર્તમાન ઘટનાક્રમ માટે કરવો જોઈએ. આશા રાખું અને પ્રાર્થના કરું કે સપ્ટેમ્બરમાં જે થયું તે ફરી નહીં થાય. જે અધિકારીઓએ એ સમયે પૂરની સ્થિતિનો સામનો કર્યો હતો. તેમને જ ફરી તહેનાત કરવા જોઈએ. સંદેશા વ્યવહાર તથા અન્ય સેવાઓ ન ખોરાવાઈ તેવી આશા રાખું છું. – ઓમર અબ્દુલ્લાહ, પૂર્વ મુખ્યપ્રધાન, જમ્મુ અને કાશ્મીર 

World Cup Final : ન્યૂઝીલેન્ડનું સપનું રોળાયું, ઓસ્ટ્રેલિયા પાંચમી વખત વર્લ્ડ ચેમ્પિયન



મેલબોર્ન : બોલરોના શાનદાર પ્રદર્શન બાદ માઇકલ ક્લાર્ક અને સ્ટિવન સ્મિથની અડધી સદીની મદદથી ઓસ્ટ્રેલિયાએ આઈસીસી વર્લ્ડકપની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે સાત વિકેટે વિજય મેળવ્યો હતો. આ જીત સાથે ઓસ્ટ્રેલિયા પાંચમી વખત વર્લ્ડ ચેમ્પિયન બનવા સફળ રહ્યું છે.  બીજી તરફ ફાઇનલમાં પરાજય તરફ પ્રથમ વખત વર્લ્ડ ચેમ્પિયન બનવાનું ન્યૂઝીલેન્ડનું સપનું રોળાઈ ગયું છે.  પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડ 45 ઓવરમાં 183 રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું.  જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 33.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો.

ઓસ્ટ્રેલિયા પાંચમી વખત વર્લ્ડ ચેમ્પિયન
વર્ષ - ફાઇનલમાં કોને હરાવ્યું
1987 - ઇંગ્લેન્ડ
1999 - પાકિસ્તાન
2003 - ભારત
2007 - શ્રીલંકા
2015 - ન્યૂઝીલેન્ડ
જીતના હિરો
મિચેલ જોન્સન
જેમ્સ ફોકનર
મિચેલ સ્ટાર્ક
માઇકલ ક્લાર્ક
સ્ટિવન સ્મિથ
મિચલ સ્ટાર્ક મેન ઓફ ધ સિરીઝ
વર્લ્ડકપ-2015માં 22 વિકેટ ઝડપનાર ઓસ્ટ્રેલિયાના મિચેલ સ્ટાર્કને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે ફાઇનલમાં 3 વિકેટ ઝડપનાર ફોકનરને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
અંતિમ વન-ડેમાં માઇકલ ક્લાર્કની અડધી સદી
ઓસ્ટ્રેલિયાના કેપ્ટન માઈકલ ક્લાર્કે તેની અંતિમ વન-ડેમાં શાનદાર પ્રદર્શન કરતા 72 બોલમાં 74 રન ફટકાર્યા હતા.  જેમાં 10 ફોર અને એક સિક્સર ફટકારી હતી.  ક્લાર્કે 56 બોલમાં 5 ફોર અને 1 સિક્સર સાથે 50 રન પુરા કર્યા હતા. ક્લાર્કની આ અંતિમ વન-ડેમાં હતી.
ન્યૂઝીલેન્ડ 183 રનમાં ઓલ આઉટ
બોલરોના તરખાટ સામે ન્યૂઝીલેન્ડના બેટ્સમેનોએ  ઘૂંટણિયા ટેકવી દેતા વર્લ્ડકપની ફાઇનલમાં 45 ઓવરમાં 183 રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું, ન્યૂઝીલેન્ડ તરફથી ઇલિઓટે લડાયક બેટિંગ કરતા 82 બોલમાં 83 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ જોન્સન અને જેમ્સ ફોકનરે 3-3 વિકેટ ઝડપી હતી. જ્યારે મિચેલ સ્ટાર્કે 2 વિકેટ ઝડપી હતી.
ઇલિઓટની અડધી સદી
ઇલિઓટે શાનદાર ફોર્મ જારી રાખતા ફાઇનલમાં અડધી સદી ફટકારી હતી. ઇલિઓટે 51 બોલમાં 3 ફોર અને 1 સિક્સર સાથે 50 રન પુરા કર્યા હતા.
બન્ને ઓપનર્સ આઉટ
માર્ટિન ગુપ્ટિલ 15 રન બનાવી મેક્સવેલની ઓવરમાં બોલ્ડ થયો હતો. આ પહેલા બ્રેન્ડન મેક્કુલમ ફાઈનલમાં ફ્લોપ જતા ખાતું ખોલાયા વિના આઉટ થયો હતો. ન્યૂઝીલેન્ડે 33 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી.
ન્યૂઝીલેન્ડે ટોસ જીત્યો, પ્રથમ બેટિંગ કરવાનો કર્યો નિર્ણય
આઈસીસી વર્લ્ડકપ-2015ની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ન્યૂઝીલેન્ડના કેપ્ટન બ્રેન્ડન મેક્કુલમે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. બન્નેએ વિનિંગ ટીમ જાળવી રાખી હતી.
બન્ને ટીમ આ પ્રકારે છે
ઓસ્ટ્રેલિયા - એરોન ફિન્ચ, ડેવિડ વોર્નર, સ્ટિવન સ્મિથ, માઇકલ ક્લાર્ક, શેન વોટ્સન, ગ્લેન મેક્સવેલ, જેમ્સ ફોકનર, બ્રેડ હેડિન, મિચેલ જોન્સન, મિચેલ સ્ટાર્ક, જોશ હેઝલવુડ.
ન્યૂઝીલેન્ડ - માર્ટિન ગુપ્ટિલ, બ્રેન્ડન મેક્કુલમ, કેન વિલિયમસન, રોસ ટેલર, ઇલિઓટ, કોરી એન્ડરસન, લ્યૂક રોન્ચી, ડેનિયલ વિટ્ટોરી, હેનરી, ટીમ સાઉથી, ટ્રેન્ટ બોલ્ટ.

લી કુઆન યૂની અંતિમ યાત્રામાં હાજર રહેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિંગાપોર પહોંચ્યા


સિંગાપોરઃ સિંગાપોરના ફાઉન્ડર અને પ્રથમ પ્રિમિયર લી કુઆન યૂની અંતિમ યાત્રામાં હાજર રહેવા માટે વડાપ્રધાનનરેન્દ્ર મોદી રવિવાર સવારે સિંગાપોર પહોંચ્યા છે. 
આ પહેલા લીને લઈને પોતાના શોક સંદેશમાં મોદીએ કહ્યું કે ' લિ દુરદર્શી રાજનેતા અને નેતાઓમાં સિંહ જેવા હતાં. લિનું જીવન દરેકને કિંમતી પાઠ શિખવે છે. તેમના મૃત્યુના સમાચાર દુઃખદ છે. ' સિંગાપોરમાં આયોજીત એક કાર્યક્રમમાં મોદીએ લીને પોતાના સમયના 'ટોલેસ્ટ લિડર્સ'માંના એક ગણાવ્યા હતાં. સિંગાપોરના પ્રથમ વડાપ્રધાન લી કુઆન યૂને સન્માન આપવા માટે ભારતે 29 માર્ચે રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. 
ઉલ્લેખનીય છે કે 23 માર્ચે 91 વર્ષના લીનું ન્યૂમોનિયાને કારણે મૃત્યુ નિપજ્યું હતું. મોદી ઉપરાંત વિશ્વનેતાઓ પણ લિના અંતિમ સંસ્કાર દરમિયાન હાજર રહે એવું માનવામાં આવી રહ્યું છે. જેમા અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન, દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ પાર્ક ગ્યૂન હે, ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન ટોની એબ્બોટ, ઈન્ડોનેશિયાના વડાપ્રધાન જોકો વિદોદો અને મેલેશિયાના કિંગ અબ્દુલ હલિમ શાહનો સમાવેશ થાય છે. 

વિશ્વનેતાઓ સાથે મુલાકાત 

આ દરમિયાન મોદીએ સિંગાપોરમાં વિશ્વ નેતાઓ સાથે બેઠક પણ કરી હતી. સિંગાપોરના નાયબ વડાપ્રધાન થર્મન શાનમુગરથનમને મળીને મોદીએ લીની વિચારધારાને આગળ વધારવા માટે બન્ને રાષ્ટ્રોને વધુ નજીક આવવાની વાત કરી હતી. વડાપ્રધાને જણાવ્યું હતું કે લી દ્વારા અમલમાં લવાયેલા પબ્લિક હાઉસિંગ અને સ્વચ્છતા  એ ભારત માટે મોડલરૂપ છે. તો આ દરમિયાન સિંગાપોરના રાજનેતા ગોહ ચોક ટોન્ગે વડાપ્રધાનનો આભાર વ્યક્ત કરતા ભારતના વલણને આવકાર્યું હતું. મોદી ઈઝરાયેલના રાષ્ટ્રપતિ રેયુવેન રિવલિનને પણ મળ્યા હતાં. આ મુલાકાત દરમિયાન બન્ને નેતાએ દ્વીપક્ષી સહકાર આગળ ધપાવવાની નેમ વ્યક્ત કરી હતી. 

આપની રાષ્ટ્રીય પરિષદમાંથી યાદવ-ભૂષણની હકાલપટ્ટી, કાર્યકરોએ લગાવ્યા 'કેજરીવાલ હાય હાય'ના નારા



નવી દિલ્હીઆમ આદમી પાર્ટીની રાષ્ટ્રીય સમિતિની બેઠકમાં બાદ યોગેન્દ્ર યાદવ અને પ્રશાંત ભૂષણ સહિત આનંદ કુમાર અને અજિત જ્હાને રાષ્ટ્રીય પરિષદમાંથી હાંકી કઢાયા છે. તેમજ ગોપાલરાયને અધ્યક્ષ બનાવવાની જાહેરાત કેજરીવાલે કરી હતી.
લોકશાહીની હત્યા થઈ છે: યોગેન્દ્ર યાદવ 
યોગેન્દ્ર યાદવે બહાર આવીને મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, ' આ આખી બેઠક પહેલેથી સ્ક્રિપ્ટેડ હતી. કેજરીવાલ અને તેમના ધારાસભ્યો હંગામો કરવા માંગતા હતા. આજે લોકશાહીની હત્યા થઈ છે. ધક્કામુક્કી કરવામાં આવી, હંગામો કરવામાં આવ્યો, બોગસ મતદાન કરવામાં આવ્યું. બીજુ કંઈ નથી થયું. આ બેઠક જાણે એક મજાક છે.' 
અમને સાંભળવામાં આવ્યા નથી: પ્રશાંત ભૂષણ
પ્રશાંત ભૂષણે આ બેઠકને ષડયંત્ર ગણાવ્યું છે. તેમણે કહ્યું કે અંદર ગુંડાઓને લાવવામાં આવ્યા હતા. જે લોકોને મારતા હતા. કોઈ વાતચીત કે ચર્ચા વિના જ તમામ નિર્ણય લઈ લેવામાં આવ્યા. અમે જ્યારે કંઈ પણ બોલવા ગયા ત્યારે નારાઓ લગાવીને હલ્લો કરવા લાગ્યા. અમને સાંભળવામાં આવ્યા નથી.  
આશુતોષે કર્યુ ટ્વિટ 
આશુતોષે ટ્વિટર પર પ્રતિક્રિયા આપા ટ્વિટ કર્યુ છે કે, યોગેન્દ્ર યાદવ અને પ્રશાંત ભૂષણે આમ ડ્રામા ન કરવો જોઈએ. તેઓ પાર્ટીની હાર ઈચ્છતા હતા અને પાર્ટીને તોડવા માંગતા હતા માટે તેમને બહાર કાઢવામાં આવ્યા છે. 
કેજરીવાલના સંબોધન સુધી ચાલી બેઠક 
આ પહેલા રાષ્ટ્રીય સમિતિની બેઠકને સંબોધતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે યોગેન્દ્ર અને પ્રશાંત ભૂષણ પર નિશાન સાધ્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ કેજરીવાલે કહ્યું હતું કે 'મારાથી યોગેન્દ્ર અને પ્રશાંત જેવા લોકો સાથે કામ નહીં થઈ શકે. હવે તમે લોકો કહો કે આગળ શું કરી શકાય.'  
સંબોધન બાદ 200 સભ્યો પાસેથી તત્કાળ ઠરાવ પસાર કરાવવામાં આવ્યો. દરેક નિર્ણય કોઈ પણ મતદાન વિના જ લઈ લેવામાં આવ્યો હોવાનો આરોપ યોગેન્દ્ર યાદવ અને પ્રશાંત ભૂષણે લગાવ્યો છે.  અને માહોલ ઉગ્ર બની ગયો. સંબોધન બાદ કેજરીવાલ ત્યાંથી નીકળી ગયા. વિધાનસભા જવાને બદલે સીધા પોતાના નિવાસ્થાને પહોંચ્યા.  
શુક્રવારે સાંજે બહાર આવેલા સ્ટિંગ બાદ આ મીટિંગ થઈ હતી. આ સ્ટિંગમાં અરવિંદ કેજરીવાલ ઉમેશ કુમાર નામના કાર્યકર્તા સાથે વાતચીત કરતા આનંદ કુમાર, અજીત ઝા, યોગેન્દ્ર યાદવ અને પ્રશાંત ભૂષણ જેવા નેતાઓ માટે અપશબ્દો બોલે છે.  
બેઠક પહેલા યોગેન્દ્ર બેઠા ધરણા પર 
આપની રાષ્ટ્રીય સમિતિની બેઠક પહેલા યોગેન્દ્ર યાદવ તમામ કાર્યકરોને અંદર પ્રવેશ આપવામાં આવે તે મુદ્દાને લઈને ધરણા પર બેસી ગયા હતા. એડમાઈરલ રામદાસ સહિત અન્ય સભ્યોને આ મીટિંગ માંથી બહાર રખાતા તેઓ નારાજ થયા હતા અને તેમણે પણ અંદર જવાની ના પાડી દીધી હતી. જોકે, થોડા સમય બાદ તેઓ અંદર ગયા હતા.
અરૂણ જેટલી એ કહ્યું, 'આવા રાજકારણની મને આવી અપેક્ષા નહોતી'
નાણા પ્રધાન અરૂણ જેટલીએ આ મુદ્દે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, 'આ રીતના રાજકારણની મને અપેક્ષા નહોતી, જ્યાં નેતાઓ એક બીજાની વાતોનું ટેપિંગ કરે અને સ્ટિંગ કરે. જનતાએ એક વિશ્વાસ સાથે તેમને બહુમત આપ્યો છે. આ અવસરને રાજકિય અનુભવના અભાવને કારણે ગુમાવવી ન જોઈએ.' 
સમર્થકોની ભીડે કર્યો યોગેન્દ્ર-પ્રશાંતનો વિરોધ

જ્યાં આ મીટિંગના સ્થળની બહાર આપના સમર્થકોએ યોગેન્દ્ર અને પ્રશઆંતને સંબોધીને 'ગદ્દાર' અને 'મુર્દાબાદ'ના નારા લગાવ્યા હતા. સાથે જ ભીડને કારણે ધક્કામુક્કી થઈ. યોગેન્દ્ર યાદવના પહોંચતા જ લોકોએ તેમના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યો હતો.
ધારસભ્યો પણ મીટિંગમાં ભાગ લેવા પહોંચ્યા, રામદાસને દૂર રખાયા 

ભગવંત માન, અલ્કા લાંબા સહિત અન્ય ધારાસભ્યો પણ આ મીટિંગમાં ભાગ લેવા આવી પહોંચ્યા હતા. યોગેન્દ્ર યાદવ પહોંચતા ઘટસ્ફોટ કર્યો હતો કે એડમિરલ એલ રામદાસ, લોકપાલને આ બેઠકમાંથી બહાર રહેવા કહેવાયું છે. તેમને જનરલ સેક્રેટરી તરફથી એસએમએસ દ્વારા આ કહેવામાં આવ્યુ હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.

વર્લ્ડકપ: ઓસ્ટ્રેલિયન મીડિયાના નિશાના પર ધોનીની 65 રનની ઇનિંગ, બોલિંગની પણ ઉડી મજાક



સિડની: વર્લ્ડકપની સેમિ ફાઇનલમાં ભારતીય ટીમ સામે ઓસ્ટ્રેલિયા 95 રનથી જીત્યા બાદ ઓસ્ટ્રેલિયન મીડિયા ભારતની મજાક ઉડાવી રહ્યું છે. ઓસ્ટ્રેલિયાના અખબાર સિડની મોર્નિંગ હેરાલ્ડમાં છપાયેલા અહેવાલમાં ધોનીની 65 રનની ઇનિંગ તેમજ ભારતીય ટીમની બોલિંગની મજાક ઉડાવવામાં આવી છે.
સ્મિથની પ્રશંસા, ભારતના બોલરોની મજાક
સિડની મોર્નિંગ હેરાલ્ડના એક અહેવાલમાં ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન સ્ટીવન સ્મિથની પ્રશંસા કરતા લખવામાં આવ્યુ છે કે સ્મિથની સદી, આ એવુ વાક્ય છે જે ભારત જતા સમયે ધોનીના કાનમાં ગૂંજતુ રહેશે. સ્મિથે આ સીઝનમાં ભારત વિરૂદ્ધ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 921 રન બનાવ્યા છે. એટલુ જ નહી, અખબારમાં ભારતીય ફાસ્ટ બોલર ઉમેશ યાદવના બાઉન્સર અને શમીની શોટ પિચ બોલિંગની મજાક પણ ઉડાવવામાં આવી છે. અખબાર અનુસાર બન્ને બોલરોએ જ્યારે પણ આવી બોલ નાખી સ્મિથે તેનો જડબાતોડ જવાબ આપ્યો. અખબારે સ્મિથના હવાલાથી લખ્યુ છે, ‘ મને શરૂમાં જ આસાન બોલ મળી, જેમાં શોર્ટ બોલ પણ હતા જે વાસ્તવમાં શોર્ટ નહતા અને મે તેની પર બાઉન્ડ્રી ફટકારી.’
ધોનીની મજાક
ધોનીએ સેમિ ફાઇનલમાં 65 રનની ઇનિંગ રમી પરંતુ સિડની મોર્નિંગ હેરાલ્ડે પોતાના અહેવાલમાં ધોનીની ઇનિંગને અજીબ ગણાવી, અખબારે લખ્યુ, ‘ ધોનીએ રહસ્યમય રીતે પોતાની આક્રમક રમત અંતમાં બતાવી, જ્યારે જીત ઘણી દૂર જઇ ચુકી હતી.’
ભારતીય દર્શકોની હાજરી અને અનુષ્કા પર પણ ટિપ્પણી કરતાં સિડની મોર્નિંગ હેરાલ્ડમાં લખ્યુ છે, ‘સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં મોટી સંખ્યામાં દર્શકો બેઠા હતા. મોટી સ્ક્રિન પર વિરાટની ગર્લફ્રેન્ડ અનુષ્કા શર્માની તસવીર દેખાતા જ દર્શકોએ બૂમો પાડી, કુલ મળીને માહોલ સિડનીના મૂર પાર્કનો જ નહીં પરંતુ મુંબઇ જેવો જ થઇ ગયો હતો.’
ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેન્ડ બેસ્ટ ટીમ
સિડની મોર્નિંગ હેરાલ્ડમાં છપાયેલ લેખમાં મેલ્કમ નોક્સે લખ્યુ, આ વર્લ્ડકપની બે સર્વશ્રેષ્ઠ ટીમ ફાઇનલમાં પહોચી છે જેમની પાસે ઊંડાઇ હતી. ડી વિલિયર્સ, ક્રિસ ગેઇલ, રોહિત શર્મા, વહાબ રિયાઝ, શિખર ધવન, સરફરાઝ અહેમદ, મહમદુલ્લાહે વ્યક્તિગત સ્તરે સારૂ પ્રદર્શન બતાવ્યું અને ચાલ્યા ગયા.

Live Ind v Aus : ઓસ્ટ્રેલિયાને ચોથો ફટકો, એરોન ફિન્ચ 81 રન બનાવી યાદવનો શિકાર બન્યો


સિડની  : આઈસીસી વર્લ્ડકપની બીજી સેમિ ફાઇનલમાં ભારત સામે ઓસ્ટ્રેલિયાએ 40 ઓવરમાં 4 વિકેટે 239 રન બનાવી લીધા છે.  માઇકલ ક્લાર્ક અને વોટ્સન રમતમાં છે.
સ્મિથની સદી
સ્ટિવન સ્મિથે શાનદાર ફોર્મ જારી રાખતા વર્લ્ડકપમાં પ્રથમ સદી ફટકારી છે. સ્મિથે 89 બોલમાં 10 ફોર અને 2 સિક્સર સાથે 100 રન પુરા કર્યા હતા.આ પહેલા. સ્મિથે 53 બોલમાં 6 ફોર સાથે 50 રન પુરા કર્યા હતા. સ્મિથ 105 રન બનાવી આઉટ થયો હતો.
વોર્નર સસ્તામાં આઉટ
ડેન્જરસ બેટ્સમેન ડેવિડ વોર્નર સસ્તામાં આઉટ થયો હતો. વોર્નર 12 રન બનાવી ઉમેશ યાદવનો શિકાર બન્યો હતો. ઓસ્ટ્રેલિયાની પ્રથમ વિકેટ 15 રને પડી હતી.
ભારતીય ટીમને સચિનનો સંદેશ
માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે ટીમ ઇન્ડિયાને શુભકામના સંદેશ આપ્યો છે. ટીમ ઇન્ડિયાને સલાહ આપતા સચિને કહ્યું હતું કે, ‘‘મને ખબર છે કે ઓસ્ટ્રેલિયા તરફથી ઘણી સ્લેજિંગ થશે પણ વિશ્વાસ છે કે આપણી ટીમના ખેલા઼ડીઓ ઉપર તેની કોઈ અસર પડશે નહી. આપણા ખેલાડીઓએ શોટ બોલથી ડરવાની જરૂર નથી.  આજના મુકાબલામાં ટીમ ઇન્ડિયાના ખેલાડીઓએ આક્રમકતા કાબૂમાં રાખવી પડશે.’’
સિડની મેદાનમાં ટોસનો રેકોર્ડ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડનીમાં આ 15મી મેચ રમાઈ રહી છે. જેમાં ઓસ્ટ્રેલિયા 10 વખત અને ભારત પાંચ વખત ટોસ જીતવા સફળ રહ્યું છે. ઓસ્ટ્રેલિયાએ 10માંથી સાતમી વખત બેટિંગ પસંદ કરી છે. ભારતે પાંચમાંથી બે વખત બેટિંગ પસંદ કરી છે. ભારત  માટે ખાસ વાત એ રહી છે ભારત એકમાત્ર મેચ જીત્યું છે તે ફાઇનલ મેચ અને અને તેમાં પણ ભારતે ટોસ ગુમાવ્યો હતો અને મેચ જીતી હતી.
ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય 
આઈસીસી વર્લ્ડકપની બીજી સેમિ ફાઇનલમાં ભારત સામે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન માઈકલ ક્લાર્કે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.  બન્ને ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી. વિનિંગ ટીમ જાળવી રાખવામાં આવી છે.ભારત અને ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપમાં પહેલી વાર સેમિફાઇનલમાં સામ-સામે છે. ઓસ્ટ્રેલિયા અગાઉ ક્યારેય સેમિફાઇનલ હાર્યું નથી પરંતુ ભારત સાથે ટકરાયું પણ નથી. 
બન્ને ટીમ આ પ્રકારે છે 
ભારત: શિખર ધવન, રોહિત શર્મા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, સુરેશ રૈના, મહેન્દ્રસિંહ ધોની (કેપ્ટન), રવીન્દ્ર જાડેજા, આર. અશ્વિન, મોહિત શર્મા, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ

ઓસ્ટ્રેલિયા: ડેવિડ વોર્નર, એરોન ફિન્ચ, સ્ટીવન સ્મિથ, માઇકલ ક્લાર્ક (કેપ્ટન), શેન વોટસન, ગ્લેન મેક્સવેલ, બ્રેડ હેડ્ડિન (વિકેટ કીપર), જેમ્સ ફોકનર, મિચેલ જ્હોન્સન, મિશેલ સ્ટાર્ક, જોસ હેઝલવુડ 

બોલિંગ એટેક:ઈન્ડિયાના સ્પિન એટેકથી ઓસ્ટ્રેલિયા ડર્યું, રૈનાએ કર્યો સર્વનો સામનો



સિડની: જેમ જેમ બીજી સેમિફાઈનલ નજીક આવી રહી છે એમ  ઓસ્ટ્રેલિયાની દહેશત પણ સામે આવી રહી છે. યજમાન ટીમનો ગુરૂવારે ભારત સામે મુકાબલો છે. ઓસ્ટ્રેલિયાના સ્ટુઅર્ટ ક્લાર્કે સોમવારે કહ્યું કે બન્ને ટીમોમાં માત્ર એક જ અંતર છે અને એ છે અશ્વિન.

- ટીમ ઈન્ડિયાના સ્પિન એટેકથી ઓસ્ટ્રેલિયા ડર્યું
- ગુરુવારે ભારત સામે મુકાબલો

પૂર્વ ક્રિકેટર હોવાને લીધે ક્લાર્કના આ નિવેદનને સામાન્ય માની શકાયું હોત, પરંતુ એવું નથી. ખરેખર, સેમિફાઈનલ મુકાબલો સિડનીમાં થવાનો છે જ્યાં સ્પિન મુખ્ય હથિયાર સાબિત થાય છે. ક્વાર્ટર ફાઈનલમાં દક્ષિણ આફ્રિકાના સ્પિનરોએ સાત વિકેટ ઝડપીને શ્રીલંકાને રિટર્ન ટિકિટ પકડાવી દીધી હતી. એવામાં ભારતના ત્રણ સ્પિનર અશ્વિન, રવીન્દ્ર જાડેજા અને સુરેશ રૈના સ્પિન ટ્રેક પર બેહદ અસરકારક થઈ શકે છે.

સ્ટુઅર્ટ ક્લાર્કે કહ્યું કે ધોનીની ટીમે છેલ્લા એક મહિનામાં પોતાના દેખાવમાં આશ્ચર્યજનક સુધારો કર્યો છે. મને લાગે છે કે સેમિફાઈનલમાં ભારતનું પલડું ભારે છે કેમકે તેની પાસે રવીચંદ્રન અશ્વિન છે.તે વિશ્વસ્તરિય બોલર છે અને ઓસ્ટ્રેલિયા પાસે વિશ્વસ્તરિય સ્પિનર નથી. ક્લાર્કે કહ્યું કે એવું બની શકે કે ઓસ્ટ્રેલિયા ટીમમાં એક સ્પિનર સમાવી શકે. પરંતુ આપણે સ્વિકારવું પડશે કે અમારી પાસે વન-ડેનો સારો સ્પિનર નથી. એ પહેલા ગ્લેન મેક્સવેલ, જોશ હેઝલવૂડ, જેમ્સ ફોકનરના નિવેદનોમાં પણ ભારતીય સ્પિન એટેક અંગેનો ભય વ્યક્ત થતો જોવાયો હતો.

..તો ભારત પહોંચશે વર્લ્ડકપની ફાઇનલમાં, કઈ ટીમ ટકરાય તો ભારતને થાય ફાયદો


સિડની : વર્લ્ડકપ -2015માં ભારતીય ટીમ શાનદાર પ્રદર્શન કરી રહી છે.  ધોનીની આગેવાનીમાં ભારતીય ટીમે અત્યાર સુધીની તમામ મેચ જીતી સેમિ ફાઇનલમાં પહોચી ગઇ છે.  એક તરફ ભારતનો શાનદાર દેખાવ છે અને બીજી તરફ સોશ્યલ મીડિયા પર મેસેજ વાયરલ થઇ રહ્યો છે કે આ વખતે પણ ભારત ચેમ્પિયન બનશે.
ભારત સતત બીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બનાવીથી ફક્ત બે પગલાં દૂર છે. ભારત 26 માર્ચના રોજ સેમિ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે.  આ મેચમાં ભારત વિજેતા બને તેવી એક્સપર્ટ અને પૂર્વ ક્રિકેટરો મત વ્યક્ત કરી રહ્યા છે. જો આ મેચમાં ભારત વિજય મેળવશે તો  ભારત ફાઇનલમાં પહોંચે તો તેની સામે દક્ષિણ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે સેમિ ફાઇનલની વિજેતા ટીમ ટકરાશે.

World Cup 2015: ફાઈનલમાં ઈન્ડિયા કે ઓસ્ટ્રેલિયા જ ફેવરિટ


સેમિફાઈનલ લાઈનઅપ તો નક્કી થઈ ગઈ. હવે એક જ ઉત્સુકતા છે કે ફાઈનલ કોની વચ્ચે રમાશે અને કપનું દાવેદાર કોણ? જેવું બને છે, દાવા તો ચારેય ટીમો કરી રહી છે. પરંતુ જો ફોર્મ, ફિટનેસ, રેકોર્ડ અને પરિસ્થિતિઓને આધાર બનાવીએ તો ભારત વિ. ઓસ્ટ્રેલિયાની વિજેતા ટીમ જ કપની ફેવરિટ છે.

LIVE NZvs WI : વેસ્ટ ઇન્ડીઝને આઠમો ફટકો, આન્દ્રે રસેલ 20 રન બનાવી આઉટ

વેલિંગ્ટન : આઈસીસી વર્લ્ડકપની ચોથી ક્વાર્ટર ફાઇનલમાં ન્યૂઝીલેન્ડે આપેલા 394 રનના પડકાર સામે વેસ્ટ ઇન્ડીઝે 26 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 217 રન બનાવી લીધા છે. 
ગેઈલ સિવાય વિન્ડીઝના બીજા બેટ્સમેનો ફેલ
ક્રિસ ગેઈલ સિવાય વેસ્ટ ઇન્ડીઝના બીજા બેટ્સમેનો ફેલ રહ્યા હતા. ગેઈલે 33 બોલ 2 ફોર અને 8 સિક્સર સાથે 61 રન બનાવ્યા હતા. આ સિવાય ચાર્લ્સ 3, ,સિમોન્સ 12, રામદિન 00 અને સેમ્યુઅલ્સ 27 રન બનાવી આઉટ થયા હતા.
 વેસ્ટ ઇન્ડીઝને 394 રનનો વિશાળ પડકાર
માર્ટિન ગુપ્ટિલના 163 બોલમાં અણનમ 237, રોસ ટેલરના 42 અને ઇલિયોટના 11 બોલમાં આક્રમક 27 રનની મદદથી ન્યૂઝીલેન્ડે આઈસીસી વર્લ્ડકપની ચોથી ક્વાર્ટર ફાઇનલમાં વેસ્ટ ઇન્ડીઝ સામે 50 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 393 રન બનાવી લીધા છે.  ન્યૂઝીલેન્ડે અંતિમ 5 ઓવરમાં 84 રન ફટકારી દીધા હતા. વેસ્ટ ઇન્ડીઝ તરફથી જેરોમ ટેલરે 3 અને આન્દ્રે રસેલે 2 વિકેટ ઝડપી હતી. 
વર્લ્ડકપમાં બીજી બેવડી સદી
માર્ટિન ગુપ્ટિલે વર્લ્ડકપમાં બીજી બેવડી સદી ફટકારી છે. આ પહેલા ક્રિસ ગેઈલે ઝિમ્બાબ્વે સામે 215 રન ફટકારી વર્લ્ડકપમાં પ્રથમ બેવડી સદી ફટકારી હતી. ગુપ્ટિલે  152 બોલમાં 21 ફોર અને 8 સિક્સર સાથે 200 રન પુરા કર્યા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી બેવડી સદી ફટકારનાર પ્રથમ પ્લેયર બન્યો છે.  આ પહેલા 111 બોલમાં 12 ફોર સાથે 100 રન પુરા કર્યા હતા
વન-ડેમાં બેવડી સદી
ખેલાડીનું નામ  - રન - વર્ષ
રોહિત શર્મા  - 264 રન , 2014
માર્ટિન ગુપ્ટિલ - 237 રન - 2015
વિરેન્દ્ર સેહવાગ - 219 રન , 2011
ક્રિસ ગેઈલ  - 215 રન , 2015
રોહિત શર્મા  - 209 રન , 2013
સચિન તેન્ડુલકર - 200 રન . 2010
મેક્કુલમ સસ્તામાં આઉટ
વર્લ્ડકપમાં શાનદાર ફોર્મમાં રહેલો બ્રેન્ડન મેક્કુલમ સસ્તામાં આઉટ થયો હતો. 12 રન બનાવી ટેલરનો શિકાર બન્યો હતો. વિલિયમસન પણ ખાસ વધારે રન બનાવી શક્યો ન હતો અને 33 રન બનાવી આઉટ થયો હતો.
બન્ને ટીમ આ પ્રકારે છે
ન્યૂઝીલેન્ડના કેપ્ટન બ્રેન્ડન મેક્કુલમે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
ન્યૂઝીલેન્ડ - માર્ટિન ગુપ્ટિલ, બ્રેન્ડન મેક્કુલમ, કેન વિલિયમસન, રોસ ટેલર, ઇલિયટ, કોરી એન્ડરસન, બોલ્ટ, લ્યૂક રોન્ચી, ડેનિયલ વિટોરી, મિલ્ને, ટીમ સાઉથી.
વેસ્ટ ઇન્ડીઝ - ક્રિસ ગેઈલ, જોનાથન ચાર્લ્સ, લેન્ડલ સિમોન્સ, મર્લોન સેમ્યુઅલ્સ, દિનેશ રામદિન, જોનાથન કાર્ટર, ડેરન સેમ્મી, આન્દ્રે રસેલ, જેસોન હોલ્ડર, જેરોમ ટેલર, સુલેમાન બેન.

NH10 ફિલ્મ જોઈ રોમાંટિક થયો કોહલી, બોલ્યો - મારી લવ અનુષ્કાનું શાનદાર કામ


મેલબોર્ન : વર્લ્ડકપમાં બાંગ્લાદેશ સામે ક્વાર્ટર ફાઇનલની તૈયારી કરી રહેલ ભારતીય ટીમના વાઇસ કેપ્ટન વિરાટકોહલીએ મંગળવારે સમય કાઢી ફિલ્મ NH10 જોઈ હતી. આ ફિલ્મમાં વિરાટની ગર્લફ્રેન્ડ અનુષ્કા શર્મા લીડ રોલ કરી રહી છે. ફિલ્મની પ્રશંસા કરતા વિરાટે ટ્વીટ કર્યું હતું કે, ‘‘અત્યારે એચએન 10 ફિલ્મ જોઈ અને મારા હોશ ઉડી ગયા. શું શાનદાર ફિલ્મ છે અને ખાસ કરીને મારી લવ અનુષ્કાએ શાનદાર કામ કર્યું છે. મને ગર્વ છે.’’
વિરાટ કોહલી છેલ્લા ઘણા સમયથી અનુષ્કા સાથે પોતાના સંબંધ જાહેરમાં સ્વિકારતો રહ્યો છે પણ આવું પ્રથમ વખત બન્યું છે કે, વિરાટ કોહલીએ જાહેર મંચથી અનુષ્કા માટે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે.  વર્લ્ડકપમાં પણ કોહલી અને અનુષ્કાના સંબંધો ચર્ચાને સ્થાને છે. અનુષ્કા સાથેના સંબંધને લઈને કોહલીએ એક પત્રકારને ગાળો પણ આપી હતી.

મારી ફેશન સેન્સ એ ભગવાનની અમૂલ્ય ભેટ, મારામાં છે રંગો સાથે રમવાની કળાઃ મોદીના મનની વાત


નવી દિલ્હી. નરેન્દ્ર મોદી પર પ્રકાશિત થયેલી નવા પુસ્તકમાં 2014ની લોકસભા ચૂંટણીનો જીતનો યશ સંપૂર્ણપણે પોતે લીધો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કહે છે કે પ્રચારની ઝૂંબેશમાં તેમણે ‘પાર્ટી નહીં પરંતુ વિશ્વાસપાત્ર નામ’ અંગેની બૂમરાણ મચાવતી જનતાને સાંભળી હતી અને લોકો ‘ફક્ત મોદીને એક આશા’ તરીકે નિહાળ્યા હતા. બ્રિટીશ લેખક લાન્સ પ્રાઇસ કે જેમણે ‘ધી મોદી ઇફેક્ટઃ ઇનસિડ નરેન્દ્ર મોદીઝ કેંપેન ટુ ટ્રાન્સફોર્મ ઇન્ડિયા’ લખ્યું છે. લોકસભા ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ મોદીના સત્તાવાર નિવાસસ્થાને કલાકોની મુલાકાતો બાદ લેખકે આ પુસ્તક તૈયાર કર્યું છે. લેખક લાન્સ પ્રાઇસ પુસ્તકમાં મોદી બ્રાન્ડ વિશે અલાયદું ચેપ્ટર પણ લખ્યું છે જેમાં મોદીનું સોશિયલ મીડિયામાં પ્રભુત્વ વિશે વાત કરી છે. આ મોદી બ્રાન્ડ ચેપ્ટરમાં લેખકે ભારતના ઈતિહાસમાં ચૂંટણી દરમિયાન અગાઉ ક્યારેય ઉપયોગ ન કરાઈ હોય તેવી ટેક્નોલોજીનો ઉપયોગ મોદીના પ્રચાર માટે કરવામાં આવ્યો હતો તેની વિગતે વાત રજૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, લેખકે પુસ્તકમાં નોધ્યું છે કે, મોદી પોતાની ફેશન સેન્સને ભગવાન તરફથી બક્ષેલી ભેટ માને છે.

માનહાનિના કેસમાં કેજરીવાલ ગેરહાજર, બપોરે 2 વાગ્યા સુધીમાં હાજર થવાનો હુકમ


નવી દિલ્હીઃ નવી દિલ્હીઃ બેંગલુરુ ઇલાજ કરવ્યા બાદ દિલ્હી પરત આવેલા મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ, નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદીયા અને આપના નેતા યોગેન્દ્ર યાદવને માનહાનિના એક કેસમાં મંગળવારે કોર્ટમાં હાજર થવાનું હતું પરંતુ દિલ્હીના મુખ્યપ્રધાન કેજરીવાલ હાજર ન રહેતા કોર્ટે તેની ગંભીર નોધ લીધી છે અને માનહાનિના કેસમાં આજે બપોરે 2 વાગ્યા પહેલા હાજર થવાનો હુકમ કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હીની મેટ્રોપોલીટન કોર્ટના મેજિસ્ટ્રેટ મુનીશ ગર્ગે ત્રણેય નેતાઓને મંગળવારે હાજર થવાનું કહ્યું હતું. બીજી બાજુ આમ આદમી પાર્ટી (આપ)ના નેતા પ્રશાંત ભૂષણે કહ્યું છે કે તેઓ દિલ્હીના મુખ્યપ્રધાનને મળીને વિવાદ ખતમ કરવા માગે છે. પ્રશાંતે કહ્યું કે અરવિંદ બેંગલુરુથી પરત ફરતા તેમની સાથે મુલાકાત કરશે. ચાલુ મહિનાના પ્રારંભે આપની રાષ્ટ્રીય કાર્યકારિણીએ પ્રશાંત ભૂષણ અને યોગેન્દ્ર યાદવને પોલિટીકલ અફેર્સ કમિટી (પીએસી)માંથી બહાર કાઢી મુક્યા હતા

WC: ફરી ભારત - પાકિસ્તાન ટકરાઇ શકે છે, સેમી ફાઇનલમાં બની રહ્યું છે સમીકરણ


મેલબોર્નક્રિકેટ વર્લ્ડકપમાં ગ્રુપ મેચો પુરી થઇ ગઇ છે. 18થી 21 માર્ચ સુધી ક્વાર્ટર ફાઇનલ રમાશે. વર્લ્ડકપ 2011ની જેમ ફરી એક વખત સેમી ફાઇનલમાં ભારત અને પાકિસ્તાન ટકરાઇ શકે છે. સમીકરણ પર નજર કરવામાં આવે તો પ્રથમ સેમી ફાઇનલ મુકાબલો ન્યૂઝિલેન્ડ VS વેસ્ટ ઇન્ડિઝ અને શ્રીલંકા VS દક્ષિણ આફ્રિકાની વિજેતા ટીમ વચ્ચે રમાશે. ત્યાં જ બીજો મુકાબલો ઓસ્ટ્રેલિયા VS પાકિસ્તાન અને બાંગ્લાદેશ VS ભારતની વિજેતા ટીમો વચ્ચે રમાશે.

અ'વાદઃ શરાબની મહેફિલ માણતા 8 વિદેશી સહિત 12 યુવક-યુવતીઓ ઝડપાયા


અમદાવાદઃ આનંદનગર રિદ્ધિ ટાવરમાંથી મોડીરાત્રે દારૂની મહેફિલ માણતા 12 જેટલા યુવક-યુવતીઓને પોલીસ ઝડપી પાડ્યા છે, જેમાંથી 8 વિદેશી છે. પોલીસે તમામની અટકાયત કરીને ત્રણ ઈંગ્લીશ દારૂની બોટલ અને ત્રણ બિયરના ટીન અને 6 મોબાઈલ જપ્ત કર્યા છે. આનંદનગર પોલીસ સ્ટેશન લવાયેલા આરોપીઓમાંથી 1 એનઆરઆઈની તબિયત લથડતા તેને સારવાર માટે 108 મારફતે હોસ્પિટલ ખસેડાયો છે. 

ગાંધીકથાએ લીધા અંતિમ શ્વાસ: મહાત્માના મહાદેવના પુત્ર નારાયણ દેસાઈનું નિધન, બપોરે અંતિમ સંસ્કાર


સુરતઃ જાણીતા ગાંધી કથાકાર અને ગાંધીજીના પર્સનલ સેક્રેટરી મહાદેવ દેસાઈના પુત્ર એવા નારાયણ દેસાઈનું નિધન થયું છે. તાપીના વેડછીમાં આવેલા સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલયમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. બપોરે બે કલાકે અહીંથી જ તેમની અંતિમ યાત્રા નીકળશે જે બાદ વાલ્મીકિ નદીના તટ પર તેમના અંતિમ સંસ્કાર કરાશે. સામાજિક કાર્યકરો તથા ગાંધીવાદીઓ સહિત રાજ્યના મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલે અને રાજ્યપાલે દુઃખની લાગણી વ્યક્ત કરી છે.

અમદાવાદના જ્વેલર્સ પર ફાયરિંગ, વિશાલ ગોસ્વામીએ માંગી'તી રૂ.25 લાખની ખંડણી


અમદાવાદ : સીજી રોડ સ્વસ્તિક ચાર રસ્તા પાસે  જ્વેલર્સ પિતા-પુત્ર પર થયેલા ફાયરિંગ કેસમાં હિતેશ ઝવેરી કેસમાં વોન્ટેડ વિશાલ ગોસ્વામીનું નામ બહાર આવ્યું છે. પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે વિશાલ ગોસ્વામીએ  જ્વલર્સને ફોન કરીને 25 લાખની ખંડણી માંગી હતી. જે ન મળતા પિતા-પુત્ર પર ફાયરિંગ કરાયું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં 9 MMની રિવોલ્વરની દહેશત ફેલાવા માટે આ ફાયરિંગ કરાયું છે. કારણ કે  જ્વેલર્સની દુકાનથી ઘર સુધી રેકી કરાઈ હતી. તેથી જો આરોપીઓનો ઈરાદો જ્વેલર્સને મારવાનો જ હોત તો તેઓ રસ્તામાં પણ તેમની પર ફાયરિંગ કરી શક્યા હોત. ઘટનામાં વિશાલ ગોસ્વામીનું નામ ખુલતા જ રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર પોલીસની એક-એક ટીમ તપાસ માટે દોડાવાઈ હતી, જોકે કઈ મળ્યું ન હતુ.

જે સપનું ભારત માટે જોયું એ જ પડોશીઓ માટે પણ જોઉં છું: શ્રીલંકાની સંસદને મોદીનું સંબોધન


કોલંબોઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવાર વહેલી સવારે હિંદ મહાસાગરના ત્રણ દેશોના પ્રવાસના અંતિમ પડાવ સમા શ્રીલંકા પહોંચ્યા છે. મોદી સ્પેશિયલ એર ઈન્ડિયા પ્લેન દ્વારા મોરેશિયસના પોર્ટ લુઈસથી 'ઓવર નાઈટ જર્ની' કરીને વહેલી સવારે 5.25 A.M વાગ્યે કોલંબોના બંદારાનાયકે ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યા હતા. જ્યાં શ્રીલંકાના વડાપ્રધાન રાનિલ વિક્રમાસિંઘે તેમને આવકારવા હાજર રહ્યાં હતાં. કોલંબોમાં પ્રેસિડેન્ટઝ સેક્રેટેરીયેટ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. જેમાં 'સારે જહાં સે અચ્છા, હિંદોસ્તા હમારા'ની ધૂન વગાડવામાં આવી હતી. પ્રેસિડેન્ટઝ સેક્રેટેરીયટ ખાતે ડેલિગેશન લેવલની વાતચીત યોજાઈ હતી. જેમા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ મેથ્રીપાલ સિરીસેના અને પ્રતિનિધી મંડળ હાજર રહ્યું હતું. બેઠક દરમિયાન 4 કરારો અંગેના એજેન્ડા પર ચર્ચા હાથ ધરાઈ હતી. મોદીએ સિરીસેના સાથે વન-ટુ-વન વાતચીત પણ કરી હતી.  મોદીને કોલંબોમાં સેરેમોનીયલ રિસેપ્શન અપાયું હતું. જોઈન્ટ સ્ટેટમેન્ટ દરમિયાન નવી દિલ્હીથી કોલંબો માટેની એરઈન્ડિયાની ડાયરેક્ટ ફ્લાઈટની જાહેરાત પણ મોદીએ કરી હતી. બાદમાં વડાપ્રધાને કોલંબોમાં આવેલી મહાબૌદ્ધી સોસાયટીની પણ મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે બૌદ્ધ ભિખ્ખુને દાન પણ આપ્યું હતું. મોદીએ અહીં ઝાડનો છોડ પણ વાવ્યો હતો. શ્રીલંકામાં પ્રથમ દિવસ દરમિયાન વડાપ્રધાન મોદીએ શ્રીલંકન વડાપ્રધાન રાનિલ વિક્રમાસિંઘેને સાથે પણ બેઠક કરી હતી. મોદીએ શ્રીલંકન સંસદને પણ સંબોધન કર્યું હતું. મોદીએ કોલંબો ખાતે આવેલા ભારતીય શાંતિ સૈન્યના સ્મારકને શ્રદ્ધાંજલિ પણ પાઠવી હતી. મોદીએ 
સાયલોન ચેમ્બર ઓફ કોમર્સમાં બિઝનેસ મિટમાં ભાગ લીધો હતો. જેમાં શ્રીલંકાના ઉદ્યોગપતિઓ હાજર રહ્યાં હતાં. 

27 વર્ષ પહેલાં શ્રીલંકા ગયેલા રાજીવ ગાંધી પર હુમલો કરનાર સૈનિકે મોદીને પણ આપી ચેતવણી


કોલંબોઃ 27 વર્ષ પહેલા ભારતના તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધી પર કોલંબોમાં હુમલો કરનાર શ્રીલંકન સૈનિક વિજિથા રોહને વિજેમુનીએ ચેતવણી આપી છે કે, મોદીએ શ્રીલંકાના સ્થાનિક મામલે દખલ આપવાથી દૂર રહેવું જોઈએ. રાજીવ ગાંધીના પ્રવાસ બાદ મોદી શ્રીલંકા આવનાર પ્રથમ વડાપ્રધાન છે. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ 2008માં અહીં આવ્યા હતા પરંતુ તેમનો પ્રવાસ માત્ર સાર્ક સમિટને ધ્યાનમાં રાખીને હતો, ન કે દ્વિપક્ષીય સંબંધો અંતર્ગત.

વિશ્વમાં કોઈ ચાંદને મામા કહે છે? ભારતીયો બ્રહ્માંડને કુટુંબ સમજે છેઃ મોરેશિયસમાં મોદી


પોર્ટ લુઈસઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોર્ટ લુઈસમાં ગાંધીજીની પ્રતિમાને ફૂલાંજલિ અર્પણ કરી હતી. મહાત્મા ગાંધી ઈન્સ્ટીટ્યુટ ખાતે વડાપ્રધાન મોદીને 'સિવિક રિસેપ્શન' પણ આપવામાં આવ્યું હતું. જ્યાં હાજર રહેલી ભારતીય મૂળની મેદનીએ 'મોદી-મોદી'ની બૂમો પણ પાડી હતી. લોકોના અભિવાદનને ઝીલતા મોદીએ આભાર વ્યક્ત કર્યો હતો અને ભારતીય સંસ્કૃતિનું મહિમાગાન કર્યું હતું. 
ભારતીય સંસ્કૃતિનું મહિમાગાન 

હાજર રહેલા ભારતીય મૂળના લોકોને ભાઈઓ અને બહેનો તરીકે સંબોધતા મોદીએ મોરેશિયસ અને ભારત વચ્ચેના સાંસ્કૃતિક સેતુને યાદ કર્યો હતો. મોદીએ કહ્યું હતું કે દુનિયામાં કોઈને ચાંદને મામા કહેતા સાંભળ્યા છે? પણ ભારતીયો ચાંદને મામા કહે છે. આપણે ભારતીયો બ્રહ્માંડને આપણું કુટુંબ સમજીએ છીએ. મોદીએ એવું પણ કહ્યું કે પૃથ્વી અમારી માતા છે, એવું આપણને બાળપણથી શિખાડવામાં આવે છે. અન્ય કોઈ સંસ્કૃતિમાં આવું શિખવાડવામાં આવતું નથી. આ આપણા સંસ્કાર છે. 

મોરેશિયસને 500 મિલિયન ડોલરની લોન 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2015ની પ્રથમ વિદેશ યાત્રામાં સેશલ્સ મુલાકાત પુરી કરી બુધવારે મોરેશિયસ પહોંચ્યા હતા. જ્યાં તેમનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. મોરેશિયસ પ્રવાસ દરમિયાન વડાપ્રધાને  રાષ્ટ્રપતિ રાજેકેશ્વર પર્યાગ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન ભારત દ્વારા મોરેશિયસને 500 મિલિયિન ડોલરની લોન આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. ગુરૂવારે યોજાનારી મોરેશિયસના નેશનલ ડેની ઉજવણીમાં મોદી મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યાં હતાં. મોદીએ મોરેશિયસમાં આવેલા ગંગા તળાવમાં પૂજા પણ કરી હતી.  મોદીએ મોરેશિયસની રાષ્ટ્રીય સંસદને પણ સંબોધન કર્યુ હતું. સાથે જ સાઈબર સિટી બનાવામાં ભારતની મદદનું પણ આશ્વાસન આપ્યું હતું. 

નેવલ વસેલની ભેંટ 

મોદીએ ભારતમાં નિર્મિત નેવલ પેટ્રોલ વસેલ Barracuda મોરેશિયસને ભેંટ આપી હતી. મોદીએ આ વસેલને હિંદ મહાસાગરમાં શાંતિ અને સલામતી માટેના ભારતની પ્રતિબદ્ધતાનું પ્રતિક ગણાવી હતી. મોદીએ મોરેશિયસ મુલાકાતના અંતિમ દિવસે ભારતથી આવીને અહીં 2 સદી પહેલા વસી ગયેલા અપ્રવાસી ભારતીયોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. 

આ ઉપરાંત બન્ને રાષ્ટ્રોએ ‘ડબલ ટેક્સ ટ્રીટી’ને રિવાઈઝ્ડ કરવા પણ સમજૂતી દર્શાવી છે. આ સમજૂતીને કારણે ‘ડબલ ટેક્સ ટ્રીટી’નો ગેરફાયદો ઉઠાવતા લોકો પર ગાળિયો કસી શકાશે. ભારત દ્વારા અપાયેલી લોન મોરેશિયસમાં મહત્વની માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં ખર્ચાશે.
બાપુની દાંડીકૂચના દિવસે મોરેશિયસનો ‘રાષ્ટ્રીય દિન’
મોરેશિયસમાં દર વર્ષે મહાત્મા ગાંધીના સન્માનમાં 12 માર્ચે રાષ્ટ્રીય દિન ઉજવાય છે. આ દિવસે મહાત્મા ગાંધીએ દાંડીકૂચ શરૂ કરી હતી. જોકે કમનસીબી એ છે કે, આ દિવસે ભારતમાં ખાસ આયોજન કરાતું નથી.
મોરેશિયસ પર ફીદા

મોદી મોરેશિયસ પર ફીદા થઈ ગયા છે. તેમણે ક્લાઈમેટ ચેન્જ અને 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કરવા માટે યુએનમાં સમર્થન પર મોરેશિયસની ખૂબ પ્રશંસા કરી હતી. મોદીએ મહાત્મા ગાંધીના સન્માનમાં રાષ્ટ્રીય દિવસ પર કહ્યું કે, આ બંને દેશો વચ્ચેનો ભાવનાત્મક સંબંધ છે.
મોરેશિયસ નેશનલ એસેમ્બલીમાં મોદીના સંબોધનના મુખ્ય અંશો

- નેશનલ એસેમ્બલીમાં સંબોધન કરવાનો મોકો મળે તે ખાસ અનુભવ હોય છે, પણ મોરેશિયસની એસેમ્બલીમાં સંબોધન કરવું ખાસ છે કારણ કે આપણા દેશો વચ્ચે ઇતિહાસ અને સંસ્કૃતિનો સમૃદ્ધ વારસો છે.
- મોરેશિયસ ખાસ ફ્રેન્ડ અને પાર્ટનર છે.
- આજના દિવસે સ્વતંત્રતાની ઉજવણીની સાથે આઝાદી મેળવવા માટે કરેલા સંઘર્ષ અને બદિલાનોને પણ યાદ કરવા જોઇએ.
- આજનો દિવસ ભારત માટે પણ ખાસ છે. આજના જ દિવસે વર્ષ 1930માં મહાત્મા ગાંધીએ દાંડી કૂચનો પ્રારંભ કર્યો હતો. તમારો રાષ્ટ્રીય દિવસ મહાત્મા ગાંધીને સન્માને છે.
- આઝાદી મેળવ્યા પછી ઘણા દેશો માર્ગ ભટકી જતાં હોય છે, પરંતુ મોરેશિયસ આઝાદી પછી વધુ ને વધુ ઉન્નતિના માર્ગે આગળ વધી રહ્યો છે
- મોરેશિયસ લોકશાહીની દીવાદાંડી સમાન છે
- વર્ષ 2003માં વડાપ્રધાન વાજપેયીએ મોરેશિયસને પહેલું સાઇબર સિટી તૈયાર કરવા માટે મદદ કરી હતી
- ભારત મોરેશિયસને બીજું સાઇબર સિટી તૈયાર કરવામાં મદદ કરશે.
- આજે સવારે હું ગંગા તળાવ ગયો હતો. ત્યારે મને વારાણસીના ગંગા ઘાટની યાદ આવી.
- બંને દેશો ઇકોનોમિક પ્રોગ્રેસમાં પાર્ટનર છે
- ઇન્ડિયન ઓશનમાં સિક્યોરિટી માટે ભારત મોરેશિયસને મદદ કરશે
- ભારત મોરેશિયસને હિન્દ મહાસાગર દેશોના લીડર તરીકે તથા ભારતને આફ્રિકા સાથે જોડતા સેતુ તરીકે જુએ છે
- બંને દેશોમાં ગત વર્ષે ચૂંટણી થઇ ને બંને દેશોની ચૂંટણીમાં સમાનતા એ હતી કે, બંને દેશોમાં એક જ પાર્ટીને બહુમત મળ્યો. તેથી પણ વધુ ખાસ વાત એ છે કે, બંને દેશોની સંસદમાં મને મેડમ સ્પીકર કહી શકું છું.
- હું તમને ખાત્રી આપું છું કે, મોરેશિયસના દરેક પ્રયત્નોમાં ભારત તમારી પડખે જ છે, તથા તમારી સફળતામાં અમે ખુશ થઇશું.
- તમારા બેન્કિંગ સેક્ટરમાં ટેક્સેશનને લગતી સમસ્યાને દૂર કરવા અમે મદદ કરવા તૈયાર છીએ
- પેટ્રોલિયમ સ્ટોરેજ ફેસિલિટી અહીંયા બનાવીશું
- અમારા ઝંડાનું બ્લૂ ચક્ર બ્લૂ રિવોલ્યુશન દર્શાવે છે.
- અમે તમારી પાસેથી મરિન ઇકોલોજી અંગે નવી વાતો શીખી શકીશું.
- બંને દેશો ભેગા થઇને ક્લાઇમેટ ચેન્જની સમસ્યાને હળ કરશે.
- સિક્યોરિટી પાર્ટનરશિપ બંને દેશોના સંબંધોના મજબૂત પાયો છે.
- તમારા દેશ સાથેની મિત્રતાથી ભારત ધન્ય છે અને હું હંમેશાથી કહેતો આવ્યો છું કે, વિશ્વમાં જો કોઇ દેશ ભારત પર સાચા દિલથી હક કરી શકે તો તે મોરેશિયસ છે.

 પાઇલટે ખોલ્યું રહસ્ય : સોલાર પ્લેને અમદાવાદના આકાશમાં 40 મિનિટ સુધી લગાવ્યા 16 ચક્કર, કેમ? 

 

અમદાવાદઃ ઇંધણ વગર સૌર ઊર્જાથી ઊડતા સોલર ઇમ્પલ્સ - 2 વિમાનનું મંગળવારે રાતે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આગમન થયું હતું. બોઈંગ 747 વિમાન કરતા પણ વધુ લાંબી પાંખો ધરાવતા આ સિંગલ સીટના વિમાનને એરપોર્ટ ખાતે મૂકવા માટે એરપોર્ટ ઓથોરિટી દ્વારા સુરક્ષાને ધ્યાનમાં રાખી ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. વધુમાં આ સોલર વિમાનને શાળાના વિદ્યાર્થીઓ ઉપરાંત શહેરીજનો પણ જોઈ શકે તે માટે પણ એરપોર્ટ ખાતે અલાયદી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. 

બર્ટ્રાન્ડ પીકાર્ડ અને એન્ડ્રે બોર્શબર્ગ સંબોધી પ્રેસ કોન્ફરન્સ
સોલાર પ્લેન લઈને વિશ્વભ્રમણે નીકળેલા બર્ટ્રાન્ડ પીકાર્ડ અને એન્ડ્રે બોર્શબર્ગ સવારે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. તેમણે કહ્યું હતુ કે ગુજરાતમાં સોલાર એનર્જીનું ભવિષ્ય બહુ ઉજળુ છે.અમે વાતાવરણના લાંબા અભ્યાસ બાદ અમદાવાદની પસંદગી કરી છે. આ સંદર્ભે અમે ગુજરાતમાં આવીને નરેન્દ્ર મોદી પણ મળ્યા હતા. 21 સદી ચેલેન્જની સદી છે, વિશ્વ સામે ઘણા પડકારો છે. ત્યારે ગ્રીન ટેક્નોલોજીની મદદથી આપણે ક્લાઈમેટ ચેન્જને રોકી શકીએ છે.  
અમે આટલો લાંબો પ્રવાસ ખેડ્યો છે ત્યારે આ પ્રવાસ સમયે પણ અમને તનાવમુક્ત રહીએ છે તે માટે યોગગુરુ સંજીવ ભનોતનું માર્ગદર્શન આભારી છે.અમદાવાદમાં રોકાણ દરમિયાન અમે શાળા-કોલેજો અને ઓફિસોમાં જઈને ગ્રીન ટેક્નોલોજી અંગે ચર્ચા વિચારણ કરીને માર્ગદર્શન આપીશું.અમને નરેન્દ્ર મોદીને મળવાની ઈચ્છા હતી જોકે, તેઓ અત્યારે ગુજરાતમાં નથી.  
ખરાબ વાતાવરણને પગલે લગાવવા પડ્યા 40 મિનિટ ચક્કર
ઇંઘણ વગર સૌર ઉર્જાથી ઊડતું ઇમ્પલ્સ-2 વિમાનનું મંગળવારે રાત્રે 11.40 કલાકે અમદાવાદમાં ઊતર્યું હતું. તે પહેલાં 10.50 કલાકે અમદાવાદના આકાશમાં 
જોવા મળ્યું હતું. વિમાને 40 મિનિટ સુધી 16 ચક્કર લગાવ્યાં હતાં.આ અંગે અંગે વાત કરતા તેઓએ જણાવ્યું હતુ કે, તે સમયે વાતાવરણ થોડુ બગડ્યું હતુ અને બંને તરફથી પવનના કારણે પ્લેન થોડું ફંટાયું હતુ. જેને કંટ્રોલમાં લેવામાં ખુબ મહેનત કરવી પડી હતી.

PM મોદીની 2015ની પહેલી વિદેશ યાત્રા આજથી : ત્રણ દેશો, પાંચ દિવસ, બે સંસદો, બોધિવૃક્ષની મુલાકાત


નવી દિલ્હી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રણ દેશો જે ટાપુઓ છે તેની પાંચ દિવસના પ્રવાસે મંગળવારે રવાના થઈ ગયા છે. આ ત્રણ દેશો છે સેશેલ્સ, મોરેશિયસ અને શ્રીલંકા. પ્રવાસના અંતિમ બે દિવસો ૧૩-૧૪ માર્ચના રોજ મોદી શ્રીલંકાની મુલાકાત લેવાના છે. ભારતીય વિદેશ મંત્રાલયના અધિકારીએ સોમવારે જણાવ્યું હતું કે, ભારત દ્વારા ભારતના માછીમારો જેને શ્રીલંકા દ્વારા વારંવાર પકડવામાં આવે છે તેમાં માનવતાભર્યું વલણ દાખવે તેવી રજૂઆત કરવામાં આવશે. ઉપરાંત શ્રીલંકાના પ્રધાનમંત્રી રાનિલ વિક્રમાસિંઘે દ્વારા ભારતના માછીમારો વિશે કરવામાં આવેલા ટિપ્પણી અંગે પણ મુદ્દો ઉઠાવવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રીનો કાર્યભાળ સંભાળ્યા પછી અત્યાર સુધીમાં ૯ દેશોનો પ્રવાસ કરી ચૂક્યા છે જેમાં યૂએસ અને ઓસ્ટ્રેલિયાનો પણ સમાવેશ થાય છે.

ભારત અને પાક. નું ભરચક ક્રિકેટ કેલેન્ડર : બે દેશો વચ્ચે 8 વર્ષમાં 12 ટેસ્ટ, 30 વન-ડે અને 11 ટી-20 રમાશે


નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાન વચ્ચે ડિસેમ્બર 2015માં ક્રિકેટ શ્રેણી રમાશે.પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ શહરયાર ખાને બીસીસીઆઇના સચિવ અનુરાગ ઠાકુર સાથે મુલાકાત કરી હતી. બન્ને બોર્ડ વચ્ચે થયેલ કરાર અનુસાર ભારત અને પાકિસ્તાન ડિસેમ્બર 2015થી 2023 સુધી આઠ વર્ષ દરમિયાન છ શ્રેણી રમશે. ખાને ગત અઠવાડિયે જણાવ્યું હતું કે  તે અધ્યક્ષ જગમોહન દાલમિયા સહિત બીસીસીઆઇના નવા પદાધિકારીઓને મળવા ભારત આવી રહ્યાં છે અને તેમનું ધ્યાન બન્ને દેશો વચ્ચે ક્રિકેટ સબંધોને ફરી શરૂ કરવા પર આપશે.

ઇતિહાસ રચવાની દિશામાં ઉડાન : વિશ્વનું પહેલું સોલર પ્લેન કાલે અમદાવાદ એરપોર્ટ પર લેન્ડિંગ કરશે


અમદાવાદઃ વિશ્વનું પહેલું સોલર પાવર્ડ પ્લેન સોલર ઈમ્પલ્સ-ટુ આવતીકાલે (મંગળવારે) અમદાવાદ પહોંચશે. આજે (સોમવારે) સવારે અબુધાબીથી રવાના થયેલું આ પ્લેન કોઈપણ પ્રકારનું બળતણ વાપર્યાં વિના આખાં વિશ્વમાં પરિભ્રમણ કરશે અને એ રીતે ઈતિહાસ રચશે. ભારતમાં આ પ્લેન બે જ સ્થળે રોકાણ કરવાનું છે, એક અમદાવાદ અને વારાણસી. આ પ્લેન મંગળવારે રાત્રે અમદાવાદ આવશે અને પછી 11, 12 તથા 13 માર્ચના રોજ અમદાવાદમાં જ રોકાણ કરશે. એ પછી આ પ્લેન વારાણસી જવા રવાના થશે.
અમદાવાદ એરપોર્ટના ડિરેક્ટર આર.કે. સિંહે જણાવ્યું હતું કે આ પ્લેન મંગળવારે રાત્રે અહીં આવે પછી ત્રણ દિવસ રોકાણ કરશે પણ આ રોકાણ દરમિયાન સલામતીના મામલે એરપોર્ટ ઓથોરિટી દ્વારા કોઈ સમાધાન નહીં કરાય. તેમણે ઉમેર્યું હતું કે આ વિમાનને સામાન્ય લોકો જોઈ શકશે કે નહીં તે અંગે નિર્ણય વિમાનની કંપની લેશે, પરંતુ અમારા માટે સલામતી મુખ્ય પ્રાયોરિટી છે.
સોલર ઈમ્પલ્સ સ્વિત્ઝરલેન્ડના સાહસિક આન્દ્રે બોર્શબર્ગના ભેજાની પેદાશ છે.આન્દ્રે તથા તેના સાથી બર્ટ્રાન્ડ પિકાર્ડે બનાવેલું આ સોલર પ્લેન આ પહેલાં પણ સફળ ઉડ્ડયન કરી ચૂક્યું છે. આ વખતે પણ તે સફળ થશે તો વિશ્વનો ઈતિહાસ બદલાઈ જશે. ભવિષ્યમાં આ વિમાનનું કોમર્શિયલ ઉત્પાદન શરૂ થશે તેવી શક્યતા જોવાઈ રહી છે. માત્ર સોલર ઉર્જાથી ચાલતા વિમાનોનું નવું ચલણ શરૂ થશે અને તેના કારણે પેટ્રોલિયમ પેદાશોના વપરાશમાં બહુ મોટો ઘટાડો થશે. એટલું જ નહીં પણ વિમાની પ્રવાસ વધારે સસ્તો પણ થઈ જશે.

મસરત આલમની મુક્તિ મુદ્દે સંસદના બંને ગૃહોમાં હોબાળો, PMO એ ગૃહ મંત્રાલય પાસેથી માંગ્યો અહેવાલ


નવી દિલ્હીઃ કેન્દ્રિય ગૃહ મંત્રાલયે જમ્મુ-કાશ્મીર સરકાર પાસે અલગતાવાદી નેતા મસરત આલમને છોડી મુકવા સામે અહેવાલ માંગ્યો છે. કેન્દ્ર સરકાર જાણવા માગે છે કે કઇ પરિસ્થિતિઓમાં મસરતને છોડવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર આ મુદ્દાને કેટલી ગંભીરતા લઇ રહ્યું છે તે વાતનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે રજાનો દિવસ હોવા છતાં પણ રવિવારે ગૃહમંત્રાલયમાં જમ્મુ કાશ્મીર વિભાગનું કામ કરતા અધિકારી-કર્મચારીઓ હાજર હતા. કહેવાય છે કે વડાપ્રધાન કાર્યાલય પણ મસરતની મુક્તિથી નાખુશ છે. આ મુદ્દા પર લોકસભામાં કેન્દ્રિય ગૃહપ્રધાન રાજનાથ સિંહ નિવેદન આપી શકે છે. મસરતને ઘાટીમાં પત્થરબાજી કરવાના આરોપસર 2010માં પકડી લેવામાં આવ્યો હતો, આ પત્થરબાજીમાં 100થી વધુ લોકોના મૃત્યુ થયા હતા.
મસરત આલમના મુદ્દે સંસદને ગજવતાં વિપક્ષો
નવી દિલ્હીઃ આજે લોકસભામાં જમ્મુ-કાશ્મીરમાં મુફ્તી સરકારે છોડી દીધેલ મસરત આલમના મુદ્દે વિપક્ષોએ કામકાજ ખોરવી નાખ્યું હતું અને ‘પીએમ જવા દો’ના નારાઓથી ગૃહને ગજવી મુક્યુ હતું. દરમિયાનમાં કેન્દ્રિય 
પ્રધાન વૈકેયા નાયડૂએ જણાવ્યું હતું કે આ મુદ્દો કોઇ પક્ષનો નથી સમગ્ર રાષ્ટ્રનો છે. જ્યારે નાણાપ્રધાન અરુણ જેટલીએ પોતાની પ્રતિક્રિયામાં જણાવ્યું હતું કે દેશની સલામતી સાથે કોઇ જ સમાધાન કરવામાં આવશે નહી.  

નાગાલેન્ડમાં હેવાનિયતનું નગ્ન તાંડવ : લોકોએ બળાત્કારના આરોપીને જેલમાંથી બહાર કાઢી મારી નાખ્યો


દીમાપુરઃ નાગાલેન્ડના દીમાપુરમાં હજારો લોકોની ભીડે બળાત્કારના એક આરોપીને જેલમાંથી કાઢીને મોતને ઘાટ ઉતારી દીધો છે. ભીડને કાબૂમાં કરવા માટે પોલીસે ફાયર પણ કર્યા, જેમાં આશરે 20 લોકોને ઇજા થઇ હતી. ગુરુવારે થયેલી આ ઘટનામાં ભીડે પોલીસની અનેક ગાડીઓને આગ ચાપી હતી. ઘટના બાદ દીમાપુરમાં હાલાત તણાવપૂર્ણ રહ્યા હતા. ભીડે જે આરોપીની હત્યા કરી હતી તે આસામનો રહેવાસી હતો. બળાત્કારની ઘટના બાદ અહીંના સ્થાનિક લોકોનો બીજા રાજ્યોમાંથી આવેલા લોકો સામેનો ગુસ્સો ઘણો વધી ગયો છે અને ગઇકાલે સરઘસ દરમિયાન બહારથી આવેલા વેપારીઓની આશરે 20 દુકાનોને પણ આગ ચાંપી હતી.
દરમિયાનમાં આ ઘટનાને વખોડતા નાગાલેન્ડના મુખ્યપ્રધાન ટીઆર ઝીલીંયાંગે પોતાના પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ કોઇ જાતિવાદનો મુદ્દો નથી. આ ગંભીર સુરક્ષા ક્ષતિ છે. જેમણે કાયદાને હાથમાં લીધો છે તેને વખોડું છુ અને અપરાધીઓને ઝડપી લેવાશે. 
હાલમાં મળતા સમાચાર અનુસાર કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે આ ઘટના અંગે ઝીલીગં સરકાર પાસે અહેવાલ માગ્યો છે. બીજી બાજુ અમુક અહેવાલ અનુસાર જેલ સત્તાવાળાઓએ ટોળાને જેલમાં જવા દીધુ જેથી તેઓ પોલીસ સ્ટેશનમાંથી લાવેલા આરોપીને ઓળખી શકે. ખાનને શોધ્યા બાદ ટોળાએ તેને બાંધી દીધો અને તેને વિરોધના સ્થળે ઢસડીને લાવ્યા હતા, અને તેની પર પત્થરમારો કર્યો હતો અને 7 કિમી સુધી મારતા મારતા લઇ ગયા હતા. 
ચાર રસ્તા પર લાવીને આરોપીને ફાંસી આપવાની યોજના હતી
ત્યાર બાદ આ ભીડ દીમાપુર સેન્ટ્રલ જેલની તરફ વધી અને જેલ પર હુંમલો કરીને ત્યાંથી આરોપીને બહાર ખેંચી લીધો. તેને સ્કુટર સાથે બાંધીને ખેંચવામાં આવ્યો અને ચાર રસ્તા પાસે લાવીને ખરાબ રીતે પીટવામાં આવ્યો. પોલીસે આરોપીને બચાવવાની કોશિશ જરૂર કરી પરંતુ ભીડ ઘણી વધારે હતી. જેમ તેમ કરીને આરોપીને હોસ્પિટલમાં લવાયો જ્યાં તેનું મોત થયું હતું. સૂત્રોના અનુસાર ભીડ આ આરોપીને ચાર રસ્તા પાસે ફાંસી આપવા માગતી હતી પરંતુ તેમ કરવામાં નિષ્ફળ રહી હતી. પોલીસ આ કિસ્સાની તપાસ કરી રહી છે અને તેને આશંકા છે કે જેલ પર ભીડના હુમલામાં કેટલાક બીજા કેદીઓ પણ નાસી ગયા હતા.

પ્લીઝ મિ. PM, ફિલ્મ તો જોઇ લો પહેલાં : બળાત્કારીને જીભ આપનાર ફિલ્મમેકરે આપી ગુજરાત મુલાકાતની દુહાઇ


નેશનલ ડેસ્ક: લેસ્લી ઉડવીને તેની ડોક્યુમેન્ટરી 'ઈન્ડીયાઝ ડોટર'ના પ્રસારણ પર ભારત સરકારે પ્રતિબંધ મૂક્યા બાદ  વડાપ્રધાન મોદીને આ મુદ્દે હસ્તક્ષેપ કરવા અપીલ કરી છે. આંતરારાષ્ટ્રીય મહિલા દિને આ ડોક્યુમેન્ટરીનું પ્રસારણ થવાનું હતું જેના ગૃહ મંત્રાલયે પ્રતિબંધ મૂકી દીધો. અને રાજનાથ સિંહે ફિલ્મ શૂટ કરવાની પરવાગી ક્યા સંજોગામાં આપવામાં આવી તેની તપાસ કરવા કહ્યું. આથી ઉડવિને વડાપ્રધાન મોદીને પોતાની ફિલ્મને આમ અવિનયી રીતે દબાવવાના પ્રસાય સામે પગલા લેવા અપીલ કરી છે.  આ ફિલ્મ બાબતે કાયદાકીય પગલાં લેવાની વાત બાદ તે ભારત છોડી લંડન જતી રહી હોવાના પણ સમાચાર છે.
ઉડવિન પહેલા પણ મળી ચૂકી છે પીએમને
વર્ષ 2011માં ગાંધીનગર ખાતે યોજાયેલા આંતરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા ઉડવિન ગુજરાત આવ્યા હતા. તેની ફિલ્મ વેસ્ટ ઈઝ વેસ્ટના કલાકારો સાથે ઉડવિન હાજર રહ્યા હતા. આ ફેસ્ટીવલનું ઉદઘાટન નરેન્દ્ર મોદીએ કર્યુ હતું. તે સમયે મોદી ગુજરાતના મુખ્યપ્રધાન પદે હતા. 
શું છે ઉડવિનની અપીલ 
બુધવારે ઉડવિને પોતાની અપીલમાં કહ્યું છે કે, ભારતે આ ફિલ્મનું સ્વાગત કરવું જોઈએ. તેને જોયા વગર એક ઝાટકે તેના વિરૂદ્ધ જુવાળ ઉભો કરીને તેને પ્રતિબંધિત કરવીએ સાચી રીત નથી. આ એક તક છે ભારત માટે દુનિયાને બતાવવા કે આ ઘૃણાસ્પજદ કૃત્ય બાદ દેશમાં કેવા બદલાવ આવ્યા છે. આ પગલું તદ્દન વિરોધી છે, જે ભારતને દુનિયાની નજરોમાં સંકુચિત ચિતરશે. જે કોઈ આ પગલા પાછળ જવાબદાર છે તે માત્ર એક વાર આ ફિલ્મ જોવે અને પછી તારણ કાઢે અને નિષ્કર્શ પર આવે. '
મારા બાળકો, ઘર મૂકીને આ ફિલ્મ બનાવી છે.- ઉડવિન 
લૈંગિક સમાનતા માટે આ ફિલ્મ મારો પ્રયાસ છે. આ ફિલ્મ માટે હું મારા બાળકો અને ઘર છોડીને બે વર્ષ ભારતમાં રહી. અને આ સમયને ભારતની જ નહિ પણ દુનિયાની મહિલાઓના હિત માટે ખપાવ્યો.  
આ ફિલ્મ ભારતને બદનામ કરવાનું આંતરરાષ્ટ્રીય કાવતરૂ: નાયડુ 
ઉડવિનના નિવેદન બાદ સંસદીય બાબતોના પ્રધાન એમ વૈકયા નાયડુએ કહ્યું કે, ' અમે ભારતમાં આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકી જ શકીએ છીએ. પણ આ એક આંતરરાષ્ટ્રીય કાવતરૂ છે, ભારતને બદનામ કરવા. હવે અમે પ્રયત્ન કરશું કે વિદેશમાં પણ આ ફિલ્મ ન બતાવવામાં આવે.
ઉલ્લેખનીય છે કે નિર્ભયા ગેંગરેપના દોષીનો ઇન્ટરવ્યૂ કરાતા અને તેની ‘ઇંડિયાઝ ડૉટર’ એવા નામ હેઠળ ડૉક્યુમેન્ટ્રી અનુસાર દેખાડવાની કોશિશના મામલામાં બુધવારે રાજ્યસભામાં ભારે હંગામો થયો હતો. સરકાર પર ઉઠેલા સવાલોનો જવાબ આપતા ગૃહપ્રધાન રાજનાથ સિંહે કહ્યું કે ચેનલને ઇન્ટરવ્યુની મંજૂરી આપવાથી તેમને હેરાની થઇ છે અને સરકારે બીબીસી ફોર પર ડૉક્યુમેન્ટ્રીના પ્રસારણ પર પણ રોક લગાવી દીધી છે. આ ફિલ્મ કોઈ પણ શરતે આ ફિલ્મ પરનો પ્રતિબંધ હટાવવામાં આવશે નહિ. તેને ઈન્ટરનેટ પરથી પણ હટાવી દેવામાં આવશે.  

ભારતમાં પ્રતિબંધ પણ બીબીસીએ કર્યુ પ્રસારણ 
બીબીસીના સંવાદદાતાએ કહ્યુ છે કે આ ફિલ્મ તેના નિયત સમયે પ્રસારિત થશે. તેમાં કોઈ જ ફેરફાર કરવામાં આવશે નહિ. આ ફિલ્મ પીડિતાના માતા-પિતાની મંજૂરીથી બનાવવામાં આવી છે. ફિલ્મ આખી ઘટનાને જવાબદારી સાથે બતાવે છે અને તેને ઈંગલેન્ડમાં બીબીસી 4 પર બતાવવામાં આવશે.  

‘ભારતની દીકરી’ના પ્રસારણ પર પ્રતિબંધ : નિર્ણયને HCની લીલી ઝંડી, પ્રસારિત થશે તો પોલીસ લેશે પગલાં



નવી દિલ્હી: ગૃહ પ્રધાન રાજનાથ સિંહે આજે રાજ્યસભામાં કહ્યું છે કે નિર્ભયા કેસ પર બનાવવામાં આવેલી ડોક્યુમેન્ટરીના પ્રસારણની પરવાનગી આપવામાં આવશે નહિ. અને  સાથે જ તેમણે ફિલ્મ મેકર પર આક્ષેપ કર્યો છે કે આ ઇન્ટરવ્યુ લેતી વખતે તેણે છૂટછાટ લીધી તે નિયમોની વિરૂદ્ધ છે. તિહાડ જેલમાં શૂટિંગની પરવાનગી ક્યા સંજોગોમાં આપવામાં આવી અને આ આખી ઘટના અંગે તપાસ કરવામાં આવશે. કડક પગલા પણ લેવામાં આવશે.' 
મૂકેશે પોતાના નિવેદનમાં કહ્યુ છે કે જો તેણે વિરોધ ન કર્યો હોત તો તેનો જીવ બચી ગયો હોત. જો તે છોકરી અને તેનો મિત્ર કોઈ વિરોધ વિના તે થવા દેત તો અમારી ગેંગે તેમને માર્યા ન હોત. છોકરીએ જો વિરોધ ન કર્યો હોત તો અમે તેને ઘર સુધી મૂકી આવ્યા હોત અને માત્ર તેના મિત્રને માર્યો હોત. રેપ બાદ તે બન્નેને ચાલતી બસમાંથી ફેંકી દેવામાં આવ્યા હતા જેથી ગંભીર ઈજા પહોંચી હતી. અને નિર્ભયાનું મૃત્યુ થયુ.

મૃત્યુની સજા આપવીએ છોકરીઓ માટે ખતરનાક 
મૂકેશએ કોર્ટમાં હુમલાની વાતને નકારી હતી પણ કોર્ટે તેની દલીલોને ખારીજ કરી હતી. અદાલતે મૂકેશને અન્ય આરોપીઓ સાથે મૃત્યુની સજા ફરમાવી છે. જેને મૂકેશે છોકરીઓ માટે ખતરનાક ગણાવી  છે. જેનું કારણ આપતા મુકેશે કહ્યું કે, હવે રેપ કરીને છોકરા તેને જવા નહિ દે પણ તેને મારી નાખશે. પહેલા તેઓ કહેતા કે જવા દો એ કોઈને નહિ કહે. પણ હવે ખાસ કરીને ક્રિમિનલ પ્રકારના બળાત્કારીઓ છોકરીને મારી નાખશે. 


શું હતો કિસ્સો? 
16 ડિસેમ્બર, 2012ના રોજ નર્સિંગની છાત્રા નિર્ભયા તેના મિત્ર સાથે ફિલ્મ જોઈને પાછી આવી રહી હતી. ચાલુ બસમાં તેની સાથે ગેંગરેપ કરવામાં આવ્યો. સાથે તેના મિત્રને ખૂબ મારવામાં આવ્યો. બન્ને સાથે હિંસા આચર્યા બાદ બન્નેને ચાલતી બસમાંથી ફેંકી દેવામાં આવી. નગ્નાવસ્થામાં લોહી લુહાણ યુવતી અને તેનો મિત્ર લોકો પાસે મદદ માંગતા રહ્યા પણ લોકો ઉભા રહીને જોઈને જતા રહ્યા.યુવતીને અત્યંત ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવી હતી. હાલત વધુ લથડતા તેને સિંગોપોરની હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવી હતી, જ્યાં 29 ડિસેમ્બર ના તેનુ મૃત્યુ નિપજ્યુ હતુ. આ મામલે 6 આરોપીઓને પકડવામાં આવ્યા જેમાથી મુખ્ય આરોપીએ જેલમાંજ આત્મહત્યા કરી લીધી હતી. જ્યારે બીજો આરોપી સગીર હોવાથી તેને ત્રણ વર્ષની સજા થઇ છે. અન્ય ચાર- પવન, મુકેશ, વિનય અને અક્ષય ને નીચલી કોર્ટે ફાંસીની સજા ફટકારી હતી, જેને દિલ્હી હાઇકોર્ટે યથાવત રાખી છે. અત્યારે આ કેસ સુપ્રીમ કોર્ટ સામે છે.

ચુકાદો આવે એ પહેલાં : સાસણના જંગલમાં સીદી બાદશાહો સાથે ઝુમ્યો સલમાન



ગોંડલઃ ગોંડલમાં પ્રેમ રતન ધન પાયો ફિલ્મનું શૂટીંગમાં સલમાન ખાન વ્યસ્ત છે ત્યારે બીજી તરફ સલમાનના કાળિયાર કેસનો ગમે તે ઘડીએ ચૂકાદો આવે તેવી સંભાવના છે. ગત મોડી રાત્રીના સલમાન ખાન ગીર જવા રવાના થયો હતો. ત્યાં ગોંડલ સ્ટેટના એંધાણીયા બંગલાની મુલાકાત લીધી હતી. અને સીદી બાદશાહોના નૃત્યની ધમાલ માણી હતી. એટલું જ નહીં સીદી બાદશાહ સાથે સલમાન ઝૂમી ઉઠ્યો હતો. ચૂકાદા પહેલા સલમાન રીલેક્સ થયો હોવાનું સુત્રો જણાવે છે. 

અન્નદાતા સુખી ભવ: PMનું સંસદની કેન્ટિનમાં લંચ, ચૂકવ્યા રોકડા 29 રૂપિયા, બે ગુજરાતી સાંસદોનો સાથ


નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સંસદ ભવનની કેન્ટીનમાં  29 રૂપિયાનું લન્ચ લીધું. મોદી સંસદ ભવનની કેન્ટિનમાં ગુજરાતના અન્ય બે સાંસદો સાથે સબસીડાઈઝ કિંમતે મળતી થાળી જમ્યા હતા. તેમણે શાકાહારી થાળી મંગાવી હતી.
આપણે જાણીએ છીએ કે સરકાર સંસદ સભ્યો માટે સબસીડી આપે છે. જેમાં ફોન કોલ્સ, રેલ અને વિમાન ભાડું, વીજળી, પાણી, મકાનથી લઈને સંસદ ભવનની કેન્ટિનમાં જમવાનું પણ સબસીડાઈઝ ભાવે મળે છે. આ કેન્ટિનમાં મળતી શાકાહારી થાળીમાં દાળ, શાક, રોટલી, પુલાવ, દહિં અને સલાડ પીરસવામાં આવે છે. જેની કિંમત 12.50 રૂપિયા હોય છે. એક વાટકી દાળની કિંમત 1.50 રૂપિયા છે, અને એક વાટકી ખીર 5.5 રૂપિયામાં મળે છે. જ્યારે ફ્રુટ કેક 9.50 રૂપિયા અને ફ્રુટ સલાડ 7 રૂપિયામાં મળે છે.  સંસદ ભવનની કેન્ટિનમાં દેશનું સૌથી ઓછી કિંમતે મળતુ જમવાનું મળે છે. આ કેન્ટિનની સૌથી મોંઘી ડિશ ચિકન બિરિયાની છે જેની કિંમત 34 રૂપિયા છે.  
શું હોય છે મેનુમાં? 
ચા Rs. 1
સુપ Rs.5.50
દાળ – એક કટોરી Rs.1.50
વેજ થાળી (દાળ, સબજી, 4 રોટી, ભાત/પુલાવ, દહીં, સલાડ) Rs.12.50
નોન-વેજ થાળી Rs.22
દહીં ભાત Rs.11
વેજ પુલાવ Rs.8
ચીકન બિરયાની Rs.34
ફિશ કરી, ભાત Rs.13
રાજમા ભાત Rs.7
ટોમેટો ભાત Rs.7
ફિશ ફ્રાય Rs.17
ચીકન કરી Rs.20.50
ચીકન મસાલા Rs.24.50
સાદા વડા Rs. 1.50
વડા સંભાર Rs. 2.00
બ્રેડ બટર Rs. 3.50
ઉપમા Rs. 7.00
કાજુ રોલ Rs. 7.00
કેસર રસમલાઇ Rs. 11.00

ફાગણમાં અષાઢી માહોલ : હજી ત્રણ દિવસ સુધી ચાલુ રહેશે, ઠંડીનું મોજું ફરી વળ્યું



અમદાવાદ : દક્ષિણ પાકિસ્તાન અને કચ્છમાં સર્જાયેલાં અપર એર સાઈક્લોનિક સરક્યુલેશનને પગલે વાતાવરણમાં પલટો આવ્યો હતો. તેમજ અમદાવાદ સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો, જેને કારણે શહેરનાં વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા હતા સાથે સાથ વાદળછાયા વાતાવરણને પગલે અમદાવાદનું વાતાવરણ હિલ સ્ટેશન જેવું બની ગયું હતું. પરંતુ, પવન સાથે વરસાદને કારણે લોકોએ હાડ થીજવતી ઠંડીનો અનુભવ કર્યો હતો. તેમજ આગામી ત્રણ દિવસો દરમિયાન અમદાવાદ સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

રાજ્યમાં ત્રણ ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો, ઠંડીનું મોજું ફરી વળ્યું

દિવસ દરમિયાન પોણો ઇંચ જેટલો વરસાદ પડતાં શહેરનાં વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતાં લોકોની રવિવારની રજાની મજા બગડી હતી. સાથો સાથ વાદળછાયા વાતાવરણ વચ્ચે  ભેજનાં પ્રમાણમાં પણ એકાએક વધારો થયો હતો, જેથી  ઠંડકનાં પ્રમાણમાં પણ વધારો થયો હતો. તેમજ લોકોએ દિવસ દરમિયાન હાડ થીજવતી ઠંડીનો અનુભવ કર્યો હતો. રવિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 8 ડિગ્રી ગગડીને 25.1 ડિગ્રી અને લઘુતમ 1 ડિગ્રી ગગડીને 16 ડિગ્રી નોંધાયું હતું.

જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે 8.30 કલાકે 89 ટકા અને સાંજે 5.30 કલાકે 65 ટકાએ પહોંચ્યુ હતું. તેમજ આગામી ત્રણ દિવસો દરમિયાન અમદાવાદમાં હળ‌વો વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.વાતાવરણમાં પલટો આવતાં અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગમાં વરસાદ પડ્યો હતો. પવન સાથે શરૂ થયેલાં વરસાદને કારણે ઠંડકના પ્રમાણમાં વધારો થયો હતો. તેમજ રાજ્યનાં મોટાભાગનાં શહેરોનું લઘુતમ તાપમાન 14થી 19 ડિગ્રીની વચ્ચે નોંધાયુ હતું. જેમાં રાજકોટ અને વલ્લભવિદ્યાનગર 14.0 ડિગ્રી સાથે રાજ્યનાં સૌથી ઠંડા શહેરો સાબિત થયા હતા. તેમજ આગામી ત્રણ દિવસો દરમિયાન રાજ્યનાં મોટાભાગનાં શહેરોમાં વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

હજી ત્રણ દિવસ વરસાદ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હજી બે ત્રણ દિવસ સુધી વરસાદ ચાલુ રહેશે. આ સાથે જ ઠંડીનું પ્રમાણ પણ વધવાની આગાહી કરવામાં આવી છે.

સ્વાઇન ફ્લૂ પોઝિટિવ આવ્યા પછી સોનમ કપૂર મુંબઈ રવાના, સલમાન નોર્મલ



રાજકોટઃ ગોંડલમાં ચાલી રહેલા બોલીવૂડ ફિલ્મ 'પ્રેમ રતન ધન પાયો'ના શૂટિંગ માટે આવેલી સોનમ કપૂરની તબિયત લથડતા તેને રાજકોટની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં નિદાન દરમિયાન તેને સ્વાઇન ફ્લૂના લક્ષણો જણાતાં રિપોર્ટ કરાવાયો હતો, જે પોઝિટિવ આવ્યો હતો. સ્વાઇન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તેની માતા સુનિતા મુંબઈથી રાજકોટ દોડી આવી હતી. જે આજે સોનમને લઈને સવારે આઠ વાગ્યે એર એમ્બ્યુલન્સમાં મુંબઈ જવા રવાના થઈ ગઈ છે. બનોંધનીય છે કે,  સોનમને સ્વાઇન ફલૂ હોવાની જાણ થતાં તે જ્યાં રોકાઇ હતી તે હોટેલમાં આરોગ્ય તંત્રે તકેદારીના પગલાં લીધા હતા સાથે જ ફિલ્મના સલમાનખાન સહિતના કલાકારોની પણ આરોગ્ય તપાસ કરાઇ હતી. સલમાન ખાનનું નિદાન કરનાર તાલુકા હેલ્થ ઓફિસર ડો. જી.પી. ગોહેલ સાથે વાત કરતાં તેમણે સલમાનની તબિયત બરાબર હોવાનું જણાવ્યું હતું. એટલું જ નહીં સલમાનના બોડીગાર્ડને પણ તાકીદ કરવામાં આવી છે. શરદી, ઉધરસ, ગળું ખરાબ હોય તો ડોક્ટરને બતાવવાની સલાહ આપવામાં આવી છે.

સલમાનખાન સહિતના કલાકારોએ સોનમ સાથે શૂટિંગ કર્યું હોવાથી  જિલ્લા આરોગ્ય તંત્રના તબીબોની ટીમ જયાં શૂટિંગ ચાલી રહ્યું છે તે ગોંડલ પેલેસ ખાતે દોડી ગઇ હતી અને સલમાનખાનના આરોગ્યની ચકાસણી કરી હતી જોકે સલમાનખાનને શરદી, તાવ કે અન્ય કોઇ તકલીફ નહીં હોવાનું સ્પષ્ટ થતાં તબીબોએ રાહતનો દમ લીધો હતો. તબીબોએ શૂટિંગમાં રહેલા અન્ય કલાકારો અને સ્ટાફની પણ ચકાસણી કરી હતી.
હોટેલ ફર્નમાં આરોગ્ય તંત્રે કામગીરી કરી
સોનમ કપૂરનો સ્વાઇન ફ્લૂ રિપોર્ટ પોઝિટિવ આવતા રાજકોટ મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર દોડવા લાગ્યું હતું. અભિનેત્રી રાજકોટમાં હોટેલ ફર્ન ખાતે રોકાઇ હતી તે હોટેલે પણ આરોગ્યની ટીમ દોડી ગઇ હતી અને હોટેલના સ્ટાફ તથા ત્યાં રોકાયેલા લોકોના આરોગ્યની ચકાસણી કરી હતી. સોનમ જે રૂમમાં રોકાઇ હતી તેને પણ સ્ટરીલાઇઝ કરાયો હતો.

બજેટના બીજા દિવસે માવઠું : રાજ્યમાં કમોસમી વરસાદ, સ્વાઇન ફ્લૂ વકરશે


અમદાવાદઃ રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવતા અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. માર્ચ મહિનાના પહેલા જ દિવસે બેવડી ઋતુના માર વચ્ચે વરસાદે લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે.  વરસાદી માહોલને પગલે સ્વાઈન ફ્લૂ સહિતના રોગ વકરે તેવી શક્યતા છે. 
રાજ્યના વાતાવરણમાં મોડીરાતથી જ અચાનક પલટો આવ્યો હતો. રાજ્યના કેટલાક વિસ્તોરમાં મોડીરાત્રે તો અન્ય વિસ્તારોમાં વહેલી સવારે કમોસમી વરસાદ પડ્યો હતો. અમદાવાદ-ગાંધીનગર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.
રાજ્યમાં જામનગર, જૂનાગઢ, અમરેલી, સાબરકાંઠા, ભાવનગર, ગોંડલ સહિતના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પડેલા વરસાદને પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. કારણે કે કમોસમી વરસાદને પગલે ઘઉં અને કેરીના પાકને નુકસાનની ભીતી છે. 
સ્વાઈન ફ્લૂ વધુ વકરે તો નવાય નહીં
વાતાવરણમાં આવેલા અચાનક પલટાએ આરોગ્યતંત્રની પણ મુશ્કેલી વધારી દીધી છે. કારણ કે છેલ્લા કેટલાક દિવસથી ઠંડી અને ગરમીના માહોલ વચ્ચે હવે વરસાદી વાતાવરણ થતા રોગચાળો વધુ વકરે તેવી શક્યતા છે. તેમાપણ સ્વાઈન ફ્લૂનો સંકજો વધુ કસાય તો નવાય નહીં. વરસાદ સીધી રીતે સ્વાઈન ફ્લૂને અસર કરતો નથી. જોકે, વરસાદને પગલે રોગચાળો વકરે તેવી શક્યતા છે.  અને પહેલાથી જ બિમાર લોકો સ્વાઈન ફ્લૂની ઝપટે જલ્દી આવી જાય છે.
શું કહે છે જાણકારો ? 
-વરસાદને કારણે સ્વાઈન ફ્લૂમાં વધારો થશે. વાતાવરણને પગલે લોકોની રોગ પ્રતિકારક શક્તિ ઘટશે,જેને લીધે રોગચાળો વધશે.આથી લોકોએ કુદરતી ઉપચાર કરવો જોઈએઃ કેતન પટેલ, હોમિયોપેથી ડૉક્ટર
-વરસાદના કારણે સ્વાઈન ફ્લૂમાં સીધી રીતે કોઈ અસર નહીં થાય.વરસાદને લીધે બેક્ટેરિયલ ઈન્ફેક્શન થાય છે જ્યારે સ્વાઈન ફ્લૂ વાયરલ ઈન્ફેક્શન છે. જોકે, ટેમ્પરેચરને લીધે વાયર અને બેક્ટેરિયલ ઈન્ફેક્શનમાં વધારો થાય છેઃ ડૉ.ઉર્વશી પટેલ, બીએએમએસ
-વરસાદને પગલે શરદી અને ખાસીની બિમારી વધે છે. હેલ્થ નબળી હોય તો સ્વાઈન ફ્લૂનો વાયરલ જલ્દી અસર કરે છે. જોકે, અગાઉ ડ્રાય વેધરમાં ઉડતી ધૂળથી ફેલાતો સ્વાઈન ફ્લૂ વરસાદને પગલે અટકી જશેઃ ડૉ.નીખીલ પટેલ

J&K: કાશ્મીરને પહેલીવાર ચડ્યો કેસરિયો, મોદીની હાજરીમાં મુફ્તી મોહમ્મદ સઇદે CM તરીકે લીધા શપથ


મ્મુ : જમ્મુ કાશ્મીરમાં પીડીપી વડા મુફ્તી મોહમ્મદ સઇદે આજે  મુખ્યપ્રધાન તરીકેના સોગંદ લીધા છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિવાય ભાજપના અન્ય નેતાઓ જેમ કે એલ.કે.અડવાણી, એમ.એલ.ખટ્ટર અને અમિત શાહ તેમજ રામ માધવ હાજર રહ્યા હતા. 

 ઉલ્લેખનીય છે કે જમ્મુ અને કાશ્મીરમાં ઇતિહાસમાં રાજ્ય સરકારમાં ભાજપે ઇતિહાસમાં પોતાનું પાનું ઉમેરી દીધુ છે. મુફ્તી બાદ રાજ્યના નાયબ મુખ્યપ્રધાન તરીકે ભાજપના નેતા નિર્મલ સિંહે શપથ લીધા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એક વાર ભેટીને મુફ્ત મોહમ્મદ સઇદને મુખ્યપ્રધાન બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

ભાજપના નિર્મલ સિંહે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન તરીકેના શપથ લીધા હતા. ત્યારે પ્રધાન તરીકે શપથ લેનારાઓમાં
પીડીપીના અબ્દુલ રહમાન બટ,
ભાજપના ચંદ્રપ્રકાશ,
પીડીપીના જાવેદ મુસ્તફા મીર,
ભાજપના લાલ સિંહ,
પીડીપીના અબ્દુલહક ખાન,
ભાજપના બાલી ભગત,
પીડીપીના સૈયદ બશારત અહમદ બુખારી,
ભાજપના સુખનંદન કુમાર,
પીડીપના ચૌધરી ઝુલ્ફીકાર અલી,
પીપલ્સ કોન્ફરન્સના સજ્જાદ બ્દુલ ગની લોન,
પીડીપીના હસીબ દ્રાબુ,
પીડીપીના ગુલામનબી લોન,
પીડીપીના સૈયદ મોહમ્મદ અલ્તાફ બુખારી (રાજ્ય),
પીડીપીના ઇમરાન રઝા અન્સારી,
પીડીપીના નઇમ અખ્તર,
ભાજપના શેરિંગ દોર્જે,
પીડીપીના અબ્દુલ મજિદ,
ભાજપના સુનીલકુમાર શર્મા,
પીડીપીના મોહમ્મદ અશરફ મીર,
ભાજપના અબ્દુલ ગની કોહલી,
ભાજપના પ્રિયા સેઠી,
અપક્ષ પવનકુમાર ગુપ્તા,
પીડીપીના આશિયા નકાશેનો સમાવેશ થાય છે. 

જેટલીની કિટલી મધ્યમ વર્ગ માટે હજુ ચા વગરની, 2022 સુધીમાં તમામને ઘરનો વાયદો


નવી દિલ્હી : નાણાપ્રધાન અરુણ જેટલી સંસદમાં બજેટ રજૂ કર્યું. એનડીએ સરકારનું આ પ્રથમ પૂર્ણ કક્ષાનું બજેટ હતું. જેમાં મધ્યમવર્ગ માટે કરમાળખાનો દર યથાવત રાખવામાં આવ્યો હતો, પરંતુ કરમુક્તિ વધારવામાં આવી છે. કોર્પોરેટ ટેક્સ 30 ટકાથી ઘટાડીને 25 ટકા કરવામાં આવ્યો છે. જ્યારે સર્વિસ ટેક્સનો દર 12.36 ટકાથી વધારીને 14 ટકા કરવામાં આવ્યો છે. જેના કારણે સારી હોટલમાં જમવું અને રહેવું મુશ્કેલ બનશે
* પગાર દારો માટેના કરદર યથાવત જોકે હવે રૂ. 444200 સુધીની કરમુક્તિ મેળવી શકે છે. 

* સર્વિસ ટેક્સ 14 ટકા કરાયો. જેથી હોટલમાં જમવું અને રહેવું મોંઘું બનશે. 

* વેલ્થ ટેક્સ નાબુદ. એક કરોડથી વધુની આવકવાળાઓ પર બે ટકાનો વધુ સરચાર્જ. રૂ. નવ હજાર કરોડની વધુ આવક થવાની વકી. ઉચ્ચ આવકવાળી કોઈ વ્યક્તિ કરજાળમાંથી છટકી નહીં શકે. 

* એક લાખથી ઉપરની દરેક ખરીદી માટે પાન નંબર જણાવવો ફરજીયાત

* ટ્રાન્સપોર્ટ એલાઉન્સ મુક્તિ વધારીને રૂ. 800થી વધારીને રૂ. 1600 કરવામાં આવી. 

* સુકન્યા સ્મૃતિ સ્કિમ હેઠળ રોકાણ માટે એંસી સી હેઠળ મુક્તિ. રોકાણ તથા તેની ઉપરનું વ્યાજ કરમુક્ત.

* નવી પેન્શન સ્કિમ માટે રૂ. પચાસ હજારની વધારાની કરમુક્તિ. 

* સિનિયર સિટિઝન્સને બિમારી નિમિતે રૂ. 30 હજાર અને ચોક્કસ ગંભીર બિમારી માટે રૂ. એંસી હજારની મુક્તિ

* હેલ્થ ઈનસ્યોરન્સ પ્રિમિયમ મુક્તિ મર્યાદા રૂ. 15 હજારથી વધારીને રૂ. 25 હજાર કરાઈ. સિનિયર સિટિઝન્સ માટે આ ટોચમર્યાદા રૂ. 30 હજાર

* GAARને બે વર્ષ સુધી લાગૂ કરવામાં નહીં આવે. 

* પહેલી એપ્રિલ 2016થી ગુડ્સ એન્ડ સર્વિસિઝ ટેક્સ લાગૂ કરાશે. આ બીલ લોકસભામાં રજૂ કરી દેવાયું છે. 
મધ્યમવર્ગ તથા પગારદારોને અસર કરતી બાબતો
* ક્રેડિટ કે ડેબિટ કાર્ડના વપરાશને પ્રોત્સાહન અપાશે અને રોકડ લેવડ-દેવડનો વિકલ્પ વિસ્તારાશે.
* ઈન્ડિયન ગોલ્ડ કોઈન લોન્ચ કરાશે. જે ભારતમાં રહેલા સોનાને રિસાઈકલ કરશે.
* મેટલ એકાઉન્ટ દ્વારા સોનાની ઉપર વ્યાજ મેળવી શકાશે તથા જવેલર્સ તેને ગીરવે મુકી શકશે.
* ઓછું વેતન ધરાવતા કર્મચારીઓને ઈએસઆઈના બદલે ખાનગી વીમા સગવડ લેવા માટે વિકલ્પ અપાશે. આ નિર્ણય લેતા પહેલા સંબંધીત પક્ષકારો સાથે પરામર્શ કરાશે.  
* તમામ પ્રકારના રોકાણકારોની ફરિયાદોના નિવારણ માટે ટાસ્કફોર્સ વ્યવસ્થા ઊભી કરાશે.
* 'પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના'. રૂ. 330 વાર્ષિક પ્રિમિયમ 18-50 વર્ષના લોકો માટે રૂ. બે લાખનો વીમો. 
* 'અટલ પેન્શન યોજના': નાગરિકના ફાળા અને પચાસ ટકા સરકાર દ્વારા પાંચ વર્ષ માટે વાર્ષિક રૂ. એક હજાર આપવામાં આવશે. 60 વર્ષની ઉંમરથી પેન્શન મળવું શરૂ થશે. 
* વર્ષ 2022 સુધીમાં તમામને ઘરનો નિર્ધાર ફરી વ્યક્ત કર્યો. 
બજેટના મુખ્ય આંકડાઓ 
* જીડીપીના 3.9 ટકા ફિઝીકલ ડેફિસિટ રહેશે. 
* બિનયોજનાકીય ખર્ચ રૂ. 13,12,220  કરોડ 

* યોજનાકીય ખર્ચ રૂ. 4,65,227 કરોડ

*કુલ ખર્ચ રૂ. 17,77,477 કરોડ

* કુલ કર આવક રૂ. 14,49,490 કરોડ 

*રાજ્યોને ફાળવણી રૂ. 5,23,958 કરોડ

* રૂ. 246727 કરોડ સંરક્ષણક્ષેત્ર માટે ફાળવણી. ભારતમાં જ ઉત્પાદન પર ભાર મુકાશે.  

* રૂ. 76000 કરોડ ગ્રામીણ વિકાસ માટે (મનરેગા ખર્ચ સહિત)

* આજે 340 અબજ ડોલરનું વિદેશી ભંડોળ છે. 

* સરકરના આગમનથી રૂપિયાની સ્થિતિમાં છ ટકા જેટલો સુધારો

* કનઝ્યુમર પ્રાઈઝ ઈન્ડેક્સ 5.1 ટકા છે. 

*હોલસેલ પ્રાઈસ ઈન્ફ્લેશન નેગેટિવ છે. 

* 6335 કરોડ રૂપિયા સીધા જ એલપીજી સબસિડીના ખાતામાં ટ્રાન્સફર થયા

કંપનીઓ તથા શેરબજારો માટે 
* કોમર્શિયલ ક્ષેત્રના વિવાદોના નિકાલ માટે હાઈકોર્ટ્સમાં અલગ બેન્ચની વ્યવસ્થા કરાશે. 

* એક્ટ ઈસ્ટ એશિયામાં પ્રોજેક્ટ ડેવલપમેન્ટ કરાશે. કમ્બોડિયા, મ્યાનમારમાં માળખાકીય ક્ષેત્રે રોકાણને પ્રોત્સાહન

* અલ્ટરનેટિવ ઈનવેસ્ટમેન્ટ ફંડ્સમાં સીધા સિવાયના વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન અપાશે.
* ડાયરેક્ટ ટેક્સ વ્યવસ્થા આંતરરાષ્ટ્રીય સ્તરની બની શકે તે માટે વ્યવસ્થા ઊભી કરાશે. જે આધુનિક અપ્રત્યક્ષ કરપ્રણાલિ ઊભી કરાશે.
* વર્લ્ડક્લાસ ઈક્વિટી માર્કેટની જેમ બોન્ડ માર્કેટને વિકસાવાશે. જે આંતરરાષ્ટ્રીય મંચ પર નાણા ઊભા કરવામાં સહાય કરશે.
* પાંચ અલ્ટ્રા મેગા પાવર પ્રોજેક્ટ્સ. દરેકની ક્ષમતા ચાર હજાર મેગાવોટ. પારદર્શક હરાજી વ્યવસ્થા દ્વારા રૂ. એક લાખ કરોડ ઊભા કરાશે. જેમાં કોલ લિન્કેજ્સ પણ આપવામાં આવશે. આ પ્રકારની પ્લગ એન્ડ પ્લે યોજના રેલ, પોર્ટ્સ, તથા માર્ગ માટે લાગુ કરાશે. તેની હરાજી વ્યવસ્થા પારદર્શક હશે. 
* ધંધાની મંજૂરી માટે ઓનલાઈન પોર્ટલ લોન્ચ કરાયું. નિષ્ણાતોની સમિતિ બનાવાશે.
* જાહેરસાહસના લઘુ પોર્ટ્સને ઈક્વિટી લાવવા અને આઈપીઓ લાવવા પ્રોત્સહાન અપાશે. 
* રેલ, રોડ અને ઈરિગેશન માટે ટેક્સ ફ્રી ઈન્ફ્રાબોન્ડ્સની જાહેરાત. 
* ઈન્વેસ્ટમેન્ટ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ કંપનીઓમાં કંપનીઓ માટે રૂ. વીસ હજાર સરકાર આપશે. જે ઈન્ફ્રા પ્રોજેક્ટસ માટે વપારશે. 
* જાહેર સાહસોના કાપેક્સમાં 80 હજાર કરોડની વૃદ્ધિ. 
ગુજરાત તથા રાજ્યોને માટે 
* ગુજરાતના ગિફ્ટ સિટીનો પહેલો તબક્કો શરૂ થઈ જશે. માર્ચમાં તેને મંજૂરી આપી દેવાશે.  સિંગાપુર કે દુબઈના ફાઈનાન્સ સિટીની જેમ જ તે કામ કરશે. જ્યાં મોટાભાગે ભારતીયો જ કામ કરે છે. 

* આંધ્ર અને તેલંગાણાની જેમ જ બિહાર તથા પશ્ચિમ બંગાળને માટે વિશેષ નાણાકીય જોગવાઈ. 

* 7.5 લાખ કિલોમીટર ઓએફસી દ્વારા અઢી લાખ ગામડાઓને કનેક્ટ કરાશે. રાજ્ય ખર્ચ કરશે, જેને નિર્ધારિત ખર્ચ પરિમાણ પ્રમાણે, કેન્દ્ર દ્વારા ચૂકવણું કરાશે. 
* કર્ણાટકમાં આઈઆઈટી, ધનબાદ યુનિવર્સિટીને આઈઆઈટી દરજ્જો, આંધ્ર અને જમ્મુ કાશ્મીરમાં આઈઆઈએમ, કેરળમાં શારીરિક રીતે અસક્ષમ માટે યુનિ, અમૃતસરમાં હોટ્રીકલ્ચર યુનિવર્સિટી, મહારાષ્ટ્ર-રાજસ્થાન-છત્તિસગઢમાં ફાર્મા, નોર્થ ઈસ્ટમાં ફિલ્મ ઈનસ્ટિટ્યુટ, હરિયાણા-ઉત્તારખંડમાં મહિલા ઉદ્યોગ સાહસિક્તા કેન્દ્ર સ્થાપશે. જમ્મુ અને કાશ્મીર,. પંજાબ, તામિલનાડુ, હિમાચલપ્રદેશ અને આસામમાં એઈમ્સની સ્થાપના. બિહારમાં એઈમ્સ જેવી વધુ એક સંસ્થા સ્થપાશે. 
* ગોવાના જૂના ચર્ચો, હમ્પી, રાણકી વાવ, લદ્દાખમાં વર્લ્ડ હેરિટેજ સાઈટ્સ પર વિદેશી પ્રવાસીઓની સવલત માટે વિશેષ ફાળવણી. જેમાં વિકલાંગ કે શારીરિક રીતે અસક્ષમ પ્રવાસીઓને સવલત અપાશે. આ સ્મારકોની જાળવણી પણ કરાશે. દર વર્ષે આ હેતુ માટે ફાળવણી કરવાનું લક્ષ્યાંક  

* જનધન યોજનાના કારણે નાણાકીય લાભો જનતા સુધી પહોંચશે તથા કોલસાની પારદર્શક હરાજીના કારણે રાજ્યોને વધુ લાભ પહોંચશે. સ્વચ્છ ભારત હેઠળ પચાસ લાખ શૌચાલયોનું નિર્માણ થયું, છ કરોડનું કરાશે. 

* વીજળીથી વંચિત વીસ હજાર ગામડાઓને વર્ષ 2020 સુધીમાં વીજળી. 

*જનધન આધાર મોબાઈલ દ્વારા નાણાકીય વ્યય અટકાવાશે 
અભ્યાસ અને ઉચ્ચ અભ્યાસ માટે 
* પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી દ્વારા સીધા જ લાભાર્થીના ખાતામાં ઉચ્ચ અભ્યાસના નાણા જમા કરાવાશે. 
* નેશનલ સ્ક્લિ મિશન લોન્ચ કરાશે. જેથી યુવાનોમાં રોજગારને માટે કૌશલ્ય વર્ધન કરાશે. 31 ક્ષેત્રમાં કૌશલ્ય વર્ધન કરાશે. આ દીન દયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના માટે રૂ. 1500 કરોડ ખર્ચાશે. લાયક વિદ્યાર્થીના ખાતામાં સીધા જ ડિજીટલ વાઉચર જમા કરાશે. ઉપાધ્યાયની 100મી જન્મજયંતિ માટે સમિતિ સ્થાપના કરાશે.
* કર્ણાટકમાં આઈઆઈટી, ધનબાદ યુનિવર્સિટીને આઈઆઈટી દરજ્જો, આંધ્ર અને જમ્મુ કાશ્મીરમાં આઈઆઈએમ, કેરળમાં શારીરિક રીતે અસક્ષમ માટે યુનિ, અમૃતસરમાં હોટ્રીકલ્ચર યુનિવર્સિટી, મહારાષ્ટ્ર-રાજસ્થાન-છત્તિસગઢમાં ફાર્મા, નોર્થ ઈસ્ટમાં ફિલ્મ ઈનસ્ટિટ્યુટ, હરિયાણા-ઉત્તારખંડમાં મહિલા ઉદ્યોગ સાહસિક્તા કેન્દ્ર સ્થાપશે. જમ્મુ અને કાશ્મીર,. પંજાબ, તામિલનાડુ, હિમાચલપ્રદેશ અને આસામમાં એઈમ્સની સ્થાપના. બિહારમાં એઈમ્સ જેવી વધુ એક સંસ્થા સ્થપાશે.

* 43 રાષ્ટ્રો માટે વિઝા ઓન અરાઈવલ લાગૂ કરતા પ્રવસન વધ્યું. હવે અલગ-અલગ તબક્કામાં 150 રાષ્ટ્રના નાગરિકો સુધી આ સવલત વિસ્તારાશે. 
* નિર્ભયા ફંડ માટે રૂ. એક હજાર કરોડની ફાળવણી

રોજગાર સર્જન માટે જાહેરાતો 
* સ્ટાર્ટઅપ્સ દ્વારા યુવાનોમાં રોજગારનું સર્જન થાય અને દેશનો વિકાસ થાય તથા મૂડી મળે રહે તે માટે સરકાર સેતુ વ્યવસ્થા ઊભી કરશે. ટેક્નોલોજી ક્ષેત્રની સ્ટાર્ટ અપ માટે રૂ. એક હજાર કરોડની ફાળવણી. 
* નીતિઅને અટલ મિશન દ્વારા સંશોધન અને ઉદ્યોગ સાહસિક્તાને પ્રોત્સાહન અપાશે. તેના માટે રૂ. 150 કરોડની ફાળવણી. 
* માઈક્રો યુનિટ્સની રિફાઈનાન્સ માટે એજન્સીની સ્થાપના. જેનું ફંડ રૂ. વીસ હજાર કરોડ હશે. જ્યારે ત્રણ હજાર કરોડની ગેરન્ટી આપવામાં આવશે. અનફન્ડેડને ફન્ડ કરવામાં આવશે. 
* સ્કિલ ઈન્ડિયા અને મેક ઈન ઈન્ડિયા દ્વારા ભારતને વિશ્નનું ગ્લોબલ હબ બનાવવાનું લક્ષ્યાંક. યુવાનોને જોબ સિકર્સથી જોબ ગીવર બનાવવાનું લક્ષ્યાંક. 
માળખાકીય સુવિધાઓ 
* પેટ્રોલ-ડિઝલના લિટરદીઠ રૂ. ચાર હાઈવે માટે વપરાશે. આ રીતે વધારાના રૂ. ચાલીસ હજાર કરોડ આ ક્ષેત્રો માટે ઊભા કરી શકાશે. 

* કોલસા પર ક્લિન એનર્જી સેસ બમણો કરાયો. અગાઉ મેટ્રિક ટન દીઠ રૂ. એકસો હતો, જે વધારીને રૂ. 200 કરાયો. 

* સ્વચ્છ ભારત કોશ તથા ક્લિન ગંગા ફંડ માટે 100 ટકા કરમુક્તિ (કોર્પોરેટ સર્વિસ સિવાય.)

* એક લાખ કિલોમીટરના માર્ગો નિર્માણાધીન છે. વધુ એક લાખ કિલોમીટર માર્ગોનું નિર્માણ કરવાનું લક્ષ્યાંક

કાળા નાણાને નાથવા જોગવાઈઓ 
* દેશના કાળા નાણાને પણ નાથવા માટે અલગથી કાયદો ચાલુ સત્રમાં દેશમાં લાવવામાં આવશે. રિયલ એસ્ટેટમાં બેનામી સંપત્તિઓને જપ્ત કરવામાં આવશે. 

* વિદેશ ઢસડી લઈ જવાયેલા કાળા નાણાને ભારત પર લાવવા સંસદમાં નવો કાયદો લાવવામાં આવશે. જે મુજબ વિદેશમાં કાળું નાણું જમા કરાવવનારાને દસ વર્ષની સજા, તેઓ અપીલ નહીં કરી શકે તથા કરની રકમના ત્રણસો ટકા રકમ દંડ કરાશે. ચાલુ સત્રમાં કાયદો લોકસભામાં લવાશે. કરપાત્ર આવક ન હોય તો પણ ઓનલાઈન રિટર્ન ભરવું પડશે. વિદેશના ખાતાનો નંબર અને ક્યારે ખોલાવ્યું, તે જણાવવું પડશે. 

* કાળાનાણાને નાથવા, રોજગાર સર્જન કરવા, મિનિમમ ગવર્નમેન્ટ અને ગવર્નન્સ, મેક ઈન્ડિયાને ધ્યાનમાં રાખીને કરમાળખાનું ઘડતર. 
ગ્રામીણ તથા ગરીબો માટે 
* 'પ્રધાન મંત્રી સુરક્ષા વીમા યોજના': ગરીબ યુવાનોના અકસ્માતે નિધનના રૂ. 2 લાખ. વાર્ષિક માત્ર રૂ. 12નું પ્રિમિયમ. 
* પોસ્ટ ઓફિસોને બેન્કિંગ કામમાં સામેલ કરાશે. જેથી કરીને પ્રધાન મંત્રી જનધન યોજનાને બળ આપી શકાય.
* ગ્રામીણ ક્ષેત્રના વિકાસ માટે રૂ. 25 હજાર કરોડની ફાળવણી.  
* યુનિફાઈડ નેશનલ એગ્રીકલ્ચર માર્કેટનું સર્જન કરાશે. 
* મનરેગા દ્વારા રોજગાર સર્જન ચાલુ રહેશે. 34699 કરોડની ફાળવણી 
* સબસિડી ઓછી કરવામાં નહીં આવે પરંતુ ટાર્ગેટ બેઝડ કરાશે. સબસિડી લિકેજ હટાવાશે. 
* માઈક્રો ઈરિગેશન અને પ્રધાન મંત્રી સિંચાઈ યોજના માટે 5300 કરોડની ફાળવણી 
* સોઈલ ફર્ટિલિટી વધારવા માટે સોઈલ હેલ્થ કાર્ડ લોન્ચ 

* બાકી વીસ હજાર ગામડાઓને વર્ષ 2020 સુધીમાં વીજળી. 
*જનધન આધાર મોબાઈલ દ્વારા નાણાકીય વ્યય અટકાવાશે 
બજેટ પહેલા શું થયું?
10.58 AM: સંસદીય બાબતોના પ્રધાન વેંકૈયા નાયડુ સાથે અરુણ જેટલી લોકસભામાં પહોંચ્યા.
10.55AM: કેબિનેટે બજેટને મંજૂરી આપી. નાણાપ્રધાન અરુણ જેટલી લોકસભા ભવન જવા રવાના. 
10.50 AM: કોઈ સિદ્ધિના કારણે નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડતેલના ભાવ ઘટ્યા છે એટલે સરકાર સારું બજેટ રજૂ કરી શકે તેમ છે. યુપીએ સરકારેજે કોઈ સ્કિમ લોન્ચ કરી તેની સરકાર મજાક ઉડાવવા માંગે છે અથવા તો તેને બદલવા માંગે છે.  
10.45 AM: બીજુ જનતાદળના નેતા જય પાન્ડાના કહેવા પ્રમાણે, વર્તમાન સરકારનું આ પૂર્ણકક્ષાનું બજેટ છે એટલે સ્વાભાવિક રીતે જ તેની ઉપર મોટી અપેક્ષાઓ રહેલી છે. 
10.40 AM: રાજ્યકક્ષાના માહિતી અને પ્રસારણ પ્રધાન રાજ્યવર્ધનસિંહ રાઠૌડના કહેવા પ્રમાણે, આ બજેટ વિકાસલક્ષી હશે. વિકાસ તથા અર્થતંત્રને ગતિ આપનારા હશે. ઉલ્લેખનીય છેકે આ મંત્રાલયના પણ કેબિનેટ કક્ષાના પ્રધાન અરુણ જેટલી જ છે. 

10.35 AM: સેન્સેક્સ 29500ની મનોવૈજ્ઞાનિક સપાટીને 'અડું-અડું', નિફ્ટીએ 8900ની સપાટી વટાવી
10.20 AM: વિકાસની બાબતમાં શિવસેના ક્યારેય અવરોધરૂપ નહીં બને. – અનિલ દેસાઈ, નેતા, શિવસેના 
10.10 AM: કેન્દ્રીય પર્યાવરણ પ્રધાન પ્રકાશ જાવડેકરના કહેવા પ્રમાણે, આ બજેટ વિકાસની રૂપરેખા નક્કી કરતું બજેટ હશે, જે લોકોની આશાઓ-અપેક્ષાઓ અને આકાંક્ષાઓની પૂર્તી કરશે. 
10.00 AM: ટ્વિટર પર ચર્ચિત ટોપ-10 ટોપિક્સમાં બજેટને લગતો એકપણ વિષય નહીં
9.50 AM: પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામે ટ્વિટ કરીને આશા વ્યક્ત કરી હતી કે, બજેટમાં શિક્ષણ અને આરોગ્ય માટે પૂરતી જોગવાઈ કરવામાં આવશે. 
9.45 AM: નાણાપ્રધાન અરૂણ જેટલી બજેટ બેગ સાથે સંસદભવન પહોંચ્યા. મીડિયાએ તસવીરો લીધી.
9.35 AM: નાણાપ્રધાન અરૂણ જેટલી રાષ્ટ્રપતિ નિવાસસ્થાનેથી નીકળ્યા. સવારે 10.15 વાગ્યે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ભાગ લેશે. સંસદની બહાર બજેટ બેગ સાથે પોઝ આપશે. 
9.25 AM: 250 પોઈન્ટના ઉછાળા સાથે સેન્સેક્સ 29476 અને નિફ્ટી 70 પોઈન્ટના ઉછાળા સાથે 8916 પોઈન્ટ પર ખુલ્યાં. આજે શનિવાર છતાંય બજેટના અનુસંધાને બજાર ખુલ્લા. મ્યુચ્યુઅલ ફંડ્સ આજે નહીં કરી શકે ખરીદ-વેચાણ. 
9.15 AM: નાણાપ્રધાન અરૂણ જેટલી રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા. જ્યાં પ્રણવ મુખર્જીને બજેટની મુખ્ય વિગતો અને સાર જણાવશે. હોદ્દાની રૂએ રાષ્ટ્રપતિ દેશના સર્વસત્તાધીશ છે. 
9.10 AM: નાણાપ્રધાન અરૂણ જેટલીએ રાજ્યકક્ષાના નાણાપ્રધાન જયંતસિંહા સાથે નાણા મંત્રાલયની બહાર બજેટ બેગ સાથે પોઝ આપ્યો
8.50 AM: નાણાપ્રધાન અરૂણ જેટલી નોર્થ બ્લોકમાં નાણા મંત્રાલયે પહોંચ્યા 
Man of The Day નો કાર્યક્રમ
પરંપરા પ્રમાણે, શનિવારનો દિવસ નાણાપ્રધાન અરૂણ જેટલી માટે અત્યંત વ્યસ્ત દિવસ હશે. તેમનું દિવસભરનું ટાઈમ ટેબલ મહદઅંશે આવું હશે.
*બપોરે એક વાગ્યે સંસદના ઉપલાગૃહ રાજ્યસભામાં બજેટ વાંચશે. અથવા તો 'ટેબલ' કરશે અને વાંચી લીધેલું માની લેવામાં આવશે.
* બપોરે 3.30 આસપાસ નાણાપ્રધાન અરૂણ જેટલી પત્રકાર પરિષદ સંબોધશે અને પત્રકારોના સવાલોનાં જવાબો આપશે. બાદમાં  ખાનગી અંગ્રેજી- હિન્દી ચેનલોને 'વન-ટુ-વન' ઈન્ટર્વ્યૂ આપશે.
* સાંજે પરંપરા પ્રમાણે, નાણાપ્રધાન દ્વારા ભોજન કાર્યક્રમનું આયોજન કરશે. જેમાં બજેટ તૈયાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા અધિકારીઓ ભાગ લેશે. તેમના પ્રત્યે સન્માન વ્યક્ત કરવા માટે આ કાર્યક્રમ આયોજીત કરવામાં આવે છે.

LIVE : 11 વાગે ખુલશે જેટલીની પોટલી ; દસ અપેક્ષાઓના ‘Modi’ficationની કાગડોળે રાહ



નવી દિલ્હી : નાણાપ્રધાન અરુણ જેટલી સવારે અગ્યાર વાગ્યે સામાન્ય બજેટ રજૂ કરશે. આ તેમનું બીજું બજેટ રહેશે.સામાન્ય જનતાની સાથે જ ઉદ્યોગજગતને પણ બજેટથી ઘણી બધી આશા છે. સરકારના મેક ઇન ઇન્ડિયા કેમ્પેઈનને આગળ વધારનાર ઉપાયો સાથે જ કરદાતાઓ માટે પણ મોટી જાહેરાતો કરવામાં આવી શકે છે.જોકે, સરકારની નાણાકીય સ્થિતિને સારી કરવા પર પણ જેટલીનું વધુ જોર રહેશે.  આ વર્ષના અંતમા બિહારમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા બજેટમાં જનતાને આકર્ષે તેવી જાહેરાતો કરાય તેવી  આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે આ બજેટ મોટા આર્થિક પરિવર્તનની તક છે. આ વાતો પર નજર રહેશે. આ તેમનું બીજું બજેટ હશે. સામાન્ય લોકો ઉપરાંત ઉદ્યોગજગત પણ તેમની પાસેથી મોટી અપેક્ષા રાખીને બેઠું છે. અર્થશાસ્ત્રીઓ માને છે કે આ બજેટ મોટા આર્થિક સુધારાની તકોથી ભરપૂર છે. બજેટમાં આ બાબતો ઉપર નજર રહેશે.
10.35 AM: સેન્સેક્સ 29500ની મનોવૈજ્ઞાનિક સપાટીને 'અડું-અડું', નિફ્ટીએ 8900ની સપાટી વટાવી
10.30 AM: આ બજેટમાં આરોગ્ય શિક્ષણ તથા અન્ય બાબતો પર ધ્યાન આપવું જોઈએ. રાષ્ટ્રનો સર્વાંગી વિકાસ થાય તે જોવું જોઈએ.- દિલીપ પાંડેય, નેતા, આમ આદમી પાર્ટી 
10.20 AM: વિકાસની બાબતમાં શિવસેના ક્યારેય અવરોધરૂપ નહીં બને. – અનિલ દેસાઈ, નેતા, શિવસેના 
10.10 AM: કેન્દ્રીય પર્યાવરણ પ્રધાન પ્રકાશ જાવડેકરના કહેવા પ્રમાણે, આ બજેટ વિકાસની રૂપરેખા નક્કી કરતું બજેટ હશે, જે લોકોની આશાઓ-અપેક્ષાઓ અને આકાંક્ષાઓની પૂર્તી કરશે. 
10.05 AM: કાનપુરમાં પૂજા, લખનઉમાં ગુરૂદ્વારામાં પ્રાર્થના. સારા બજેટની સામાન્ય જનતાને અપેક્ષા.
10.00 AM: ટ્વિટર પર ચર્ચિત ટોપ-10 ટોપિક્સમાં બજેટને લગતો એકપણ વિષય નહીં
9.50 AM: પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામે ટ્વિટ કરીને આશા વ્યક્ત કરી હતી કે, બજેટમાં શિક્ષણ અને આરોગ્ય માટે પૂરતી જોગવાઈ કરવામાં આવશે. 
9.45 AM: નાણાપ્રધાન અરૂણ જેટલી બજેટ બેગ સાથે સંસદભવન પહોંચ્યા. મીડિયાએ તસવીરો લીધી.
9.35 AM: નાણાપ્રધાન અરૂણ જેટલી રાષ્ટ્રપતિ નિવાસસ્થાનેથી નીકળ્યા. સવારે 10.15 વાગ્યે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ભાગ લેશે. સંસદની બહાર બજેટ બેગ સાથે પોઝ આપશે. 
9.25 AM: 250 પોઈન્ટના ઉછાળા સાથે સેન્સેક્સ 29476 અને નિફ્ટી 70 પોઈન્ટના ઉછાળા સાથે 8916 પોઈન્ટ પર ખુલ્યાં. આજે શનિવાર છતાંય બજેટના અનુસંધાને બજાર ખુલ્લા. મ્યુચ્યુઅલ ફંડ્સ આજે નહીં કરી શકે ખરીદ-વેચાણ. 
9.15 AM: નાણાપ્રધાન અરૂણ જેટલી રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા. જ્યાં પ્રણવ મુખર્જીને બજેટની મુખ્ય વિગતો અને સાર જણાવશે. હોદ્દાની રૂએ રાષ્ટ્રપતિ દેશના સર્વસત્તાધીશ છે. 
9.10 AM: નાણાપ્રધાન અરૂણ જેટલીએ રાજ્યકક્ષાના નાણાપ્રધાન જયંતસિંહા સાથે નાણા મંત્રાલયની બહાર બજેટ બેગ સાથે પોઝ આપ્યો
8.50 AM: નાણાપ્રધાન અરૂણ જેટલી નોર્થ બ્લોકમાં નાણા મંત્રાલયે પહોંચ્યા 
શનિવારે શું થશે?
પરંપરા પ્રમાણે, શનિવારનો દિવસ નાણાપ્રધાન અરૂણ જેટલી માટે અત્યંત વ્યસ્ત દિવસ હશે. તેમનું દિવસભરનું ટાઈમ ટેબલ મહદઅંશે આવું હશે.
* વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે.નાણાપ્રધાન બજેટનો સાર જણાવશે.
* કેબિનેટના પ્રધાનો દ્વારા બજેટને લગતા કેટલાક સવાલો પૂછવામાં આવશે.બાદમાં કેબિનેટ દ્વારા બજેટને મંજૂરી આપવામાં આવશે.
* સંસદીય બાબતોના પ્રધાન વેંકૈયા નાયડુ સાથે નાણાપ્રધાન અરુણ જેટલી અને જયંત સિંહા સંસદમાં આવશે.

* સ્પીકર સુમિત્રા મહાજન લોકસભાની કાર્યવાહી શરૂ કરવાનો નિર્દેશ આપશે. નાણાપ્રધાન અરૂણ જેટલી બજેટ રજૂ કરવાની મંજૂરી માંગશે. સ્વાભાવિક રીતે મંજૂરી આપશે.

* અરૂણ જેટલી લોકસભામાં બજેટ વાંચી સંભળાવશે. સામાન્ય રીતે આ વાચન પ્રક્રિયા એક કલાક ચાલશે. ગત વખતે તેઓ બોલતા-બોલતા તેમની તબિયત લથડી હતી. એટલે ઈતિહાસમાં પ્રથમ વખત ચાલુ બજેટે નાણાપ્રધાને બ્રેક લીધો હતો.

*બપોરે એક વાગ્યે સંસદના ઉપલાગૃહ રાજ્યસભામાં બજેટ વાંચશે. અથવા તો 'ટેબલ' કરશે અને વાંચી લીધેલું માની લેવામાં આવશે.
* બપોરે 3.30 આસપાસ નાણાપ્રધાન અરૂણ જેટલી પત્રકાર પરિષદ સંબોધશે અને પત્રકારોના સવાલોનાં જવાબો આપશે. બાદમાં  ખાનગી અંગ્રેજી- હિન્દી ચેનલોને 'વન-ટુ-વન' ઈન્ટર્વ્યૂ આપશે.

* સાંજે પરંપરા પ્રમાણે, નાણાપ્રધાન દ્વારા ભોજન કાર્યક્રમનું આયોજન કરશે. જેમાં બજેટ તૈયાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા અધિકારીઓ ભાગ લેશે. તેમના પ્રત્યે સન્માન વ્યક્ત કરવા માટે આ કાર્યક્રમ આયોજીત કરવામાં આવે છે.

WC: ધોનીને કોણી પર થઇ ઇજા, UAE વિરૂદ્ધ રમવા પર સસ્પેન્સ


પર્થ: વર્લ્ડકપ 2015માં શનિવારે સંયુક્ત આરબ અમીરાત (યૂએઇ) સામેના મુકાબલા પહેલા ભારત માટે ખરાબ સમાચાર છે. સૂત્રો અનુસાર ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને કોણી પર પ્રેક્ટિસ દરમિયાન બોલ લાગતા ઇજા થઇ હતી. જેને કારણે શનિવારે મેચ રમવા પર સસ્પેન્સ બનેલુ છે.
ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી વર્લ્ડકપમાં શનિવારે રમાનાર સંયુક્ત આરબ અમીરાત (યૂએઇ) વિરૂદ્ધ મેચમાં નહી રમે. તેની જાણકારી ભારતીય ટીમના મેનેજર આર.એન. બાબાએ આપી હતી. તેમને જણાવ્યુ કે મોહમ્મદ શમીને જમણા ઘૂંટણમાં ઇજા થઇ હતી.તેને ગુરૂવારે ઇન્જેક્શન પણ લગાવવામાં આવ્યા પરંતુ સુધાર જોવા મળ્યો નહતો. શમી યૂએઇ વિરૂદ્ધ રમાનાર મેચ માટે ફિટ નથી.
પ્રેક્ટિસ સેશન બાદ ગયો હતો એક્સરે માટે
શમીએ ગુરૂવારે પર્થના વાકા ક્રિકેટ મેદાન પર ભારતના અન્ય ખેલાડીઓ સાથે પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો હતો.તે બાદ મોહમ્મદ શમી પર્થમાં એક હોસ્પિટલમાં એક્સ રે માટે ગયો હતો. ત્યાં તેને એક્સ રે રૂમમાં બે કલાક સુધી રાખવામાં આવ્યો. તમને જણાવી દઇએ કે મોહમ્મદ શમી ભારતીય ટીમ સાથે પર્થમાં છે જ્યાં તેને 28 માર્ચે યૂએઇ વિરૂદ્ધ ત્રીજી મેચ રમવાની છે. ભારતે ગત બે મેચમાં પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ જે જીત મેળવી છે જેમાં બોલરે મુખ્ય ભૂમિકા નીભાવી છે. મોહમ્મદ શમી શરૂઆતની ઓવરમાં વિકેટ ઝડપી ભારતને સારી શરૂઆત અપાવે છે.

કાલે અચ્છે દિનની અગ્નિપરીક્ષા: આ 10 મુદ્દા પર મોદી સરકારની પ્રતિષ્ઠા દાવ પર



એવી મુખ્ય 10 બાબતો છે જેમને મોદી સરકારે આગામી સામાન્ય બજેટમાં જ આવરી લઇને તેને લગતી નક્કર જોગવાઇઓની જાહેરાત આવશ્યક બની છે અને તો જ આમ આદમીથી લઇને ઉદ્યોગજગતને આ સરકાર ખરેખર કામ કરતી સરકાર છે તેની ખાતરી આપી શકાશે. એમાં પ્રથમ પાંચ આમઆદમી સાથે સંકળાયેલી છે જ્યારે પછીની પાંચ આર્થિક અને ઉદ્યોગજગતને લગતી છે.
બિઝનેસ ડેસ્કઃ નાણાપ્રધાન અરુણ જેટલી 28 ફેબ્રુઆરીએ તેમનું પ્રથમ સંપૂર્ણકક્ષાનું બજેટ રજૂ કરવાના છે ત્યારે `અચ્છે દિન'નો વાયદો કરીને ભારે બહુમતીથી ચૂંટાઇ આવેલી મોદી સરકાર માટે આ બજેટ ખરેખર અગ્નિ પરીક્ષા પૂરવાર થશે. કારણ કે કાળા નાણાં, મેક ઇન ઇન્ડિયા, સ્વચ્છ ભારત, ડિજિટલ ઇન્ડિયા જેવા અનેક નારાઓ ગજાવીને અને સ્માર્ટ સિટીઝ, બુલેટ ટ્રેન, તમામ લોકોને ઘર તથા રોજગાર જેવા વચનો આપીને તેણે દેશભરમાં મધ્યમ વર્ગથી લઇને ઉદ્યોગજગતમાં મોટી આશા અને અપેક્ષા ઊભી કરી છે અને તે પૂરી કરી બતાવવાનો ખરો સમય આ બજેટ જ છે. જો આ અપેક્ષામાં તે થોડી પણ ઊણી ઊતરશે તો એક મજબૂત સરકાર તરીકે સર્જાયેલી હવા નિકળી જશે. દિલ્હી ચૂંટણીમાં મળેલી શિકસ્ત પછી તેમાં પંકચર પડ્યું છે અને શુક્રવારે રજૂ થયેલું રેલવે બજેટ પણ આ અપેક્ષાને પૂરક જણાયું નથી. લોકોની ધીરજ હવે ખૂટવા લાગી છે.
1. આવકમાં વેરામુક્તિની મર્યાદા વધારવી

નાણાપ્રધાન અરુણ જેટલી જાહેરમાં અનેકવાર કહી ચૂક્યા છે કે તેઓ સામાન્ય નાગરિકના હાથમાં વધુ નાણાં રહે એવું ઇચ્છે છે, જેથી તે મુક્ત રીતે ખર્ચ કરી શકે. જેટલીએ જુલાઇમાં તેમના વચગાળાના બજેટમાં આવક વેરામુક્તિની મર્યાદા રૂ.2 લાખથી વધારીને રૂ.2.5 લાખ કરી હતી અને રોકાણની છૂટ પણ રૂ.1 લાખથી વધારીને રૂ.1.5 લાખ કરી હતી. મોટા ભાગના નોકરીયાત લોકો આ વખતે આ મર્યાદા વધીને રૂ.3 લાખ થાય તેમ ઇચ્છે છે. જો આમ નહિ થાય તો મધ્યમવર્ગ ખૂબ નિરાશ થશે.
2. આરોગ્ય સેવાઓ
દેશમાં આરોગ્ય સેવાઓ એકદમ ખરાબ સ્થિતિમાં છે. વળી, ખાનગી હોસ્પિટલોમાં તબીબી સારવાર અત્યંત મોંઘી છે. હોસ્પિટલો, આરોગ્ય કેન્દ્રો, તબીબો તથા અન્ય મેડિકલ સ્ટાફની તંગીના કારણે ખાસ કરીને ગરીબ લોકોને જોઇએ એવી સારવાર મળતી નથી. હેલ્થ ઇન્સ્યોરન્સ સર્વિસીસ પણ સારી નથી. આ સંજોગોમાં સરકારે ખાસ કરીને સમાજના ગરીબ અને નબળા વર્ગ માટે ઉચ્ચ કક્ષાની દવાઓ અને આરોગ્ય સેવાઓ સસ્તા દરે ઉપલબ્ધ થાય એવા ઉપાયો શોધવા પડશે.

LIVE : ડી વિલિયર્સની તોફાની ઇનિંગ બાદ ઇમરાન તાહીરનો તરખાટ, WIની 63 રનમાં 7 વિકેટ


સિડની : દક્ષિણ આફ્રિકાએ આપેલા 409 રનના પડકાર સામે વેસ્ટ ઇન્ડીઝે 18 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 63 રન બનાવી લીધા છે. ઇમરાન તાહીરે તરખાટ મચાવતા 4 વિકેટ ઝડપી હતી.
એબી ડી વિલિયર્સના 66 બોલમાં અણનમ 162, હાશિમ અમલા, પ્લેસિસ અને  રોસોની અડધી સદીની મદદથી દક્ષિણ આફ્રિકાએ આઈસીસીવર્લ્ડકપમાં વેસ્ટ ઇન્ડીઝ સામે 50 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 408 રન બનાવી લીધા છે.  ડી વિલિયર્સે 166 રનમાં 17 ફોર અને 8 સિક્સર ફટકારી હતી. ડી વિલિયર્સ - રોસોએ 12.3 ઓવરમાં 134 રનની અને અમલા-પ્લેસિસે બીજી વિકેટ માટે 127 રનની ભાગીદારી નોંધાવી વિશાળ સ્કોર બનાવ્યો હતો. 
રોસો 61 રને આઉટ
ડ્યુમિનીના સ્થાને ટીમમાં આવેલ રોસોએ શાનદાર બેટિંગ કરતા 39 બોલમાં 6 ફોર અને 1 સિક્સર સાથે 61 રન બનાવ્યા હતા. ડી વિલિયર્સ સાથે 12.3 ઓવરમાં 134 રનની ભાગીદારી નોંધાવી હતા.
પ્લેસિસ અને અમલાની અડધી સદી
પ્રથમ વિકેટ સસ્તામાં ગુમાવ્યા બાદ હાશિમ અમલા અને પ્લેસિસે બાજી સંભાળી હતી. પ્લેસિસ અમલાએ 88 બોલમાં 1 ફોર અને 1 સિક્સર સાથે 65 રન બનાવ્યા હતા. જ્યારે પ્લેસિસે 70 બોલમાં 3 ફોર સાથે 62 રન બનાવ્યા હતા. બન્ને ક્રિસ ગેઈલનો શિકાર બન્યા હતા. બીજી વિકેટ માટે બન્નેએ 127 રનની ભાગીદારી નોંધાવી હતી.
દ.આફ્રિકાએ ટોસ જીત્યો, પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય
આઈસીસી વર્લ્ડકપમાં વેસ્ટ ઇન્ડીઝ સામેની મેચમાં દક્ષિણ આફ્રિકાના કેપ્ટન એબી ડી વિલિયર્સે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
બન્ને ટીમ આ પ્રકારે છે
દક્ષિણ આફ્રિકા - હાશિમ અમલા, ડી કોક, પ્લેસિસ, રોસો, એબી ડી વિલિયર્સ, ડેવિડ મિલર, બેહરદિન, ડેલ સ્ટેયન, એબોટ, મોર્ની મોર્કેલ, ઇમરાન તાહિર.
વેસ્ટ ઇન્ડીઝ - ડ્વેન સ્મિથ, ક્રિસ ગેઈલ, મર્લોન સેમ્યુઅલ્સ, દિનેશ રામદિન, લેન્ડલ સિમોન્સ, કાર્ટર, ડેરન સેમ્મી, આન્દ્રે રસેલ, જેસોન હોલ્ડર, જેરોમ ટેલર, સુલેમાન બેન.

રાજલક્ષ્મી-તેજના લગ્ન: મોદી,અડવાણીએ આપ્યા આશિર્વાદ, મહેમાનોએ કર્યો ડાન્સ


નવી દિલ્હીઃ સમાજવાદી પાર્ટી(સપા)ના સુપ્રિમો મુલાયમ સિંહ યાદવના ભાઇના પૌત્ર તેજ પ્રતાપ યાદવ અને રાષ્ટ્રીય જનતા દળ(આરજેડી)ના સુપ્રિમો લાલુ પ્રસાદ યાદવની પુત્રી રાજલક્ષ્મીના લગ્ન સમારોહમાં જાન હોટલ અશોકા પહોંચી છે. અહીં લાલુ યાદવે જાનૈયાઓનું સ્વાગત કર્યું. જાનૈયાઓમાં મુલાયમ સિંહ યાદવ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવ અને તેમના પરિવારના અનેક સભ્યો સામેલ છે.

લાલુ યાદવ તરફથી હોટલ અશોકામાં રાબડી દેવી, તેમની દિકરીઓ મીસા ભારતી, દિવ્યા, આરતી, રાગિણી, પુત્ર તેજસ્વી યાદવ જાનૈયાનું સ્વાગત કરી રહ્યાં છે. જાનૈયા માટેની વ્યવસ્થા હોટલ અશોકાના કન્વેન્શન હોલમાં કરવામાં આવી છે. હોલમાં માત્ર વર પક્ષના લોકોને પહોંચાડવામાં આવી રહ્યાં છે. અહીં કન્યા પક્ષના લોકોને એન્ટ્રી આપવામાં આવી નથી. તેમ છતાં મોટી સંખ્યામાં લોકો અહીં પહોંચ્યા છે, જેની ઓળખ માટે મુલાયમના નજીકના અને સૈફઇના લોકોને એક ટીમ સ્વરૂપે દરવાજે ઉભા રાખવામાં આવે છે.

બિહારના અનેક લોકો આમંત્રણ વગર પહોંચ્યા

લાલુ પ્રસાદ યાદવના આ પહેલા થયેલા પારિવારિક કાર્યક્રમોમાં આરજેડી કાર્યકર્તાઓની ખાસ હાજરી રહેતી, પરંતુ આ વખતે મહેમાનો માટેની જ વ્યવસ્થા જોઇને કાર્યકર્તાઓની સંખ્યાને સીમિત રાખવામાં આવી છે. જોકે, આરજેડી કાર્યકર્તાઓનું કહેવું છેકે ભલે તેમણે અમને લગ્નમાં બોલાવ્યા નથી, પરંતુ મોટી સંખ્યામાં આરજેડી કાર્યકર્તાઓ લગ્નમાં સામેલ થવા માટે દિલ્હી પહોંચી રહ્યાં છે. લગ્નમાં સામેલ થવા પહોંચેલા સારણ જિલ્લાના મુખિયા સુરેશ રાયનું કહેવું છેકે લાલુજીએ અમને બોલાવ્યા નથી, પરંતુ અમે જાણીએ છીએ કે લાલુજી અમને પ્રેમ કરે છે અને અમે તેમનું સન્માન કરીએ છીએ, તેથી અમે બોલાવ્યા વગર જ લગ્નમાં સામેલ થવા આવ્યા છીએ. તેમણે જણાવ્યા પ્રમાણે અનેક જિલ્લાના મુખિયા, સમિતિ મેમ્બર, વોર્ડ મેમ્બર અને આરજેડી કાર્યકર્તાઓ અહીં પહોંચ્યા છે.
હાઇ પ્રોફાઇલ મહેમાન પણ પહોંચ્યા

લાલુની પુત્રી અને મુલાયમના પૌત્રની જાન હોટલ અશોકામાં પહોંચી ચૂકી છે. ત્યારબાદ ત્યાં રાજનેતાઓનો પહોંચવાનો સિલસિલો શરૂ છે. બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર, જેડીયુ અધ્યક્ષ શરદ યાદવ, કેન્દ્રીય મંત્રી પ્રકાશ ઝાડવેકર, ભાજપ સાંસદ સાક્ષી મહારાજ, પંજાબના મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલ, ઉપમુખ્યમંત્રી સુખબીર બાદલ, પપ્પુ યાદવ, ગિરિરાજ કિશોર, સીતારામ યેચુરી, રેવતી રમણ સિંહ, ભાજપ સાંસદ મેનકા ગાંધી પણ પહોંચ્યા.

ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા

દિલ્હી પોલીસે પણ હોટલ અને હોટલની બહાર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. દિલ્હી પોલીસની ડોગ સ્ક્વોડ તૈનાત સાથે જ મેડલ ડિટેક્ટર પણ લગાવવામાં આવ્યા છે. એસીપજીના જવાનો પણ તેનાત છે.

ફ્રાન્સની કંપનીએ કરી છે સજાવટ

લાલુની પુત્રીના લગ્નમાં ડેકોરેશનની જવાબદારી ફ્રાન્સની જાણીતી વેડિંગ પ્લાનર અને ડેકોરેશન મેનેજમેન્ટ કંપની ફર્ન્સ એન પેટલ્સ પાસે છે. હોટલ અશોકાના કોર્ટ યાર્ડમાં જ લગ્નની બીજી વિધિઓ આયોજીત કરવામાં આવશે. અહીં ડેકોરેશનની તમામ જવાબદારી આ કંપની સંભાળી રહી છે.

કરવામાં આવી દરેક વિધિ
26 ફેબ્રુઆરીના રોજ સવારે જ મુલાયમની કોઠીમાં ખુશીઓના ગીત ગાવમાં આવી રહ્યા હતા. વરરાજ તેજુને નવા કપડાં પહેરાવવામાં આવ્યા અને કૂવાની પાસે લઇ જઇન રીતિ રિવાજો સાથે દરેક વિધિ કરવામાં આવી હતી. આ દરમિયાન જ્યાં ડિંપલ યાદવ સહિત ઘરની અન્ય મહિલાઓ અહીં હાજર હતી. સાથે જ સીએમ અખિલેશ યાદવ પણ લગ્ન સમારંભની મજા ઉડાવતા જોવા મળ્યા હતા. તેમનો દીકરો અર્જુને પણ પોતાના મિત્રોની સાથે ખૂબ મસ્તી કરી. દરેક બાળકો લગ્નને કારણે ભારે ઉત્સાહિત હતા.

હે પ્રભુ! આ કેવી રીતે થશે: ભાડું યથાવત્, 29 વર્ષમાં પહેલીવાર બજેટમાં કોઈ નવી ટ્રેનની જાહેરાત નહીં


નવી દિલ્હી: ભાજપ સરકારનું પહેલું પૂર્ણ રેલવે બજેટ ગુરુવારે રજૂ થયું હતું. રેલવે મંત્રી સુરેશ પ્રભુએ બજેટમાં કોઈપણ નવી ટ્રેનની જાહેરાત કરી નથી. 29 વર્ષ પહેલા રેલવે મંત્રી બંસીલાલે પણ આમ જ કર્યું હતું.  સૂત્રોએ જણાવ્યા અનુસાર સુરેશ પ્રભુ પર ભાજપના સાંસદો દ્વારા પોત-પોતાના ક્ષેત્રોમાં ટ્રેનો અપાવવાનું દબાણ હતું. તેનાથી બચવા માટે તેમણે એક સમિતિની રચનાનો પ્રસ્તાવ મૂક્યો જે ક્યાં નવી ટ્રેન દોડાવવી તેની ભલામણ કરશે.

ગૃહમાં તેમના આ પ્રસ્તાવ પર ખૂબ જ હોબાળો થયો હતો પરંતુ રેલવે મંત્રીએ આશ્વાસન આપ્યું કે બજેટ સત્ર પૂરું થાય તે પહેલા નવી ટ્રેનની જાહેરાત કરવામાં આવશે. સુરેશ પ્રભુએ દાવો કર્યો હતો કે સૌથી વધારે ભાર સુવિધા, સુરક્ષા અને રેલવેના ભવિષ્યને સુધારવા પર મુકાયો છે જેથી દેશની મૂડી બચાવી શકાય. તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે, રેલવેનું ખાનગીકરણ નહીં થાય.
ભાડું યથાવત્, 29 વર્ષમાં પહેલી વખત બજેટમાં કોઈ નવી ટ્રેનની જાહેરાત નહીં
કહેવા માટે મોટી જાહેરાતો, પરંતુ અસલિયત કંઇક બીજી જ
રેલવે મંત્રીએ સાંસદોને તેમના ભંડોળમાંથી મદદ કરવા કહ્યું
સમિતિ રચાઈ, તેની ભલામણો અનુસાર નવી ટ્રેનો દોડશે
બજેટની વચ્ચે રેલવે મંત્રીને પ્રભુ યાદ આવ્યા

મારા મનમાં  પ્રશ્ન ઊઠ્યો - હે પ્રભુ !  આ બધું કઇ રીતે થશે, ત્યારે આ પ્રભુએ વિચાર્યું કે આટલો મોટો દેશ , વિશાળ મેનપાવર અને સ્ટ્રોંગ પોલિટિકલ વીલ , પછી શા માટે ના થઇ શકે રેલવેનો પુન: જન્મ.આપણે કાંઇક નવું જોડવું પડશે, જૂનું તોડવું પડશે.
ટ્રેનથી વધારે હવે સ્પીડ વધારવા પર હશે ફોકસ

સમિતિ બનાવી છે. જરૂરિયાત અનુસાર ભલામણ મળશે, તેના આધારે નવી ટ્રેનોની જાહેરાત થશે. અત્યારે જરૂર છે સ્પીડ વધારવાની. સુરક્ષા અને સુવિધા પણ.
શતાબ્દી પણ 70ની સ્પીડથી ચાલે છે. સ્પીડ માટે એલએચબી કોચ જોઇએ. 4 ફેક્ટરીઓ છે, વર્ષમાં 600 કોચ જ બની શકે છે. ક્યાંથી આવશે.
ભાડું નથી વધાર્યુ, ઘટાડવાનું હતું, ડીઝલ સસ્તુ થયું
સરકારે દાવો કર્યો છે કે ભાડું નથી વધાર્યું. જ્યારે 9 મહિના પહેલા જ 14 ટકા સુધી ભાડું વધાર્યુ હતું.
ડીઝલ 5 મહિનામાં 21 ટકા સસ્તુ થયું છે. વર્ષભર આજ સ્થિતિ રહેવાની છે. તેનાથી રેલવેના 12થી 15 હજાર કરોડ રૂપિયા બચશે. પરંતુ સરકારે તેનો ફાયદો મુસાફરોને નથી આપ્યો.

પાંચ મિનિટમાં મોબાઈલથી ટિકિટ
સ્માર્ટફોન યૂઝર પાંચ મિનિટમાં અનરિઝર્વ્ડ ટિકિટ ખરીદી શકશે. મોબાઈલ એપથી ડેબિટ કાર્ડ દ્વારા ટિકિટ લઈ શકાશે. ક્યારે તે ખબર નથી. આ માટે પેમેન્ટ વ્યવસ્થા મજબૂત કરવી પડશે.
દર ‌વખતની જેમ આ વખતે પણ એ જ જાહેરાતો
ડિજિટલ-ક્લીન ઇન્ડિયા પર ફોકસ. સફાઇ માટે અલગ ડિપાર્ટમેન્ટ. બે નવી હેલ્પલાઇન પણ મળી. 138 નંબર પર સામાન્ય અને 182 નંબર પર સુરક્ષા સાથે સંબંધિત ફરિયાદ નોંધાવી શકાશે.
વાઇફાઇ સ્ટેશન
400 સ્ટેશનો પર આ સુવિધા આપવામાં આવશે. જાહેરાત ગયા વર્ષે ડિસેમ્બરમાં કરી હતી. હવે તેમાં એ1, એ ની સાથે બી કેટેગરીના સ્ટેશન પણ ઉમેરાઇ જશે.
SMS એલર્ટ
કોઇ પણ સ્ટેશને ગાડીના આવવા-જવાની માહિતી હવે એસએમએસ એલર્ટથી મળશે. આ એલર્ટ 15થી 30 મિનિટ પહેલા મળશે.
વૃદ્ધો-મહિલાઓનું ધ્યાન
વરિષ્ઠ નાગરિકો-મહિલાઓને લોઅર બર્થ ક્વોટા. અપર બર્થ સુધી જવા માટે બહેતર સીડીઓ. મહિલા કોચમાં સુરક્ષા માટે સીસીટીવી કેમરા.

પ્લેન જેવી ટોઇલેટ
એસી ડબાઓમાં યાત્રીઓને ડિસ્પોઝલ બેગ મળશે. પ્લેનની જેમ વેક્યૂમ ટોઇલેટ પર કામ થશે.

એલાર્મ સિસ્ટમ
માનવ રહિત રેલવે ક્રોસિંગ પર અલાર્મ લગાડાશે. પસંદગીના માર્ગો પર એન્ટિ કોલિશન ડિવાઇસ પણ લગાડાશે. ટ્રેનોની ટક્કર અટકાવી શકાશે.
એન્ટરટેઇનમેન્ટ
શતાબ્દી ટ્રેનોમાં મનોરંજનની સુવિધા. જનરલ કોચિમાં મોબાઇલ ચાર્જરની સુવિધા. સ્લીપર કોચિસમાં ચાર્જર સર્કિટ વધારવામાં આવશે. 
આગળ વાંચોઃ બે વર્ષ પછી ફરી 120 દિવસ પહેલા રિઝર્વેશન, સુવિધા અને સુરક્ષા

રેલવે બજેટ: કોઈ નવી ટ્રેન નહીં, ચાર મહિના પહેલા થઈ શકશે રિઝર્વેશન, મુસાફર દરમાં વધારો નહીં


મુસાફરો માટે સારા સમાચાર એ છે કે હવેથી 60 દિવસની જગ્યાએ 120 દિવસ પહેલા ટ્રેનમાં ટિકિટનું એડવાન્સ બુકિંગ કરાવી શકાશે. આ ઉપરાંત સ્માર્ટફોન પર ડેબિટ કાર્ડની મદદથી પાંચ મિનીટમાં અનરિઝર્વર્ડ ટિકિટ બુક કરી શકાય તેવી સવલત પણ જાહેર કરાઇ છે. મુસાફરોની સવલત માટેની નાણાકીય જોગવાઇમાં 67 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. મહિલાઓની સુરક્ષાનાં મુદ્દાને પણ બજેટમાં ધ્યાન પર લેવામાં આવ્યો છે. જેના પગલે પસંદગીનાં રેલવે મહિલા કોચમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે તેમજ નિર્ભયા ફંડનો ઉપયોગ રેલવેમાં મહિલાઓની સલામતી પાછળ  કરવામાં આવશે. 
રેલવે બજેટ અંગે પ્રતિક્રિયાઓ
અમે છેલ્લા 9 મહિનામાં ભારતીય રેલવેની સ્થિતિમાં કોઇ સુધારો જોયો નથી.
-બીએસપી પ્રમુખ માયાવતી
બજેટમાં મને કંઇ નવુ દેખાયું નથી, પહેલાનાં પ્રોજેક્ટને જ ચાલુ રાખવામાં આવ્યા છે. મુસાફરી ભાડામાં ઘટાડો કરવાની જરૂર હતી.
-કોંગ્રેસ નેતા, પૂર્વ રેલવે પ્રધાન પવનકુમાર બંસલ
મુસાફરી ભાડા ઘટવાની અપેક્ષા હતી, પણ તેમ નથી કરવામાં આવ્યું
-નીતિશ કુમાર, બિહારનાં મુખ્યપ્રધાન
રેલવે બજેટે મુસાફરોની સવલતો અને સલામતીને ઘણુ મહત્વ આપ્યું છે, પીએમ અને રેલવે પ્રધાનને અભિનંદન
-અમિત શાહ, ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ
દેશનાં ઇતિહાસમાં પહેલી વખત આ રેલવે બજેટમાં વહીવટી, આર્થિક અને ટેક્નોલોજીકલ સુધારા કરવામાં આવ્યા છે
-નિતિન ગડકરી
રેલવે પ્રધાનનાં બજેટ ભાષણની  હાઇલાઇટ્સ
-ટ્રેક કેપેસિટિને 10 ટકા વધારીને 1.38 લાખ કિમી કરવામાં આવશે
-ગયા વર્ષની સરખામણીમાં રેલવે ઇલેક્ટ્રીફિકેશનમાં 1330 ટકાનો વધારો
-96000 કરોડ રૂપિયાનાં રોકાણ સાથે 77 પ્રોજેક્ટનાં વિસ્તરણની જાહેરાત
-અમે રેલવે બોર્ડમાં એનવાયર્મેન્ટ ડિરેક્ટિવ ઉભું કર્યું છે
-રેલવે ગાર્ડને યોગની તાલીમ આપવામાં આવશે
-રેલવેની અસ્કયામતોને વેચવાની જગ્યાએ રેલવેનાં સંસાધનોનો નાણાકીય લાભ લેવાનું સૂચન
-નવા કોસ્ટલ કનેક્ટિવિટી પ્રોગ્રામ માટે 2000 કરોડ રૂપિયાની જોગવાઇ
-પસંદગીનાં સ્ટેશનો પર એન્ડ ટુ એન્ડ લોજિસ્ટીક્સ મેનેજમેન્ટ માટે પીપીપી મારફતે સહયોગનું સૂચન
-મુંબઇ-અમદાવાદ વચ્ચે હાઇ સ્પીડ રેલ માટે ફિઝિબિલિટી સ્ટડી એડવાન્સ સ્ટેજમાં, આ વર્ષનાં મધ્યમાં પૂરો થવાની ધારણા
-સલામતીને સર્વોચ્ચ પ્રાધાન્ય
-ડાયમન્ડ ક્વાડ્રીલેટરલ પરનાં અન્ય રૂટ્સ પર હાઇ સ્પીડ ટ્રેનો માટેનો અભ્યાસ શરૂ કરાઇ રહ્યો છે
-9 હાઇ સ્પીડ કોરિડોર, હાઇ સ્પીડ ટ્રેનો- મેક ઇન ઇન્ડિયા માટે તકોઃ પ્રભુ
-9 રેલવે કોરિડોરમાં ટ્રેનની સ્પીડ 120 કિમી પ્રતિ કલાકથી વધારીને 160 કિમી પ્રતિ કલાક સુધી કરવામાં આવશે
-10 રેલવે કોરિડોરમાં ટ્રેનની સ્પીડ 160 કિમી પ્રતિ કલાકથી વધારીને 200 કિમી પ્રતિ કલાક સુધી કરવામાં આવશે
-ટ્રેનની સ્પીડ એટલી વધારવામાં આવશે કે દિલ્હી-મુંબઇ વચ્ચે યાત્રા એક જ રાતમાં કરી શકાય
-આવતા વર્ષે 3000 માનવરહિત રેલવે ક્રોસિંગ બંધ કરવામાં આવશે
-વ્હીલ ચેર માટે ઓનલાઇન બુકિંગ
-રેલવે માટે ઓલ ઇન્ડિયા 24x7 હેલ્પલાઇન શરૂ કરાશે
-એન્ડ ટુ એન્ડ લોજિસ્ટીક્સ સોલ્યુશન માટે નવા પીએસયુ TRANSLOCનું સૂચન
-ઉત્તર પૂર્વ ભારત અને જમ્મુ કાશ્મીર માટે રેલવે કનેક્ટિવિટી- હાલ ચાલી રહેલી પ્રક્રિયાને વેગ અપાશે
-ટ્રાફિક ફેસિલિટીનાં કામો માટે 100 ટકા વધુ ફંડની ફાળવણી
-સર્વોચ્ચ પ્રાથમિકતાનાં કામોને ફાસ્ટ ટ્રેક પર મૂકાશે
-77 નવા પ્રોજેક્ટ- રેલવે લાઇનનાં ડબલિંગ, ટ્રિપલિંગ, ક્વાડરપલિંગ, ઇલેક્ટ્રીફિકેશન માટેનાં
-400 રેલવે સ્ટેશનો પર વાઇ-ફાઇ સર્વિસ
-રેલવે ટિકિટ હવે 120 દિવસ પહેલા બુક કરાવી શકાશે
-રેલવે સ્ટેશનો પર લિફ્ટ અને એસ્કેલેટર લગાવવા 120 કરોડ રૂપિયાની જોગવાઇ
-108 ટ્રેનોમાં ઇ-કેટરિંગ
-રેલવે સ્ટેશનો પર સેલ્ફ ઓપરેટેડ લોકર્સની સુવિધા, જનરલ ક્લાસમાં મોબાઇલ ફોન ચાર્જિંગ ફેસિલિટી
-આઇઆરસીટીસી અક્ષમ નાગરિકો, વરિષ્ઠ નાગરિકો અને દર્દીઓને આધુનિક સુવિધાઓ પૂરી પાડશે
-દરેક કોચમાં ચઢવા માટે સરળ એવી સીડી લગાવવામાં આવશે
-હાલનાં ટ્રેક પર નવી બુલેટ ટ્રેનો દોડાવવામાં આવશે
-મુસાફરોની સવલત માટે 67 ટકા વધુ ફંડની જોગવાઇ
-અમે ટ્રેકની લંબાઇમાં 20 ટકા સુધીનો વધારો કરીશું અને મુસાફરોની વહન ક્ષમતાને 2.1 કરોડથી 3 કરોડ સુધી વધારીશું
-રેલવે નિર્ભયા ફંડનો ઉપયોગ મહિલાઓની સલામતી પાછળ કરશે
-બી કેટેગરીનાં રેલવે સ્ટેશનો પર વાઇ-ફાઇ સુવિધા પૂરી પાડવામાં આવશે
-મોબાઇલ પર એસએમએસ એલર્ટ આપવામાં આવશે
-ડિજીટલ ઇન્ડિયા ઝુંબેશને પ્રોત્સાહન આપવા કસ્ટમર સર્વિસ પોર્ટલ
-ટ્રેનોમાં બાયોટોઇલેટ્સ, વિમાન જેવા ટોઇલેટ્સ બનાવાશે
-ઓપરેશન 5 મિનીટ્સ- સ્માર્ટફોન, ડેબિટ કાર્ડ વડે 5 મિનીટમાં અનરિઝર્વડ ટિકિટ બુક કરાવી શકાશે
-અમુક મહિલા કોચમાં સીસીટીવી કેમેરા લગાડવામાં આવશે
- મુસાફરી ભાડામાં કોઇ વધારો નથી કરાયો
- 17000 ટોઇલેટ્સને મોડર્ન ટોઇલેટ્સ બનાવવામાં આવશે
- રેલવેની ક્લિનિંગને આઉટસોર્સ કરવામાં આવશે
- ટિકિટ બુક કરાવતી વખતે આઇઆરસીટીસીની વેબસાઇટ પર જમવાનું પણ બુક કરી શકાશે
- રેલવેની બેડ લિનને નિફ્ટ દ્વારા ડિઝાઇન કરવામાં આવશે
- 650 જેટલા રેલવે સ્ટેશનો પર નવા ટોઇલેટ્સ બનશે
રેલવે માટે ચાર લક્ષ્યાંકો નિર્ધારિત કરાયા
1. જબરદસ્ત બૂસ્ટ મેળવવા પાડવા માટે ગ્રાહકનો અનુભવ, 2. સલામત મુસાફરી, 3. ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું આધુનિકીકરણ, 4. ભારતીય રેલવેને આર્થિક રીતે સ્વનિર્ભર બનાવવી
-કનેક્ટિવિટીમાં સુધારો ઘણો જરૂરી
-અમારા મુખ્ય લક્ષ્યાંકોમાં ભારતની આર્થિક સ્થિતિમાં સુધારો કરવાનો સમાવેશ
-આવતા 5 વર્ષમાં 8.5 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે
-રેલવેનો ઓપરેશન રેશિયો છેલ્લા નવ વર્ષમાં સૌથી સારો
-લોકોને રેલવે સાથે ઘણી અપેક્ષાઓ, પણ તેમાં ઘણા અવરોધો નડે છે
-આટલો મોટો દેશ, આટલું મોટું નેટવર્ક,  તો કેમ ન થઇ શકે રેલવેનો પુનર્જન્મ
-કુછ નયા જોડના હોગા, કુછ પુરાના તોડના હોગા
-ટ્રેનોની સ્પીડમાં વધારાને લક્ષ્યાંકિત કરવામાં આવશે
-રેલવે ઘણા લાંબા સમય સુધી અપુરતા રોકાણનાં વિષચક્રમાંથી પસાર થઇ છે, જેના પરિણામે તેની હાલત બગડી છે- પ્રભુ
-ભારતીય રેલવેનાં 492 સેક્શન 100 ટકાથી વધુ ક્ષમતાએ અને 228 સેક્શન 80-100 ટકા ક્ષમતાએ કામ કરી રહ્યા છે
-રેલવે ભારતને અનોખી રીતે જોડે છે
-આપણે ભારતનાં રેલવે મંત્રાલયને સલામતી, સુરક્ષા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વૈશ્વિક સ્તરે બેન્ચમાર્ક ઓર્ગેનાઇઝેશન બનાવવું પડશે- પ્રભુ
-રેલવે સુધારાની સફર ઘણી લાંબી છે, એક વર્ષમાં તે પૂરી નહીં થઇ શકે, સમય લાગશે- પ્રભુ

જાહેર કરાયેલી તમામ ટ્રેનો શરૂ

ગત વર્ષના રેલવે બજેટમાં અમદાવાદ માટે 7 જેટલી નવી ટ્રેનોની જાહેરાત કરવામાં આવી હતી. આ તમામ ટ્રેનો શરૂ કરી દેવામાં આવી છે.
-રેલવેની જમીન પર અતિક્રમણ ગંભીર મુદ્દો, જેને ઉકેલવા માટે જમીનનું ડિજીટલ મેપિંગ શરૂ કરવામાં આવ્યું છે
-રેલવે બજેટમાં પ્લાનનું કદ 52 ટકા વધારવામાં આવ્યું, બજેટ સપોર્ટમાં 17.8 ટકા, આંતરિક સ્રોતોમાંથી 17.8 ટકા વધુ આવક ઉભી કરાશે
-આવક વધારવા માટે ફાઇનાન્સિંગ સેલ ઉભું કરવામાં આવશે
-સમગ્ર રેલવે માટે આગામી કેટલાક મહિનાઓમાં સિસ્ટમ્સ ઓડિટનું સૂચન
-નૂરભાડાની કામગીરીને વધુ સરળ બનાવવા માટે વિકેન્દ્રિકરણ, નિયંત્રણમુક્તિ અને જવાબદારીઓની સોંપણી કરવામાં આવશે
-નવી લાઇનોની જરૂરિયાતો પૂરી કરવા જાહેર ક્ષેત્રની કંપનીઓ સાથે સંયુક્ત સાહસ કરવામાં આવશે
-ટેક્નોલોજી અપગ્રેડેશનમાં મદદરૂપ થવા 'કાયાકલ્પ' ફંડ ઉભુ કરવામાં આવશે
-રેલવેમાં ખાનગી રોકાણ આકર્ષવા માટેનું માળખું તૈયાર કરી દેવાયું છે

રેલ બજેટમાં ‘અન્યાય’ દૂર થવાની ગુજરાતને અપેક્ષા, 5 ટ્રેનની શક્યતા


અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર આજે પ્રથમ રેલવે બજેટ રજૂ કરશે ત્યારે અત્યાર સુધી રેલવે બજેટમાં ગુજરાતને અન્યાય થતા હોવાનું મહેણું આ બજેટમાં ભાંગશે એવી આશા સેવવામાં આવી રહી છે. આજે રેલવે બજેટમાં ગુજરાતના પાંચ નવી ટ્રેનની જાહેરાત થવાની શક્યતા છે જો કે ગુજરાતની અત્યાર સુધીની પડતર માગણીઓને બજેટમાં કેટલે અંશે સ્વીકારવામાં આવશે તેના પર સૌની નજર રહેશે. રેલવે મંત્રી સુરેશ પ્રભુ 100 નવી ટ્રેનોની જાહેરાત કરે તેવી શક્યતા છે. જેમાંથી ગુજરાતને 4થી 5 નવી ટ્રેનો જ મળી શકે છે.

- મોદીના રેલવે બજેટમાં ‘અન્યાય’ દૂર થશે એવી ગુજરાતને અપેક્ષા
- પ્રભુ રીઝશે? ગુજરાતને પાંચ નવી ટ્રેનની શક્યતા
- પેસેન્જર કે નૂર ભાડામાં ફેરફારની શક્યતા નહીંવત્

જેમાંથી એક ઉત્તર ભારત માટે તેમજ એક દક્ષિણ ભારત માટે જનસાધારણ એક્સપ્રેસની જાહેરાત કરાય તેવી શક્યતા છે. વધુમાં આ વખતે નવી ટ્રેનો શરૂ કરવા કરતા કેટલીક ટ્રેનોની સ્પીડ વધારી હાલ સપ્તાહમાં એક બે કે ત્રણ દિવસ દોડતી ટ્રેનોની ફ્રીક્વન્સી વધારવાની જાહેરાત કરાય તેવી પૂરેપુરી શક્યતા છે. સંસદમાં ગુરુવારે રજૂ થનારા મોદી સરકારના પ્રથમ રેલવે બજેટમાં પેસેન્જર ભાડા કે નૂર ભાડામાં ઘટાડો કે વધારો થવાની શક્યતા નથી.

રેલવે મંત્રી તેમના બજેટમાં પર્યાવરણને ધ્યાનમાં રાખી રેલવેમાં પાણીના થતા બગાડને અટકાવવા વોટર રિસાઇક્લિંગ પર ભાર મુકી શકે છે. એજરીતે રેલવેના મંજૂર થયેલા પડતર પ્રોજેક્ટોમાંથી કેટલાક મહત્વના પ્રોજેક્ટ અંગે ફંડની જાહેરાત કરી શકાય છે જેમાં અમદાવાદ - વટવા વચ્ચે ત્રીજી રેલવે લાઈન અને અમદાવાદ હિમ્મતનગર મીટરગેજને તેમજ અમદાવાદ - બોટાદ મીટરગેજને બ્રોડગેજમાં બદલવા માટે ફંડની જાહેરાત થઈ શકે છે.


રેલવે બજેટ પર ચર્ચા દરમિયાન શ્વેત પત્ર બહાર પડી આવી શકે છે


સંસદમાં રેલવે બજેટ પર ચર્ચા દરમિયાન રેલવે મંત્રી સુરેશ પ્રભુ સંસદમાં રેલવેના વિકાસ અંગે શ્વેતપત્ર બહાર પાડી શકે છે. જેમાં રેલવેની આર્થિક સ્થિતિ સુધારવા માટે ડી. કે. મિત્તલ કમિટિની ભલામણોને લાગુ કરવાની જાહેરાત થઈ શકે છે. આ ઉપરાંત રેલવેમાં ડાયનેમિક રેવન્યુ અર્નિંગ મોડેલ કેવો હશે, ભાડાનું રેશનલાઈઝેશન કરવા તેમજ ટ્રેનોમાં પેસેન્જર કેપેસિટી કેવી રીતે વધારવી જેવા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવશે.


જાહેર કરાયેલી તમામ ટ્રેનો શરૂ
ગત વર્ષના રેલવે બજેટમાં અમદાવાદ માટે 7 જેટલી નવી ટ્રેનોની જાહેરાત કરવામાં આવી હતી. આ તમામ ટ્રેનો શરૂ કરી દેવામાં આવી છે.
ગુજરાતને પ્રોજેક્ટ્સ મળશે?

રેલવેને અનેક પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે રાજ્ય સરકારનો સહયોગ લેવા માટે જાહેરાત થઈ શકે છે. અમદાવાદ અને સુરત સ્ટેશન માટે તથા નવા પ્રોજેક્ટોની જાહેર થવાની શક્યતા છે.


વ્યાપમ કૌભાંડ: મધ્યપ્રદેશના રાજ્યપાલ રામ નરેશ યાદવનું રાજીનામું


ભોપાલઃ મધ્યપ્રદેશમાં વનરક્ષક ભરતી પરીક્ષા-2013માં થયેલા કૌભાંડના આરોપમાં રાજ્યપાલ રામ નરેશ યાદવે રાજીનામુ આપ્યુ છે. તે વર્ષ 2011થી મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે કાર્યરત હતા. વ્યાપમ ઘોટાળામાં તેમનું નામ સામે આવતા કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તેમને રાજીનામુ આપવાની સૂચના આપી હતી. સૂત્રોના હિસાબે મંગળવારે રાત્રે ગૃહ મંત્રાલયે આ અંગે આદેશ આપ્યા કે હવે તેમનું આ પદે રહેવું એ બધાના હિતમાં નથી. વ્યાપમ ઘોટાળામાં રાજ્યપાલ અને તેમના પરિવારનું નામ સામે આવ્યુ છે. અને આ અંગે તેમની સામે એફઆરઆઈ કરવામાં આવી હતી. મંગળવારે તપાસ માટે નિમાયેલી  એસટીએફે આ કેસમાં પૂર્વ મંત્રી લક્ષ્મીકાંત શર્મા સહિત 87 ઉમેદવારોને આરોપી બનાવ્યા છે. આ પ્રથમ કેસ છે કે, કોઈ પણ પ્રદેશના રાજ્યપાલ વિરુદ્ધ પદ પર રહીને કેસ દાખલ કરવામાં આવ્યો છે.
તપાસ માટે નિમાયેલી  એસટીએફે આ કેસમાં પૂર્વ મંત્રી લક્ષ્મીકાંત શર્મા સહિત 87 ઉમેદવારોને આરોપી બનાવ્યા છે. આ પ્રથમ કેસ છે કે, કોઈ પણ પ્રદેશના રાજ્યપાલ વિરુદ્ધ પદ પર રહીને કેસ દાખલ કરવામાં આવ્યો હતો.  શુક્રવારે હાઈકોર્ટે અત્યંત વિશિષ્ટ આરોપી સામે કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો હતો. મંગળવારે એસઆઈટી પ્રમુખ ચંદ્રેશ ભૂષણના ઈશારે રાજ્યપાલ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવાનો સંકેત આપવામાં આવ્યો હતો પરંતુ તેના પર આરોપ શું છે તેનો જવાબ આપી શક્યા નથી. સાંજે લગભગ સાત કલાકે એસટીએફના એઆઈજી આશિષ ખરેએ આ મામલામાં 101 આરોપીઓ વિરુદ્ધ છેતરપિંડી અને મધ્યપ્રદેશ માન્યતા પ્રાપ્ત અધિનિયમ-1937 સહિત અન્ય કલમ પ્રમાણે કેસ દાખલ કરવાની ખાતરી કરી હતી. 
બે ઉમેદવારો માટે ભલામણ કરી હતી
એસટીએફના સૂત્રો પ્રમાણે રાજ્યપાલ પર તેના વિસ્તારના બે ઉમેદવારોની ભલામણ કરવાનો આરોપ છે. આઝમગઢ નિવાસી સતીશે 47 અને પ્રશાંત નામના ઉમેદવારને આ પરીક્ષામાં 45 માર્કસ મળ્યા હતા પરંતુ આ કેસમાં લેતીદેતીની વાત સામે આવી નથી.

મહિન્દ્રાની હાર્ડડિસ્કમાં આગળ રાજ
વ્યાવસાયિક પરીક્ષા મંડળના પૂર્વ સિનિયર સિસ્ટમ એનાલિસ્ટ નીતિન મહિન્દ્રાની હાર્ડડિસ્કના રીટ્રિવ ડેટાથી આ કેસમાં ખુલાસો થયો છે. આ સિવાય ઉમેદવારોના નામની આગળ સુધીર શર્મા, લક્ષ્મીકાંત શર્મા, તેના ઓએસડી રહેલા ઓ.પી. શુક્લા અને ભરત મિશ્રાના નામ પણ હતાં. આ માટે એસટીએફે 87 ઉમેદવારો સહિત પાસ કરાવનારા લોકોને પણ આરોપી બનાવ્યા છે.

બોલિવૂડને 400 કરોડનો ફટકો આપી શકે છે સલમાન ખાનની સજા


મુંબઈઃ બોલિવૂડ સ્ટાર્સ સલમાન ખાનને લઈને જોધપુર કોર્ટનો ચુકાદો ત્રણ માર્ચ સુધી મોકુફ રહ્યો છે. જેને કારણે સલમાનના ચાહકો જ નહીં પરંતુ અનેક બિગ ફિલ્મમેકર્સે રાહતનો દમ લીધો હતો. જો કોર્ટ સલમાન ખાનની વિરૂદ્ધમાં પોતાનો ચુકાદો આપશે તો બોલિવૂડને અંદાજે 400થી 500 કરોડનો ઝટકો લાગી શકે તેમ છે. સાથે જ કેટલીક ફિલ્મ્સ અધ વચ્ચે જ અટકી પડશે. 

ફિલ્મ ઉદ્યોગને 400-500 કરોડનો ફટકોઃ અભિનેતા સલમાન ખાન દરેક મોટા ફિલ્મમેકરની પહેલી પસંદ છે. દરેક નિર્માતા પોતાની ફિલ્મમાં સલમાન ખાનને લેવા માંગે છે. જો હવે સલમાનને જેલ થાય તો ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝને મોટો ફટકો પડી શકે તેમ છે. અભિનેતાની ફિલ્મ્સમાં 350 કરોડ તથા એન્ડોર્સમેન્ટમાં 50 કરોડ જેટલાં નાણા લાગેલા છે. જો સલમાનને જેલ થાય તો બોલિવૂડને મોટું નુકસાન સહન કરવું પડશે તે વાત નક્કી છે. 

ફિલ્મ્સ રહી જશે અધૂરીઃ 2014નું વર્ષ સલમાન માટે ઘણું જ સારું રહ્યું હતું અને તેણે ઘણી સારી ફિલ્મ્સ સાઈન કરી હતી. હાલમાં અભિનેતા સૂરજ બરજાત્યાની ફિલ્મ 'પ્રેમ રતન ધન પાયો'ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ સાથે જ અનિશ બઝ્મીની ફિલ્મ 'નો એન્ટ્રી'ની સિક્વલ 'નો એન્ટ્રી મૈં એન્ટ્રી'માં પણ સાઈન કરી છે. કબીર ખાનની ફિલ્મ 'બજરંગી ભાઈજાન'નું શૂટિંગ હાલમાં જ પૂર્ણ થયું છે. જ્યારે કરન જોહરની 'શુદ્ધિ'નું હજી શૂટિંગ શરૂ થયું નથી. 

સુરતઃ ડોક્ટરનો અંતિમ ઇલાજ, બે બાળકોને પોતાના હાથે ઝેર આપી પત્ની સાથે ખાધો ફાંસો


સુરતઃ છાપરાભાઠા અમરોલી વિસ્તારમાં આવેલી કૃષ્ણકુંજ સોસાયટીમાં ઘર નંબર ૨૨માં એક જ પરિવારના ચાર સભ્યોએ સામૂહિક આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. હોમિયોપેથિક પ્રેક્ટિસ કરતાં તબિબે પોતાના બે માસૂમ બાળકોને ઝેર આપી પત્ની સાથે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા અરેરાટી ફેલાઈ ગઈ છે. આપઘાત સ્થળેથી નિલેશની સુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં તેણે પોતાના પિતા તેને માફ કરી દે તેવી વાત સાથે આર્થિક સંકડામણ હોવાનું લખ્યું છે. હાલ અમરોલી પોલીસે હાલ ઘટના સ્થળે પહોંચી જઈ વધુ તપાસ હાથ ધરી છે.
ઘટનાની મળતી વિગતો મુજબ વાત કરીએ તો, મૂળ રાજકોટના અને હોમિયોપેથિક થયેલા નિલેશ તારપરા (ઉ.વ.આ.૩૬)ના અમરોલી વિસ્તારમાં આવેલી કૃષ્ણકુંજ સોસાયટીમાં પરિવાર સાથે રહેતા હતાં. જેમાં છેલ્લા ઘણા સમયથી આર્થિક સંકડામણમાંથી પસાર થઈ રહ્યાં હોવાથી તેમણે ગત મોડિ રાત્રીએ તેમના પુત્ર ઝીલ (ઉ.વ.આ.અઢીવર્ષ) અને પુત્રી પ્રાચી (ઉ.વ.આ.૬)ને ઝેર આપીને મોતને ઘાટ ઉતાર્યા હતાં. બાદમાં પત્ની નિતા (ઉ.વ.આ.૩૫)ના સાથે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. સવારે ઘરનો દરવાજો ન ખુલતા પાડોશીએ કંઈ અજુગતુ થયાની જાણ થતાં પોલીસને જાણ કરી હતી. હાલ પોલીસે ઘટના સ્થળે પહોંચી જઈને વધુ તપાસ હાથ ધરી છે.

દેશની સૌથી મોટી દાણચોરીઃ અમદાવાદ એરપોર્ટ પર 16 કરોડના સોના સાથે મહિલા સહિત છની ધરપકડ


અમદાવાદ : અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ બહારથી એસઓજી ક્રાઈમ બ્રાન્ચે 16.50 કરોડના એક-એક કિલોના સોનાના 60 બિસ્કિટ તેમજ વિદેશી હૂંડિયામણ સાથે 6 કેરિયરની ધરપકડ કરી દેશનું સૌપ્રથમ વખત આંતરરાષ્ટ્રીય સોનાની દાણચોરીનું રેકેટ ઝડપી પાડ્યું છે. નવેમ્બર 2014 થી અત્યાર સુધી કેરિયરો 6 વખત ગ્રીન ચેનલમાંથી પસાર થઈ બિન્દાસ્ત દાણચોરી કરતા રહ્યા હોવા છતાં કસ્ટમ વિભાગ આરોપીઓને ઝડપી શકી ન હતી.
-એરપોર્ટ પરથી 16 કરોડની કિંમતનું 60 કિલો સોનું પકડાયું
-હેરાફેરી:સોનાની દાણચોરીનું આંતરરાષ્ટ્રીય કૌભાંડ નવેમ્બરથી ચાલતું હતું : 6 વખત ગ્રીન ચેનલનો ઉપયોગ : 6ની ધરપકડ
-9 બોક્સમાંથી સોના ઉપરાંત દીરહામ અને અમેરિકી ડોલર પણ મળ્યા
-ટ્રેપ: દુબઈથી ફ્લાઈટમાં આવેલું સોનું કારની ડેકીમાં ગોઠવાતું હતું ત્યારે જ એસઓજીએ રેડ પાડી, કસ્ટમ વિભાગ ઊંઘતો ઝડપાયો

સોમવારે અમીરાત એરલાઈન્સની દુબઈની ફ્લાઈટમાંથી  એરપોર્ટ ઉતરેલા બે પુરુષ અને એક મહિલા  ગ્રીન ચેનલમાંથી એરપોર્ટની બહાર નીકળી કારમાં લગેજ મૂકતા હતા ત્યારે જ એસઓજીએ રેડ પાડી હતી. એસઓજીએ સોના ઉપરાંત લગેજમાં રહેલા 9 બોક્સમાંથી 2500 દીરહામ અને 71 અમેરિકી ડોલર જપ્ત કર્યા હતા. આ ડિલિવરી અમદાવાદમાં કોને આપવાની હતી તેની પોલીસ તપાસ કરી રહી છે.


કસ્ટમ વિભાગની ભૂમિકા સામે સવાલ


એરપોર્ટ ઉપર કસ્ટમ ડિપાર્ટમેન્ટે ગ્રીન ચેનલ અને રેડ ચેનલ આમ બે પાથ-વે બનાવ્યા છે. ગ્રીન ચેનલમાં પ્રવેશતા પહેલા પ્રવાસીએ એક ફોર્મ ભરી પોતાની પાસે કસ્ટમમાં આવે એવો કોઈ સામાન નથી તેવું જણાવવાનું હોય છે. જે પછી કોઈ પણ વ્યકિત આરામથી કસ્ટમ ચેકિંગ વગર બહાર નીકળી શકે છે. પરંતુ કસ્ટમ વિભાગ ધારે તો શંકાના આધારે ગ્રીન ચેનલમાંથી પસાર થતા મુસાફરનો લગેજ ચેક કરી શકે છે.


સજલ ગાંધી-શાહિલ ગાંધીની તપાસ શરૂ


આંતરરાષ્ટ્રીય સોનાની દાણચોરીમાં સજલ ગાંધી અને શાહિલ ગાંધી સમગ્ર દાણચોરીનું રેકેટ ચલાવી રહ્યાં હોવાનું હાલ તપાસમાં આવ્યું છે. જ્યારે આ બંને શખસો ક્યાં છે જેની તપાસ ચાલી રહી છે. જ્યારે અમદાવાદમાં આ કેરિયરો કોણે માલ સપ્લાય કરવાના હતા. તેની પણ તપાસ ચાલી રહી છે. હિમાંશુ શુક્લા, ડિસીપી ક્રાઈમ બ્રાન્ચ




અચ્છે દિનની આશાનું બજેટ : આ લોકો પર છે મોદી સરકારનો બેડો પાર કરવાની જવાબદારી, બજેટના 9 ધુરંધરો

સંસદમાં 28મી ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવનારા સામાન્ય બજેટને સંતુલિત બનાવવા માટે એક કોર ટીમ કામે લાગેલી છે. સરકાર સમક્ષના પડકારોને પહોંચીવળવા અને મોદી સરકારનો બેડો પાર લગાવવાની જવાબદારી નીચે જણાવવામાં આવેલા નવ ધુરંધરોના ખભે મૂકી છે...

1)

અરવિંદ સુબ્રમણ્યમ ચીફ ઇકોનોમિક એડવાઇઝર અરવિંદ સુબ્રમણ્યમ છે. ઓક્ટોબર 2014માં તેમને ચીફ ઇકોનોમિક એેડવાઇઝર બનાવવામાં આવ્યા છે. તેમણે સરકારી ખર્ચ વધારવાની હિમાયત કરી છે પરંતુ કેન્દ્ર સરકાર ખર્ચ વધારવા માગતી નથી.
2)

શાંતિકાંતા દાસ સેક્રેટરી, ડિપાર્ટમેન્ટ ઓફ રેવન્યુ: શાંતિકાંતા દાસની બજેટ બનાવવાની જુદી શૈલી છે. તેમની ઘણા સુધારાની ચાવી  રોકાણકારોનું વલણ બહેતર કરશે.
3)

રતન પી.વાટલ સેક્રેટરી, એક્સપેન્ડિચર ડિપાર્ટમેન્ટ: નરસિંહરાવના પ્રાઇવેટ સેક્રેટરી રહીને બજારને ઉદાર બનાવવાની પ્રથમ લહેર તેમણે ઘણી નજીકથી જોઇ છે.
4)

આરાધના જોહરી સેક્રેટરી, ડિસઇન્વેસ્ટમેન્ટ ડિપાર્ટમેન્ટ: તેમની દેખરેખમાં કોલ ઇન્ડિયામાં 10 ટકા સ્ટેક સેલની ઓફર કરાઇ જેથી સરકારને 22,500 કરોડની કમાણી થઇ.
5)

કૌશલ શ્રીવાસ્તવ  ચેરમેન, સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઇઝ એન્ડ કસ્ટમ્સ: 1978 બેચના આઇઆરએસ અધિકારી શ્રીવાસ્તવ બોર્ડના ચેરમેન બન્યા પહેલાં બોર્ડના સભ્ય હતા. તેઓ બજેટમાં જીએસટી સાથે સંબંધિત શું જોગવાઇ કરે છે એ જોવાનું છે.
6)

રાજીવ મહર્ષિ  ફાઇ. સેક્રેટરી, ડિપાર્ટમેન્ટ ઓફ ઇકો. અફેર્સ સેક્રેટરી: 1978 બેચના રાજસ્થાન કેડરના આઇએએસ છે. દેશને હાઇ ગ્રોથના માર્ગે લઇ જવા શું જોગવાઇ કરશે એ મહત્વનું છે.
8)

હસમુખ અઢિયા સેક્રેટરી, ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇ. સર્વિસીસ: માંદા બેન્કિંગ સેક્ટરનું સ્વાસ્થ્ય સુધારવા પાકા યોગ પ્રેક્ટિશનર ગણતા અઢિયા માટે સૌથી મોટો પડકાર છે.
9)

અનિતા કપૂર ચેરમેન, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ: 1978 બેચનાં IRS કપૂરને ટેક્સ પોલિસીમાં વ્યાપક અનુભવ છે. મુશ્કેલ પરિસ્થિતિઓને પહોંચી વળે છે.

બજેટ પહેલાં જાણો રસપ્રદ વાતો : ૧૬મી લોકસભા ઘરડી કે જવાન? મહિલાઓની ટકાવારી કેટલી? કેટલા છે ભણેલા?


શની ૧૬મી લોકસભાને ધ્યાને લઈ લોકસભા સેક્રેટિરેટની રિસર્ચ અને ઈન્ફોર્મેશન ડિવિઝને સંશોધન કરીને રસપ્રદ વિગતોનો અહેવાલ ‘મેમ્બર્સ ઓફ સિક્સટીન્થ લોકસભાઃ એ સ્ટડી’ ના શિર્ષક હેઠળ ઓગસ્ટ ૨૦૧૪માં રજૂ કર્યો છે. આ અહેવાલમાં કયા ઉંમરના સભ્યો સૌથી વધુ છે તેની વિગતો જાણવા મળે છે. ઉપરાંત એકથી લઈને ૧૬મી લોકસભા સુધીમાં સંસદ સભ્યોની સરેરાશ ઉંમર અને કઈ લોકસભા સૌથી યુવાન હતી તેની માહિતી રજૂ કરવામાં આવી છે. ભારતને વિકાસના પંથે લઈ જતા ૧૬મી લોકસભાના સાંસદોનું ભણતરનું સ્તર કેટલું છે તેની વિગતોથી જાણવા મળે છે કે તેઓ ભારતને કેટલે આગળ લઈ જશે. કેટલા સાંસદો ૧૦મું ધોરણ પણ પાસ નથી તેની વિગતો પણ આ અહેવાલમાં જાણવા મળે છે. મહિલાઓની સમાનતાની વાત કરતા ભારત દેશમાં ૧૬મી લોકસભામાં રાજ્ય મુજબ કેટલા મહિલા સભ્યો છે તેની વિગતો પણ અહેવાલમાં રજૂ કરવામાં આવી છે. ગુજરાત મહિલા સાંસદોની સંખ્યામાં કેટલા ક્રમે આવે છે તેની વિગતો પણ અહેવાલમાં રજૂ થઈ છે.

રવિવારે વર્લ્ડકપમાં ચોથી વખત દક્ષિણ આફ્રિકા સામે મુકાબલો, હારનો સિલસિલો તોડી શકશે ભારત?


મેલબોર્ન: વર્લ્ડકપ 2015ની 13મી મેચ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રવિવારે રમાશે. ભારત વર્લ્ડકપમાં અત્યાર સુધી દક્ષિણ આફ્રિકાને ક્યારેય હરાવી શક્યું નથી. બન્ને ટીમો વચ્ચે વર્લ્ડકપમાં પ્રથમ ટક્કર 1992માં થઈ હતી અને આ મેચ દક્ષિણ આફ્રિકા જીતી ગયું હતું. ગત વર્લ્ડકપમાં સચિન તેંડુલકરે સદી ફટકારી તો પણ ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા સામે જીતી શક્યું નહોતું. તેવામાં સવાલ ઉભો થઇ રહ્યોં છે કે ભારત વર્લ્ડકપ 2015માં દક્ષિણ આફ્રિકા પર પ્રથમ જીત મેળવી શકશે ? ભારતના પક્ષમાં એક વાત એ છે કે બન્ને ટીમો વચ્ચે પોતાના દેશ બહાર અત્યાર સુધી રમાયેલી 23 વન ડેમાંથી 13માં ભારત જીત્યુ છે, જ્યારે દક્ષિણ આફ્રિકાની 10 મેચમાં જીત થઇ છે.

સુરતઃ મોદી સૂટની બોલીમાં છેલ્લી ઘડીએ પડાપડીઃ 4.31 કરોડમાં હીરાના વેપારીએ ખરીદ્યો સૂટ


સુરત: વિશ્વભરમાં ચર્ચાસ્પદ બનેલા નરેન્દ્ર મોદીના સુટની હરાજી પણ એટલી જ ચર્ચાસ્પદ બની રહી છે. છેલ્લી ઘડીએ સૂટને ખરીદવા માટે ઉદ્યોપતિઓ માટે પડાપડી થઈ હતી. જેમાં સુરતના ધર્મનંદન ડાયમંડ ગૃપના લાલજીભાઈ પટેલે ૪,૩૧,૩૧,૧૩૧માં સૂટ ખરીદ્યો હતો. જ્યારે છેલ્લી ઘડીએ પાંચ કરોડની બોલી લવજી બાદશાહે લગાવી હતી. પરંતુ છેલ્લી ઘડીએ ક્લેક્ટરે સમય પૂરો થઈ ગયો હોવાથી લાલજીભાઈની બીડ માન્ય રાખી હતી. અને તેમને આ સૂટ આપવામાં આવ્યો હતો. લાલજીભાઈએ મોદીના સૂટને તેમની ફેક્ટરીમાં રાખવાની વાત કરી હતી. જેથી મુલાકાતીઓ સૂટને જોઈ શકે અને નરેન્દ્ર મોદીમાંથી પ્રેરણા લઈ શકે.
સુરતના સાયન્સ સેન્ટર ખાતે હરાજીમાં ત્રીજા દિવસે બપોર બાદ રાજેશ જૈને 2 કરોડને 9 લાખની બીડ ભરી છે. જ્યારે ત્યારબાદ જ હિતેશ પટેલે 2.11 કરોડની બીડ ભરી છે. હરાજીના છેલ્લા કલાકોમાં રીતસર વેપારીઓ વચ્ચે હોડ જામી છે. બે વેપારી મુકેશભાઈ પટેલે અને સંજય મોલવીયાએ સાથે મળીને 2.31 કરોડની બોલી લગાવી છે. જ્યારે મુંબઈના જીજેપીસીએના ચેરમેન અને સ્ટાર એશિયનના માલિક વિપુલ શાહે 2.51 કરોડની બોલી લગાવી છે. જોકે છેલ્લી ઘડીએ ભારે અવ્યવસ્થા સર્જાઈ હતી. જેમાં કલેક્ટર તરફથી છેલ્લે ૪.૩૧ કરોડમાં ધર્મનંદન ડાયમંડ ગૃપના હીતેશ લાલજીભાઈ પટેલે સૂટ ખરીદ્યો છે. જોકે, કલેક્ટર દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં સૂટ કોને આપવામાં આવ્યો તેની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.
 સૂટ માટે લાગેલી બોલી
- ૪.૩૧ કરોડ ધર્મનંદન ડાયમંડ ગૃપના હીતેશ લાલજીભાઈ પટેલ
- કોમલકાંત શર્માએ ૨.૯૫ કરોડ
- ધર્મનંદન ડાયમંડ ગૃપના હીતેશ પટેલે ૨.૮૫ કરોડ
- સંજય મોવલીયા અને મુકેશ પટેલે સાથે મળીને ૨.૬૫ કરોડ
- નટ બોલ્ટના વેપારી રાજેશ જૈન નામના વ્યક્તિએ ૨.૫૨ કરોડ
- મુંબઈના જીજેપીસીએના ચેરમેન અને સ્ટાર એશિયનના માલિક વિપુલ શાહે 2.51 કરોડ
- મુકેશભાઈ પટેલે અને સંજય મોલવીયાએ સાથે મળીને 2.31 કરોડ
- ધર્મનંદન ડાયમંડ ગૃપના હિતેશ પટેલે 2.11 કરોડ
- રાજેશ જૈને 2.9 કરોડ
- અવંતી કોર્પોરેશનના ચંદ્રેશ ઓઝાએ 1.95 કરોડ
- 1.81 કરોડની બોલી અંજની ગ્રુપ અને અવધ ગ્રુપના માલિક જયંતી એકલેરા અને લવજીભાઈ
- ધર્મનંદનના હિતેશ પટેલે 1.75 કરોડ
- લવજીભાઈએ 1.71 કરોડ
- ધર્મનંદન ડાયમંડના હિતેશ પટેલે 1.61 કરોડ
- કોમલકાંત શર્માએ 1.41 કરોડ
- મુકેશ પટેલે 1.39 કરોડ
- ગ્લોબલ ફ્રેન્ડ્સ ગ્રુપે 1.25 કરોડ
- રાજેશ જૂનેજાએ 1.21 કરોડ
- વિરલ ચોક્સીએ 1.11 કરોડ

સલમાન ખાનની રાજકોટમાં દબંગ એન્ટ્રી, ગાડીઓના કાફલા સાથે ગોંડલ રવાના


રાજકોટઃ ગોંડલના ઐતિહાસિક રાજવી પેલેસમાં રાજશ્રી પ્રોડશનની પ્રેમ રતન ધન પાયો ફિલ્મનું આજથી શુટિંગના શ્રી ગણેશ થવાના છે ત્યારે આ ફિલ્મના મુખ્ય કલાકાર સલમાન ખાન આજે રાજકોટ એરપોર્ટ આવી રોડ માર્ગે ગોંડલ જવા રવાના થઇ ગયો છે. ફિલ્મના ડિરેકટર સુરજ બડજાત્યાં ગોંડલ આવી પહોચ્યા હોવાનું જાણવા મળી રહયું છે. અને શુટિંગ માટે યુનિટોને માહિતી આપી હતી. રાજકોટ એરપોર્ટ પર મોટી સંખ્યામાં તેમના ચાહકો ઉમટી પડ્યા હતા અને સલમાનને જોઇ ચિચીયારીથી એરપોર્ટ ગુંજવી મુકયું હતું. સલમાને પણ હાથ હલાવી અભિવાદન ઝીલતા ફિલ્મ રસિકોને મોજ પડી ગઇ હતી. તેમજ બોલીવૂડના દિગ્ગજ અભિનેતા અનુપમ ખેર પણ રાજકોટ એરપોર્ટ પર આવી પહોંચતા લોકોએ ચિચિયારીઓ સાથે તેમને વધાવી લીધા હતા. 

પ્રેમ રતન ધન પાયો ફિલ્મ આગામી 1 નવેમ્બરના રોજ થિયેટરોમાં જોવા મળશે તેમાં ગોંડલ પેલેસ પણ જોવા મળશે આ ફિલ્મ માટે ગોંડલના રાજવી પરિવારના ઓચાર્ડ પેલેસ, રિવરસાઇડ પેલેસ, દરબાર ગઢમાં શુટિંગ કરાશે હાલ સલમાન ખાન આચાર્ડ પેલેસમાં રોકાણ કરશે તેવું નકકી થયું છે. આ પેલેસ રાજવી પરિવારે છેલ્લા કેટલાક સમયથી હોટલમાં ફેરવી નાખ્યો છે. હાલ આ પેલેસ ફરતે ગ્રીન નેટ મુકી દેવામાં આવી છે.

US : ઓબામાના નાક નીચે જ હિન્દુ મંદિર પર હુમલો, લખ્યું GET OUT


 'નરેન્દ્ર મોદી મારા પરિવારનું ધ્યાન રાખજો, કૃપા આવતા જન્મમાં તું જ મારી પત્ની બનજે'


રાજકોટઃ રાજકોટમાં રહેતા અને છેલ્લા કેટલાક સમયથી અમદાવાદમાં સ્થાયી થઇ કઠોળના આયાત-નિકાસનો વેપાર કરતા 34 વર્ષીય અનિરૂધ્ધ નરોતમભાઇ મશરૂએ ગત સોમવારની રાત્રીએ રાજકોટની લીમડા ચોક ખાતે આવેલી કન્ફોર્ટ ઇન હોટલમાં પોતાની રીવોલ્વરથી જ લમણે ગોળી મારી આપઘાત કરી લીધો હતો. વેપારીઓ અને લેણદારો અને પોલીસની ધમકીથી કંટાળી આપઘાત કર્યાનો 16 પાનાની સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યા છે. લમણે ગોળી મારતા પહેલા આ યુવાને હોટલના લોગોવાળા મેસેજ  બુકના પેઇઝમાં 16 પાનાની સુસાઇડ નોટ લખી છે. જો પોલીસ યોગ્ય દિશામાં તપાસ કરે તો અનેક મોટા માથાના પગ નીચે રેલો આવે તો નવાઇ નહીં. વાંચો યુવાનના હાથે લખઆયેલી સુસાઇડ નોટના અક્ષરશઃ 
યુવાને લમણે ગોળી મારતા પહેલા તેણે લખેલી સુસાઇડ નોટ તેના નજીકના મિત્રોને વોટસએપ કરી હતી. પરંતુ મિત્રો કંઇ સમજે વિચારે તે પહેલા યુવાને જિંદગી ટૂંકાવી લીધી હતી. એ સિવાય યુવાને મરતા પહેલા લેણદારો, પોલીસ અને દેવાદારોના નામ લખી પોતાના પરિવારની રક્ષા કરવા જણાવ્યું હતું તેને રાજકોટ પોલીસ કમિશનર મોહન ઝાના નામ સાથે લખ્યું છે કે, મહેરબાની કરીને મારા પરિવારની રક્ષા કરજો. તેવી મારી છેલ્લી અને અંતિમ ઇચ્છા છે. એ સિવાય અને લેણદારોને પણ એવી વિનંતી કરી હતી કે, તમોને ઘણા રૂપિયા કમાવી દીધા હું આજે મારૂ મોત કમાઉ છું. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ કરી લખ્યું છે કે, મારા પરિવારની રક્ષા અને ધ્યાન રાખજો.

‘આપ’ સામે ‘ઓલ આઉટ’, ભાજપ-કોંગ્રેસના સૂપડા સાફ: દિલ્હી બન્યા બાદ AAPની સૌથી મોટી જીત

 

  દિલ્હીનાં પરિણામોથી દિલ્હી જ ચોંકી ગયું. આમ આદમી પાર્ટીને આટલી જંગી જીતની આશા નહોતી કે ભાજપને આટલી મોટી હારની શંકા નહોતી. કોંગ્રેસે તો એક પણ બેઠક નહીં મળે તેવું વિચાર્યું પણ નહોતું. મંગળવારે દિવસ ચડતો ગયો તેમ તેમ નરેન્દ્ર મોદીની સામે કેજરી ‘વાલ’ બની ગયા હતા.

મોદી-અમિત શાહની 13 વર્ષ જૂની જોડીનો સતત 11 ચૂંટણીની જીતનો રથ રોકાઈ ગયો. નીતીશ, લાલુ, મુલાયમ, મમતા જેવા નેતાઓએ આને અહંકારની હાર ગણાવી. કેજરીવાલ આપ ધારાસભ્ય દળના નેતા બનાવવામાં આવ્યા. વેલેન્ટાઇન ડે એટલે કે 14મી ફેબ્રુઆરીએ શપથ લેશે. ગત વર્ષે આ જ તારીખે તેમણે રાજીનામું આપી દીધું હતું.

આપ : તમામ અનુમાનો ખોટા સાબિત થયાં. દર બીજો મત આપને મળ્યો

- 139 % સીટો વધી.24 ટકા વોટ શેર વધ્યો. પાછલી વિધાનસભા ચૂંટણીઓથી સામાન્ય ચૂંટણીમાં 33 % વોટ.
-31 સીટો મળી જે 2013માં ભાજપ પાસે હતી. કોંગ્રેસની 7 સીટો પર પણ કબજો જમાવ્યો
- - સૌથી મોટી જીત આપના મહિંદર યાદવની 77665 વોટથી
-  સૌથી નાની જીત આપના કૈલાશ ગેહલોતની 1555 વોટથી

No comments:

Post a Comment

Recent Post